VIDEO: GDPને લઈને પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર કર્યો હુમલો, કહ્યું કે અર્થવ્યવસ્થાને નષ્ટ કરવાનું કામ કોનું?
GDP વૃદ્ધિ દરમાં આવેલા ઘટાડાને લઈને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મોદી સરકાર પર નિશાનો સાધ્યો છે. તેમને પુછ્યું કે અર્થવ્યવસ્થાને નષ્ટ કરવાનું કાર્ય કોનું છે, પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે GDP વિકાસ દરથી સાફ છે કે સારા દિવસો સંભળાવતી ભાજપ સરકારે અર્થવ્યવસ્થામાં પંચર કરી દીધું છે. ના GDP ગ્રોથ વધ્યો છે ના રૂપિયો […]

GDP વૃદ્ધિ દરમાં આવેલા ઘટાડાને લઈને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મોદી સરકાર પર નિશાનો સાધ્યો છે. તેમને પુછ્યું કે અર્થવ્યવસ્થાને નષ્ટ કરવાનું કાર્ય કોનું છે, પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે GDP વિકાસ દરથી સાફ છે કે સારા દિવસો સંભળાવતી ભાજપ સરકારે અર્થવ્યવસ્થામાં પંચર કરી દીધું છે. ના GDP ગ્રોથ વધ્યો છે ના રૂપિયો મજબૂત છે. રોજગારી ગાયબ છે. હવે તો સાફ કરો કે અર્થવ્યવસ્થાને નષ્ટ કરવાનું આ કામ કોનું છે?
મંદીના લીધે દેશના વિકાસ દરમાં ઘટાડો થયો છે. આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં GDP 5.8 ટકાથી ઘટીને 5 ટકા રહી છે. નાણા મંત્રાલયના Central statistics officeએ શુક્રવારે આ આંકડા જાહેર કર્યા. ગયા વર્ષે આ સમય દરમિયાન 8 ટકાથી વધારે હતી. ત્યારે ગયા નાણાકીય વર્ષના છેલ્લા 3 મહિનામાં આ 5.5 ટકા હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં વિકાસ દરના છેલ્લા 6.5 વર્ષમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. જે સેક્ટરોમાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો તેમાં ઉત્પાદન કે પછી મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 12.1 ટકાના મુકાબલે 0.6 ટકા ગ્રોથ જોવા મળ્યો.
તે પહેલા શુક્રવારે વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે મંદીની વચ્ચે દેશના વિકાસ દરના અનુમાનને ઘટાડો કર્યો હતો. એજન્સીએ નાણાકીય વર્ષ 2019 અને 2020 માટે GDP અનુમાનમાં ભારે ઘટાડો કરી હતી. એજન્સીએ નાણાકીય વર્ષ 2019 માટે GDPને 6.80 ટકાથી ઘટાડીને 6.20 ટકા કરી દીધો છે. ત્યારે 2020 માટે GDPને 7.30 ટકાથી ઘટાડીને 6.7 ટકા કરી દીધો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
એજન્સીએ કહ્યું કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદીનો માહોલ છે. જેનાથી એશિયાઈ દેશોમાં પણ અસર જોવા મળી છે. તેનાથી રોકાણનું વાતાવરણ પણ પ્રભાવિત થયું છે. ભારત પાસેથી દુનિયાની 5મી મોટી અર્થવ્યવસ્થાનો તાજ જતો રહ્યો છે. વર્ષ 2018માં અર્થવ્યવસ્થા સુસ્ત રહેવાને કારણે વિશ્વ બૅન્કના આંકડા મુજબ ભારત હવે 7માં સ્થાને પહોંચી ગયું છે.
[yop_poll id=”1″]