AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સીમા હૈદરે ગત વર્ષે જ કેમ બનાવ્યું ID કાર્ડ? UP ATSએ ઉઠાવ્યા સવાલ, જાણો

સીમા હૈદરનું પાકિસ્તાની ઓળખ કાર્ડ 20 સપ્ટેમ્બર 2022ના રોજ જારી કરવામાં આવ્યું હતું. તેથી જ હવે સીમાને પૂછવામાં આવી રહ્યું છે કે આટલા વિલંબ પછી પાકિસ્તાની નાગરિકતા આઈડી કાર્ડ કેમ બનાવવામાં આવ્યું? જ્યારે આવા ઓળખપત્રો જન્મથી જ બને છે. 

સીમા હૈદરે ગત વર્ષે જ કેમ બનાવ્યું ID કાર્ડ? UP ATSએ ઉઠાવ્યા સવાલ, જાણો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2023 | 9:22 PM
Share

Seema Haider: સીમા હૈદરનું પાકિસ્તાની ઓળખપત્ર પણ તપાસમાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ ATS ની ટીમ હવે પાકિસ્તાની મહિલાને તેના ઓળખ કાર્ડ અંગે પૂછપરછ કરી રહી છે. ખાસ વાત એ છે કે આ ઓળખ આઈડી કાર્ડ 20 સપ્ટેમ્બર 2022ના રોજ આપવામાં આવ્યું હતું. તેથી જ સીમાને પૂછવામાં આવી રહ્યું છે કે આટલા વિલંબ પછી પાકિસ્તાની નાગરિકતા આઈડી કાર્ડ કેમ બનાવવામાં આવ્યું? જ્યારે આવા ઓળખપત્રો જન્મથી જ બને છે.

મહત્વનુ છે કે સમય જતાં પાકિસ્તાની સીમા હૈદરને અલી અનેકો ટ્વિસ્ટ આવી રહ્યા છે. તેના આપવામાં આવેલા નિવેદન પર હવે શંકાઓ ઊપજી રહી છે. તેના વિશે નવી માહિતી આવી રહી છે. જેના થી સ્પષ્ટ થાય છે કે આ ફક્ત લવ સ્ટોરી નથી જે દેશોની સીમાઓ પરિ કરી છે. આ વાર્તા પાછળ કંઈક છુપાયેલું જરુર છે.

સીમા હૈદરની વાત અનુસાર, તે પાકિસ્તાનના સિંધમાં રહેતી હતી. આ દરમિયાન તેને ગ્રેટર નોઈડા (ઉત્તર પ્રદેશ)માં રહેતા PUBG પાર્ટનર સચિન મીણા સાથે પ્રેમ થયો હતો. જેને લઈ સીમા પાકિસ્તાનથી UAE પહોંચી જ્યાં તે શારજાહ ગઈ હતી. ત્યાંથી નેપાળ પહોંચી અને ત્યારબાદ તે ભારતમાં પ્રવેશી ગઈ હતી.

સીમા હૈદરના પરિવારનું નોંધણી પ્રમાણપત્ર

સીમા હૈદરના પરિવારનું નોંધણી પ્રમાણપત્ર

ઘરેલું હિંસાને લઈ આ પ્રકારનું પગલું લીધું યોગ્ય નહીં લાગી રહ્યું હોવાનું પણ સામે આવ્યું છે. ખેરખર આવા અનેક એવા તથ્યો છે જે શંકા પેદા કરે છે. જેના કારણે UP ATS બે દિવસથી પાકિસ્તાની મહિલાની પૂછપરછ કરી રહી છે. બીજી તરફ સીમા જે રીતે ખચકાટ વિના તરત જ તમામ પ્રશ્નોના જવાબ આપી રહી છે તે જોતા એટીએસ એલર્ટ છે કે સીમા હૈદર ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ ન કરે.

UP એટીએસને એવી આશંકા છે કે સીમા હૈદરને ક્યાંક કોઈ રસ્તો બતાવી રહ્યું છે. હજુ સુધી તપાસ એજન્સીઓ એ શોધી શકી નથી કે સીમાના પરિવારમાં કેટલા લોકો છે? સાસરીવાળા અને મામાના ઘરે કેટલા લોકો છે? તેઓ બધા શું કરે છે અને તેઓ ક્યાં રહે છે? એટીએસ પણ આ અંગે પૂછપરછ કરી રહી છે.  આ દરમિયાન પાકિસ્તાનના આતંકવાદીઓ ધમકી આપી રહ્યા છે કે સરહદેથી પાકિસ્તાન પરત મોકલો નહીંતર તેઓ ત્યાંના હિન્દુઓ પર અત્યાચાર કરશે. એટીએસની ટીમે ફરી સીમા હૈદર અને સચિનના પિતાને પૂછપરછ માટે લીધા છે. આજે ફરી બંનેની પૂછપરછ કરવામાં આવશે.

 આ પણ વાંચો  : સીમા હૈદર અને સચિન મીણાની લવ સ્ટોરીનું ધ એન્ડ, પાકિસ્તાન ડિપોર્ટ કરવામાં આવશે

પરંતુ એ ચોક્કસ છે કે સીમા હૈદરની વાર્તા એટલી સરળ નથી જેટલી તે સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે. સીમા પોતાના વિશે જે કહી રહી છે તે સંપૂર્ણ સત્ય નથી અને ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ને પણ આ જ બાબત પર શંકા છે, જેણે UP ATSને ચેતવણી આપી હતી. 

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો
દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો
ઉત્તરાયણને સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવા શિક્ષણ વિભાગનો પ્રયાસ
ઉત્તરાયણને સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવા શિક્ષણ વિભાગનો પ્રયાસ
ગાંધીનગરમાં વકર્યો ટાઇફોઇડ, અત્યાર સુધીમાં કુલ 144 કેસ નોંધાયા
ગાંધીનગરમાં વકર્યો ટાઇફોઇડ, અત્યાર સુધીમાં કુલ 144 કેસ નોંધાયા
મોલમાં ધમધમતી ડ્રગ્સ લેબ ઝડપાઈ, સુરત SOGની મોટી કાર્યવાહી, 3 ઝડપાયા
મોલમાં ધમધમતી ડ્રગ્સ લેબ ઝડપાઈ, સુરત SOGની મોટી કાર્યવાહી, 3 ઝડપાયા
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની IOC મુલાકાતે લેશે
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની IOC મુલાકાતે લેશે
પાણીપુરી ના શોખીનો સાવધાન! પકોડી ખાતા પહેલા એકવાર જોઈ લેજો આ Video
પાણીપુરી ના શોખીનો સાવધાન! પકોડી ખાતા પહેલા એકવાર જોઈ લેજો આ Video
હર્ષ સંઘવી પીડિતો માટે બન્યા દેવદૂત, ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન ચલાવ્યુ
હર્ષ સંઘવી પીડિતો માટે બન્યા દેવદૂત, ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન ચલાવ્યુ
હાડ થીજવતી ઠંડી. નલિયા 7.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર
હાડ થીજવતી ઠંડી. નલિયા 7.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર
બિઝનેસમાં તમને સફળતા મળશે, આધ્યાત્મિક ગુરુ પાસે જઈ શકો છો
બિઝનેસમાં તમને સફળતા મળશે, આધ્યાત્મિક ગુરુ પાસે જઈ શકો છો
g clip-path="url(#clip0_868_265)">