Presidential election Results 2022 Updates: દ્રૌપદી મુર્મુને 64 ટકા અને યશવંત સિંહાને મળ્યા 36 ટકા મત, સાંસદોએ અપાઈ ઐતિહાસિક જીત

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2022 | 11:25 PM

Presidential election 2022 Results LIVE Counting Updates in Gujarati: વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂર્ણ થશે,જ્યારે નવા રાષ્ટ્રપતિ 25 જુલાઈએ શપથ ગ્રહણ કરશે.

Presidential election Results 2022 Updates: દ્રૌપદી મુર્મુને 64 ટકા અને યશવંત સિંહાને મળ્યા 36 ટકા મત, સાંસદોએ અપાઈ ઐતિહાસિક જીત
draupadi murmu

Presidential Election Results 2022 LIVE Updates : દેશના 15મા રાષ્ટ્રપતિ (President Election)  કોણ બનશે તે આજે નક્કી થશે.સવારે 11 કલાકથી સંસદભવન (Parliament) ખાતે મતગણતરી શરૂ થઈ છે.મહત્વનું છે કે, રાષ્ટ્રપતિ ચૂંટણી માટે 18 જુલાઈએ મતદાન થયુ હતુ.દ્રૌપદી મુર્મુ NDA ના ઉમેદવાર છે જ્યારે યશવંત સિંહા (Yashwant Sinha)વિરોધ પક્ષના ઉમેદવાર છે.રાષ્ટ્રપતિ ચૂંટણીમાં (Presidential Election Results)દ્રૌપદી મુર્મુૂની (Draupadi Murmu)જીતની પ્રબળ સંભાવના છે.જો દ્રૌપદી મુર્મુ જીતશે તો તેઓ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનશે.તમને જણાવી દઈએ કે, વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો (Ramnath kovind)  કાર્યકાળ 24 જુલાઈએ પૂર્ણ થશે.ઉપરાંત નવા રાષ્ટ્રપતિ 25 જુલાઈએ શપથ ગ્રહણ કરશે.હાલ તમામ રાજ્યોમાંથી બેલેટ પેપર સંસદ ભવનમાં લાવવામાં આવ્યા છે.ચૂંટણી અધિકારીઓ (Presidential Election 2022)સંસદના રૂમ નંબર 63 માં મત ગણતરી (Presidential Election vote counting)કરી રહ્યા છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 21 Jul 2022 10:29 PM (IST)

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમના ઘરે પહોંચી શુભેચ્છા પાઠવી

  • 21 Jul 2022 10:25 PM (IST)

    લોકસભા સ્પીકર ઓમ બિરલાએ નવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને શુભેચ્છા પાઠવી

  • 21 Jul 2022 09:04 PM (IST)

    Presidential Polls 2022: PM મોદી- રાહુલ ગાંધી સહિત પક્ષ અને વિપક્ષના તમામ નેતાઓએ દ્રૌપદી મુર્મુને આપી શુભેચ્છાઓ

    NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને દેશના 15માં રાષ્ટ્રપતિ બનવા પર વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, યશવંત સિંહા, રાજનાથ સિંહ, રાહુલ ગાંધી, ઓમ બિરલા સહિતના નેતાઓએ ઘણી શુભેચ્છાઓ પાઠવી.

  • 21 Jul 2022 08:39 PM (IST)

    Presidential Polls 2022: દ્રૌપદી મુર્મુને મળ્યા 5,77,777 મત

    રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દ્રૌપદી મુર્મુને ત્રીજા રાઉન્ડની મતગણતરી બાદ યશવંત સિંહાના 2,61,062 મતની સામે અત્યાર સુધી 5,77,777 મત મળ્યા છે. ચોથા રાઉન્ડ પહેલા જ તે રાષ્ટ્રપતિ ચૂંટણી જીતી ગયા છે.

  • 21 Jul 2022 08:23 PM (IST)

    Presidential Polls 2022: PM મોદી દ્રૌપદી મુર્મુના ઘરે પહોંચ્યા

    રાષ્ટ્રપતિ બનવા માટે જરૂરી માન્ય મતોના 50 ટકા આંકને પાર કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં દ્રૌપદી મુર્મુના નિવાસસ્થાને પહોંચ્યા છે.

  • 21 Jul 2022 08:22 PM (IST)

    વડાપ્રધાને મોદીએ દ્રૌપદી મુર્મુને પાઠવ્યા અભિનંદન

  • 21 Jul 2022 08:21 PM (IST)

    Presidential Polls 2022: યશવંત સિંહાએ દ્રૌપદી મુર્મુને પાઠવ્યા જીતના અભિનંદન

    રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહાએ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત તરફ આગળ વધવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ બનવા માટે જરૂરી માન્ય મતના 50 ટકાનો આંકડો પાર કરી લીધો છે. યશવંત સિંહાએ કહ્યું કે દિલથી હું દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ ચૂંટણી 2022ની જીત પર અભિનંદન આપું છું. હું આશા રાખું છું કે બંધારણના રક્ષક તરીકે તે ડર અને પક્ષપાત વિના કાર્ય કરશે.

  • 21 Jul 2022 08:11 PM (IST)

    Presidential Polls 2022: 25 જુલાઈએ રાષ્ટ્રપતિ પદના શપથ લેશે દ્રૌપદી મુર્મુ

    દ્રૌપદી મુર્મુ 25 જુલાઈએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. આસામના 22 અને બિહારના 6 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. મધ્યપ્રદેશના 16 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું. ત્રીજા રાઉન્ડમાં જ રાષ્ટ્રપતિનો નિર્ણય થઈ ગયો.

  • 21 Jul 2022 08:08 PM (IST)

    Presidential Polls 2022: ક્રોસ વોટિંગમાં દ્રૌપદી મુર્મુને 104 ધારાસભ્યો અને 17 સાંસદોના વોટ મળ્યા

    દ્રૌપદી મુર્મુને ક્રોસ વોટિંગ દ્વારા અત્યાર સુધીમાં 104 ધારાસભ્યો અને 17 સાંસદોના વોટ મળ્યા છે. મુર્મુને સમર્થન આપનારા પક્ષોના સાંસદોની સંખ્યા 523 હતી, પરંતુ તેમને 540 મત મળ્યા હતા.એટલે કે 17 સાંસદોએ તેમની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું હતું. એ જ રીતે, અત્યાર સુધીમાં 16 રાજ્યોમાં 104 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરીને દ્રૌપદી મુર્મુને મત આપ્યો છે.

  • 21 Jul 2022 08:04 PM (IST)

    Presidential Polls 2022: દ્રૌપદી મુર્મુને ત્રીજા રાઉન્ડની મતગણતરી બાદ કુલ માન્ય મતોના 50% આંકડાને પાર કર્યો

    દ્રૌપદી મુર્મુએ ત્રીજા રાઉન્ડની મતગણતરી બાદ કુલ માન્ય મતોના 50%નો આંકડો પાર કરી લીધો છે. ત્રીજા રાઉન્ડની મતગણતરીમાં કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા અને પંજાબ સામેલ છે. આ રાઉન્ડમાં કુલ માન્ય મત 1,333 છે. જેની કુલ કિંમત 1,65,664 છે. દ્રૌપદી મુર્મુને 812 વોટ મળ્યા, યશવંત સિંહાને 521 વોટ મળ્યા.

     

  • 21 Jul 2022 07:57 PM (IST)

    Presidential Polls 2022: દ્રૌપદી મુર્મુએ જીતી રાષ્ટ્રપતિની ચૂંટણી

    દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે. ત્રીજા રાઉન્ડની મતગણતરીમાં તેમને રાષ્ટ્રપતિ બનવા માટે જરૂરી 50 ટકા વોટ મળ્યા છે.

  • 21 Jul 2022 07:40 PM (IST)

    Presidential Polls 2022: જીત તરફ આગળ વધી રહી છે મુર્મુ

    એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ ગુરુવારે બીજા રાઉન્ડની મતગણતરી પછી અત્યાર સુધીમાં 10 રાજ્યોમાં તમામ સાંસદો અને ધારાસભ્યો દ્વારા મળેલા કુલ વોટમાંથી 72 ટકા મત મેળવીને પોતાની લીડ મજબૂત કરી છે. હવે ત્રીજા રાઉન્ડની મતગણતરી પણ પૂર્ણ થઈ ગઈ છે. પરિણામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

  • 21 Jul 2022 07:32 PM (IST)

    Presidential Polls 2022: ત્રીજા રાઉન્ડની મતગણતરી ચાલુ

    રાષ્ટ્રપતિની ચૂંટણીની મતગણતરીનાં બે રાઉન્ડની મતગણતરી પૂરી થઈ ગઈ છે અને હવે ત્રીજા રાઉન્ડની મતગણતરી ચાલી રહી છે. દ્રૌપદી મુર્મુ બે રાઉન્ડમાં આગળ છે.

  • 21 Jul 2022 07:15 PM (IST)

    Presidential Polls 2022: ભાજપ કાર્યાલય બહાર સમર્થકોની વધી ભીડ

    રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના નવી દિલ્હીમાં મુખ્યાલયમાં સમર્થકોની વધુ ભીડ એકઠી થઈ છે. આ લોકો રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુની ચૂંટણીની ઉજવણી કરવા માટે ભેગાં થયાં છે.

  • 21 Jul 2022 07:05 PM (IST)

    Presidential Polls 2022: જીત પહેલા જ એસપી સિંહ બઘેલે આપ્યા અભિનંદન

    કેન્દ્ર સરકારમાં રાજ્યમંત્રી એસપી સિંહ બઘેલે દ્રૌપદી મુર્મુની જીતની જાહેરાત પહેલા જ તેમને અભિનંદન પાઠવ્યા છે.

  • 21 Jul 2022 07:03 PM (IST)

    Presidential Polls 2022: જેપી નડ્ડાએ કહ્યું- મુર્મુનો કાર્યકાળ ઘણો સફળ રહેશે

    દ્રૌપદી મુર્મુને લઈને ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડાનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે મને ખાતરી છે કે તેમનો કાર્યકાળ ખૂબ જ સફળ રહેશે.

  • 21 Jul 2022 06:41 PM (IST)

    Presidential Polls 2022: ભાજપનો દાવો- વિપક્ષના 17 સાંસદોએ કર્યા ક્રોસ વોટ

    રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મુની જીત નક્કી જણાય રહી છે. આ દરમિયાન ભાજપના સૂત્રોએ જણાવ્યું છે કે તેમનું અનુમાન છે કે 523 સાંસદોએ મુર્મુને મત આપ્યો છે. પરંતુ મુર્મુને પહેલા રાઉન્ડમાં 540 વોટ મળ્યા હતા. આવામાં ભાજપનો દાવો છે કે વિપક્ષના 17 સાંસદોએ તેમની તરફેણમાં મતદાન કર્યું હતું. પહેલા રાઉન્ડમાં સાંસદો (લોકસભા અને રાજ્યસભા)ના વોટની ગણતરી કરવામાં આવી હતી.

  • 21 Jul 2022 06:25 PM (IST)

    Presidential Polls 2022: વધુ બહુમતીથી જીતી રહી છે દ્રૌપદી મુર્મુ: હિમંતા બિસ્વા સરમા

    આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે દ્રૌપદી મુર્મુ વધુ બહુમતીથી જીતી રહી છે. ભારતને પહેલા આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ મળશે. દેશના લોકો માટે આ ઐતિહાસિક ક્ષણ છે.

  • 21 Jul 2022 06:01 PM (IST)

    Presidential Polls 2022: 10 રાજ્યોની મત ગણતરી પૂરી

    રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 10 રાજ્યોની મત ગણતરી પૂરી થઈ ગઈ છે.

  • 21 Jul 2022 05:56 PM (IST)

    Presidential Polls 2022: સાંસદોના વોટનું મૂલ્ય ઘટ્યું

    જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ન હોવાને કારણે આ વખતે સાંસદોના વોટનું મૂલ્ય 708થી ઘટીને 700 પર આવી ગયું છે.

  • 21 Jul 2022 05:40 PM (IST)

    Presidential Polls 2022: બીજા રાઉન્ડમાં દ્રૌપદી મુર્મુને 809 વોટ મળ્યા - રાજ્યસભાના મહાસચિવ

    રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીને બીજા રાઉન્ડની મતગણતરી વિશે જાણકારી આપતા જણાવ્યું કે મતગણતરીના બીજા રાઉન્ડમાં પહેલા 10 રાજ્યોના બેલેટ પેપરને મૂળાક્ષરો પ્રમાણે ગણવામાં આવ્યા હતા. જેમાં કુલ 1138 માન્ય મત હતા જેનું મૂલ્ય 1,49,575 હતી. તેમાંથી દ્રૌપદી મુર્મુને 809 વોટ મળ્યા, જેનું મૂલ્ય 1,05,299 છે અને યશવંત સિંહાને 329 વોટ મળ્યા, જેનું મૂલ્ય 44,276 છે.

  • 21 Jul 2022 05:36 PM (IST)

    Presidential Polls 2022: બીજા રાઉન્ડની ગણતરી પૂરી, દ્રૌપદી મુર્મુ છે આગળ

    રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બીજા રાઉન્ડની મતગણતરી પણ પૂરી થઈ ગઈ છે. અત્યાર સુધી દ્રૌપદી મુર્મુને કુલ 1349 વોટ મળ્યા છે. જ્યારે યશવંત સિંહાને અત્યાર સુધીમાં 537 વોટ મળ્યા છે. દ્રૌપદી મુર્મુને મળેલા કુલ મતોની કિંમત 4.83 લાખ થઈ ગઈ છે. જ્યારે યશવંત સિંહાના કુલ મતોની કિંમત 1.89 લાખ છે.

  • 21 Jul 2022 05:23 PM (IST)

    Presidential Polls 2022: એકથી દોઢ કલાકમાં આવી શકે છે પરિણામ

    રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ધારાસભ્યોના મતોની ગણતરી ચાલી રહી છે. પરિણામ એકથી દોઢ કલાકમાં આવી શકે છે. દ્રૌપદી મુર્મુના ગામમાં જશ્નનો માહોલ છે.

  • 21 Jul 2022 05:20 PM (IST)

    Presidential Polls 2022: પરિણામ પહેલા જ જશ્નનો માહોલ

    રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો આવે તે પહેલા જ જશ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દિલ્હીથી ઓડિશા સુધી ઉત્સવનો માહોલ છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દિલ્હીમાં લોક કલાકારો સાથે આદિવાસી નૃત્યમાં જોડાયા હતા.

  • 21 Jul 2022 05:19 PM (IST)

    Presidential Polls 2022: ગમે ત્યારે થઈ શકે છે નવા પ્રમુખની જાહેરાત

    સાંસદો બાદ ધારાસભ્યોના મતોની ગણતરી ચાલી રહી છે. રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ ગમે ત્યારે આવી શકે છે. દ્રૌપદી મુર્મુએ વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાએ પણ નોંધપાત્ર લીડ મેળવી લીધી છે.

  • 21 Jul 2022 04:24 PM (IST)

    Presidential Polls 2022: 'મહામહિમ' માટે બીજા રાઉન્ડની મતગણતરી શરૂ

    'મહામહિમ' માટે પ્રથમ રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ છે. બીજા રાઉન્ડની ગણતરી શરૂ છે. હાલ ધારાસભ્યોના મતોની ગણતરી શરૂ છે. થોડીવારમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે દેશના આગામી રાષ્ટ્રપતિ કોણ હશે ? દ્રૌપદી મુર્મૂની જીત લગભગ નિશ્ચિત જ ગણાઈ રહી છે.

  • 21 Jul 2022 03:56 PM (IST)

    Presidential Polls 2022: PM નરેન્દ્ર મોદી આવતીકાલે રામનાથ કોવિંદ માટે વિદાય રાત્રિભોજનનું આયોજન કરશે

    PM નરેન્દ્ર મોદી આવતીકાલે સાંજે 5:30 વાગ્યાથી દિલ્હીની હોટેલ અશોકામાં વિદાય લેતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે વિદાય રાત્રિભોજનનું આયોજન કરશે.

  • 21 Jul 2022 03:51 PM (IST)

    President Election Results 2022: દ્રૌપદી મુર્મુ વિશે ધર્મેન્દ્ર પ્રધાને કરી મોટી વાત

    સમાજના વંચિત વર્ગ, આદિવાસીઓ, મહિલાઓ અને પૂર્વોત્તર ભારતમાં અપાર ખુશી અને ઉત્સાહનો માહોલ છે. પ્રથમવાર લોકતંત્રનો સાચો અર્થ સામે આવી રહ્યો છે. સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી આવતા નેતા દેશના સર્વોચ્ચ પદ પર બિરાજશે. આ લોકતંત્ર માટે પણ સિદ્ધિ સમાન છે: ધર્મેન્દ્ર પ્રધાન

  • 21 Jul 2022 03:20 PM (IST)

    Presidential Polls 2022: PM મોદી દ્રૌપદી મુર્મૂના ઘરે જશે

    PM મોદી જીત બાદ દ્રૌપદી મુર્મીને મળવા જશે. વડાપ્રધાન મોદી મુર્મૂના ઘરે જશે અને તેમને જીતની શુભેચ્છાઓ આપશે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા પણ તેમની સાથે જશે. જીત બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રોડ શો કરે તેવી પણ શક્યતા  છે.

  • 21 Jul 2022 03:14 PM (IST)

    Presidential Polls 2022: મુર્મૂને મળ્યા સાંસદોના 540 મત- પી.સી. મોદી

    રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીએ જણાવ્યુ કે દ્રૌપદી મુર્મૂને 3 લાખ 78 હજારની લીડ સાથે 540 મત મેળવ્યા છે અને યશવંત સિન્હાએ 1 લાખ 45 હજાર 600ના મહત્વ સાથે 208 મત મળ્યા છે. કુલ 15 મત ગેરલાયક ઠર્યા છે.

  • 21 Jul 2022 03:06 PM (IST)

    Presidential Election 2022 Results: પ્રથમ તબક્કામાં મુર્મૂ આગળ

    NDAના રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર દ્રૌપદી મુર્મૂના પૈતૃક ગામ રાયરંગપુરમાં લોકો જશ્ન મનાવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતોની ગણતરીમાં પ્રથમ તબક્કામાં મુર્મૂ આગળ ચાલી રહ્યા છે.

  • 21 Jul 2022 03:01 PM (IST)

    Presidential Election 2022: સૌ પ્રથમ કેરલથી આવેલી મતપેટી ખોલાઈ

    સત્તારૂઢ NDA ગઠબંધન તરફથી દ્રૌપદી મુર્મૂ અને વિપક્ષ તરફથી યશવંત સિન્હા ઉમેદવાર છે. ઔપચારિક મતગણના શરૂ થયા પહેલા વિવિધ રાજ્યોના સાંસદોના લીલા રંગના મતપત્રોને ખોલવામાં કરવામાં આવી રહ્યા છે. આલ્ફાબેટ અનુસાર, કેરલ અને મેઘાલય સહિત વિવિધ રાજ્યોની મતપેટીઓને ખોલવામાં આવી છે. ધારાસભ્યોએ લીલા રંગના મતપત્ર પર વોટ આપ્યો હતો.

  • 21 Jul 2022 02:40 PM (IST)

    President Election Results 2022: દ્રૌપદી મુર્મુના પૈતૃક ગામમાં જશ્નનો માહોલ

    NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુના પૈતૃક ગામ રાયરંગપુરમાં લોકો જશ્નના રંગમાં રંગાઈ રહ્યા છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતોની ગણતરી શરૂ છે.

    અહીં જુઓ વીડિયો

  • 21 Jul 2022 02:34 PM (IST)

    Presidential Elections Result: યુપીના ધારાસભ્યોના મતોનું મૂલ્ય સૌથી વધુ

    ઉત્તરપ્રદેના એક ધારાસભ્યના વોટનું મૂલ્ય સૌથી વધુ 208 છે. ત્યારબાદ ઝારખંડ અને તમિલનાડુના ધારાસભ્યોના મતનું મૂલ્ય 176 છે. તો મહારાષ્ટ્રના ધારાસભ્યોના વોટનું મૂલ્ય 175 છે. સિક્કિમના ધારાસભ્યના વોટનુ મૂલ્ય ફક્ત 7 છે. જે સમગ્ર દેશમાં સૌથી ઓછુ છે.

  • 21 Jul 2022 01:35 PM (IST)

    President Election Results: પહેલા સાંસદોના મત ગણવામાં આવી રહ્યા છે

    રાષ્ટ્રપતિ ચૂંટણીમાં થયેલા મતદાનમાં પહેલા સાંસદોના મતની ગણતરી કરવામાં આવી રહી છે. ભાજપે દાવો કર્યો છે કે દ્રૌપદી મુર્મુની જીત નક્કી છે.

  • 21 Jul 2022 01:32 PM (IST)

    Presidential Election Results Live: મતોની ગણતરી માટે ખૂલ્યુ બોક્સ

  • 21 Jul 2022 12:53 PM (IST)

    President Election Results: ભાજપે કરી વિજય સરઘસની તૈયારી

    ભાજપ અને એનડીએને સંપૂર્ણ વિશ્વાસ છે કે દ્રૌપદી મુર્મુ જ વિજયી બનશે. ભાજપે વિજય સરઘસની પણ તૈયારીઓ શરૂ કરી લીધી છે. આ ઉપરાંત જીત બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ત્રણ કિલોમીટર લાંબો રોડ શો કરશે.

  • 21 Jul 2022 12:43 PM (IST)

    Presidential Election Results: દ્રૌપદી મુર્મુના પોસ્ટર સાથે સુરતની શાળાના બાળકો

    સુરતની એક શાળામાં દ્રૌપદી મુર્મુના પોસ્ટર સાથે બાળકો જોવા મળ્યા

  • 21 Jul 2022 12:34 PM (IST)

    Presidential Election Results Live: દરેક લોકો માટે કામ કરવાનુ લક્ષ્ય: નડ્ડા

    ભાજપ (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ગઈકાલે રાષ્ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ પદ માટે જગદીપ ધનખડને ઉમેદવાર બનાવવાને પાર્ટીના નિર્ણયનો હવાલો આપતા કહ્યુ કે તેમની પાર્ટી દરેક લોકો માટે કામ કરવાના લક્ષ્યને હકીકત બનાવી રહી છે.

  • 21 Jul 2022 11:55 AM (IST)

    Result of presidential election 2022 : કિરણ રિજિજુએ મુર્મુ વિશે કહ્યુ ''સમગ્ર દેશ માટે ગર્વની વાત''

    કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યુ, '' પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ હોવાથી ફક્ત આદિવાસીઓ જ નહીં પરંતુ સમગ્ર દેશને પણ ગર્વની અનુભૂતિ થશે"

  • 21 Jul 2022 11:46 AM (IST)

    President election result 2022 : દ્રૌપદી મુર્મુના ભાઈએ કરી આ મોટી વાત

    NDA ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુના ભાઈ તારીનસેન ટુડુએ કહ્યું કે, અમારા ગામમાં ખુશીનો માહોલ છે કારણ કે અમને આશા છે કે દ્રૌપદી મુર્મુ ભારતના આગામી રાષ્ટ્રપતિ બનશે. આદિવાસી સમુદાય, ઓડિશા અને દેશ માટે આ ગૌરવની વાત છે.

  • 21 Jul 2022 11:30 AM (IST)

    Presidential election results india : દ્રૌપદી મુર્મૂના નિવાસસ્થાનને શણગારવામાં આવ્યુ

    રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો આજે સાંજ સુધીમાં જાહેર થઈ જશે. NDA ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુના ઘરે તૈયારીઓ કરવામાં આવી રહી છે. મુર્મૂની જીત લગભગ નિશ્વિત માનવામાં આવી રહી છે.

  • 21 Jul 2022 11:01 AM (IST)

    Presidential election Results 2022: રાષ્ટ્રપતિની પસંદગી માટે મતોની ગણતરી શરૂ

    દેશના 15માં રાષ્ટ્રપતિની પસંદગી માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. દ્રૌપદી મુર્મુની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે.

  • 21 Jul 2022 10:38 AM (IST)

    Presidential election Results Live Updates : 21 જુલાઈના રોજ દેશને મળી હતી પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ

    15 વર્ષ પહેલા આ દિવસે(21 જુલાઈ)  દેશને પ્રતિભા પાટિલના રૂપમાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ મળ્યા હતા. 19 ડિસેમ્બર 1934ના રોજ જન્મેલા પ્રતિભા પાટીલ 2007-2012 દરમિયાન દેશના 12મા રાષ્ટ્રપતિ બન્યા. તેઓ દેશના આ સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળનાર પ્રથમ મહિલા હતા. મહત્વનું છે કે,પ્રતિભાએ 21 જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી અને 25 જુલાઈ 2007ના રોજ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.

  • 21 Jul 2022 10:34 AM (IST)

    Presidential election Results Live: રાજ્યો અને કેન્દ્રશાશિત પ્રદેશોની આ રીતે મતગણતરી થશે

    સૌથી પહેલા સંસદ ભવનમાં પડેલા તમામ મતોની ગણતરી કરવામાં આવશે. આ મતોની ગણતરી બાદ રાજ્યોમાં પડેલા મતોની ગણતરી શરૂ થશે.તમને જણાવી દઈએ કે, રાજ્યો અને કેન્દ્રશાશિત પ્રદેશોની અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે મતગણતરી કરવામાં આવશે.

  • 21 Jul 2022 10:05 AM (IST)

    Presidential election Results 2022 : મતગણતરી પહેલા દ્રૌપદી મુર્મૂનું ટ્વિટ

    રાષ્ટ્રપતિની ચૂંટણીની મતગણતરી પહેલા દ્રૌપદી મુર્મુએ ટ્વીટ કર્યું કે 'જીવન એક અરીસો છે, તે ત્યારે જ હસશે જ્યારે આપણે હસીશું.'

  • 21 Jul 2022 10:04 AM (IST)

    Presidential election Results Live Updates : મુર્મુની જીત પર BJP દિલ્હીમાં કરશે ઉજવણી

    ભારતીય જનતા પાર્ટીના દિલ્હી એકમના નેતાઓએ આજે ​​સાંજે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મત ગણતરી બાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની આગેવાનીમાં એક વિશાળ 'અભિનંદન યાત્રા'નું આયોજન કર્યું છે, જેમાં હજારો નેતાઓ અને કાર્યકરો હાજરી આપશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની "ઐતિહાસિક જીત"ની ઉજવણી કરવામાં આવશે.

  • 21 Jul 2022 09:56 AM (IST)

    Presidential election Results Live : આ વખતે કોણ જીતશે ?

    રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ વર્ષ 2017માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 10,69,358 માંથી 7,02,044 મત મેળવીને જીત હાંસલ કરી હતી. જ્યારે તેમના હરીફ મીરા કુમારને માત્ર 3,67,314 વોટ મળ્યા હતા. હવે સૌની નજર આ વખતે ચૂંટણીમાં કયા ઉમેદવારને સૌથી વધુ મત મળે છે તેના પર છે.

  • 21 Jul 2022 09:37 AM (IST)

    Presidential election Results : શિક્ષકે મુર્મુના શાળાના દિવસોને યાદ કર્યા

    દ્રૌપદી મુર્મુ ભણતા હતા ત્યાંની મુખ્ય શિક્ષિકાને પણ તેના શાળાના દિવસો યાદ આવ્યા. તેના શાળાના દિવસોને યાદ કરતાં  શિક્ષક બિશ્વેશ્વર મોહંતીએ કહ્યું કે, મુર્મુ ખૂબ જ સારી વિદ્યાર્થી હતી. તે હંમેશા લોકો માટે કામ કરવા માંગતી હતી. 1968 થી 1970 સુધી હું આ શાળામાં મુખ્ય શિક્ષક હતો. તે દરમિયાન મુર્મુ શાળામાં અભ્યાસ કરતી હતી. જ્યારે મને દ્રૌપદી મુર્મુની ઉમેદવારી વિશે ખબર પડી ત્યારે હું ખૂબ જ ખુશ થયો.

  • 21 Jul 2022 09:31 AM (IST)

    Presidential election Results Live Updates : યુપીના ધારાસભ્યોના મતનું મૂલ્ય સૌથી વધુ

    ઉત્તર પ્રદેશના ધારાસભ્યના મતનુ મહત્તમ મૂલ્ય 208 છે. આ પછી ઝારખંડ અને તમિલનાડુના ધારાસભ્યોના મતનુ મૂલ્ય 176 છે, તો મહારાષ્ટ્રના ધારાસભ્યોના મતનું મૂલ્ય 175 છે. સિક્કિમના ધારાસભ્યના મતનું મૂલ્ય માત્ર સાત છે જે સમગ્ર દેશમાં સૌથી ઓછું છે. તે જાણીતું છે કે પ્રતિભા પાટીલને દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ છે, જેઓ 2007 માં ટોચના બંધારણીય પદ માટે ચૂંટાયા હતા.

  • 21 Jul 2022 09:29 AM (IST)

    Presidential election Results Live : દ્રૌપદી મુર્મુને 27 પક્ષોએ સમર્થન આપ્યુ હતુ

    27 પક્ષોના સમર્થન સાથે દ્રૌપદી મુર્મુનુ પલ્લુ ભારી છે. બીજી તરફ, સિંહાને માત્ર 14 પક્ષોના સમર્થનથી લગભગ 3.5 લાખ મત મળવાની ધારણા છે.

  • 21 Jul 2022 09:16 AM (IST)

    Presidential election Results : આ રીતે મતગણતરી થશે

    સૌથી પહેલા સંસદ ભવનમાં પડેલા તમામ મતોની ગણતરી કરવામાં આવશે. આ મતોની ગણતરી બાદ રાજ્યોમાં પડેલા મતોની ગણતરી શરૂ થશે.તમને જણાવી દઈએ કે, રાજ્યો અને કેન્દ્રશાશિત પ્રદેશોની અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે મતગણતરી કરવામાં આવશે.

  • 21 Jul 2022 08:39 AM (IST)

    Presidential Polls 2022 Live : રાષ્ટ્રપતિની ચૂંટણી પરિણામો પહેલા વિજયની તૈયારીઓ

    રાષ્ટ્રપતિની ચૂંટણી પરિણામો પહેલા દ્રૌપદી મુર્મુના ગામમાં મીઠાઈઓ તૈયાર કરવામાં આવી રહી છે. સાથે જ વિજય સરઘસનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.

  • 21 Jul 2022 08:24 AM (IST)

    Presidential Polls Counting : સાંજ સુધીમાં પરિણામ આવશે

    આ ચૂંટણીઓ માટે રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીને મુખ્ય ચૂંટણી અધિકારી બનાવવામાં આવ્યા છે. તેઓ મત ગણતરીની દેખરેખ રાખશે. સાંજ સુધીમાં પરિણામ આવવાની શક્યતા છે.

  • 21 Jul 2022 07:29 AM (IST)

    President Election Result Live : તમામ રાજ્યોમાંથી બેલેટ પેપર સંસદ ભવનમાં લાવવામાં આવ્યા

    તમામ રાજ્યોમાંથી બેલેટ પેપર સંસદ ભવનમાં લાવવામાં આવ્યા છે.ચૂંટણી અધિકારીઓ સંસદના રૂમ નંબર 63 માં મત ગણતરી કરશે.

  • 21 Jul 2022 07:27 AM (IST)

    President Election Result 2022: આઠ સાંસદોએ મત નથી આપ્યો

    ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સોમવારે થયેલા મતદાનમાં કુલ મતદારોમાંથી 99 ટકાથી વધુ મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં ભાજપના સાંસદ સની દેઓલ અને સંજય ધોત્રે સહિત આઠ સાંસદો તેમના મત આપવાનું ચૂકી ગયા હતા.

  • 21 Jul 2022 07:26 AM (IST)

    President Election Result Live Updates : ઓડિશાનું ઉપરબેડા ગામ ઉજવણી માટે તૈયાર

    ઓડિશાના મયુરભંજ જિલ્લાનું ઉપરબેડા ગામ જ્યાં NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુનો જન્મ થયો હતો,ત્યાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો દ્રૌપદી મુર્મુનો વિજય થશે તો ગ્રામવાસીઓ આ દિવસને 'વિજય દિવસ' તરીકે મનાવશે.

  • 21 Jul 2022 07:21 AM (IST)

    President Election Result Live : આજે દેશને નવા રાષ્ટ્રપતિ મળશે

    રાષ્ટ્રપતિ ચૂંટણી માટે 18 જુલાઈએ મતદાન થયું હતુ. દ્રૌપદી મુર્મુ NDA તરફથી છે જ્યારે યશવંત સિંહા વિરોધ પક્ષના ઉમેદવાર છે.આજે દેશને નવા રાષ્ટ્રપતિ મળશે.જેના માટે સવારે 11 કલાકથી સંસદભવન ખાતે મતગણતરી શરૂ થશે.

Published On - Jul 21,2022 7:17 AM

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">