AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોના પ્રતિબંધ વચ્ચે તમિલનાડુમાં શરૂ થયું Jallikattu, જુઓ વીડિયો, જાણો કેમ રમાય છે આ ખતરનાક રમત

Pongal festival 2022 : જલ્લીકટ્ટુ 2000 વર્ષ જૂની રમત છે, જે તમિલનાડુની સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. જલ્લીકટ્ટુ ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાં સહભાગીઓ નિર્ધારિત સમયની અંદર બળદને નિયંત્રિત કરે છે અને તેના શિંગડામાં રહેલી સિક્કાઓની થેલી મેળવે છે.

કોરોના પ્રતિબંધ વચ્ચે તમિલનાડુમાં શરૂ થયું Jallikattu, જુઓ વીડિયો, જાણો કેમ રમાય છે આ ખતરનાક રમત
Jallikattu (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2022 | 10:36 AM
Share

jallikattu : તમિલનાડુ(Tamilnadu)માં પોંગલના અવસર પર રાજ્યના ઘણા વિસ્તારોમાં જલ્લીકટ્ટુ (Jallikattu)સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મદુરાઈના અવનિયાપુરમ વિસ્તારમાં જલ્લીકટ્ટુ સ્પર્ધામાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો. આ દરમિયાન અનેક લોકો ઘાયલ થયા હતા. જલ્લીકટ્ટુ એ તમિલનાડુના ગ્રામીણ વિસ્તારોમાં એક પરંપરાગત રમત છે, જેનું આયોજન પોંગલ તહેવાર (Pongal festival) દરમિયાન કરવામાં આવે છે, જ્યાં બળદને માણસો સામે લડાવવામાં આવે છે.

જલ્લીકટ્ટુ (Jallikattu) બે તમિલ શબ્દો જલી અને કટ્ટુને જોડીને બનાવવામાં આવ્યું છે. તમિલમાં જલ્લી એટલે સિક્કાની થેલી અને કટ્ટુ એટલે બળદનું શિંગડું. જલ્લીકટ્ટુને તમિલનાડુના ગૌરવ અને સંસ્કૃતિનું પ્રતીક કહેવામાં આવે છે.તે 2000 વર્ષ જૂની રમત છે જે તેમની સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. જલ્લીકટ્ટુ ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાં સહભાગીઓ નિર્ધારિત સમયની અંદર બળદને નિયંત્રિત કરે છે અને તેના શિંગડામાં રહેલી સિક્કાઓની થેલી મેળવે છે.

તમિલનાડુ સરકારે કોરોનાને કારણે SOP જાહેર કરી

તમિલનાડુ સરકાર દ્વારા જાહેર કરાયેલી SOP મુજબ, બેઠક ક્ષમતાના માત્ર 50 ટકા લોકોને જ તહેવારમાં હાજરી આપવાની મંજૂરી છે. માર્ગદર્શિકામાં, સરકારે રમત દરમિયાન માત્ર 150 દર્શકોને મંજૂરી આપી છે. આ ઉપરાંત, તહેવારમાં હાજરી આપનારાઓએ રસીના બંને ડોઝ અથવા RT PCR ટેસ્ટ રિપોર્ટ લેવો ફરજિયાત રહેશે. RTPCR ટેસ્ટ રિપોર્ટ 48 કલાકથી વધુ જૂનું ન હોવો જોઈએ.

સુપ્રીમ કોર્ટે 2014માં પ્રતિબંધ લગાવ્યો હતો

ફોર્મેટના નામ છે વાટી મંજુ વિરાટ્ટુ, બીજું વેલી વિરાટ્ટુ અને ત્રીજું વાતમ મંજુવિરટ્ટુ. અગાઉ તેને યેરુથાઝુવુથલ તરીકે પણ ઓળખવામાં આવતું હતું.આ સમય દરમિયાન બળદને પ્રેરિત કરવા માટે અમાનવીય વર્તનની અનેક ફરિયાદો બાદ 2014માં સુપ્રીમ કોર્ટે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. 2017માં, તમિલનાડુ સરકારે “સાંસ્કૃતિક વારસાને જાળવવા અને બળદની સ્વદેશી જાતિના અસ્તિત્વ અને સાતત્યને સુનિશ્ચિત કરવા” પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ, 1960માં સુધારો કરવા માટે કાયદો ઘડ્યો હતો. આ પછી જલ્લીકટ્ટુના આયોજન પરનો પ્રતિબંધ પણ ખતમ થઈ ગયો.

બળદને પકડવા લોકો આ રીતે તૂટી પડે છે

જલ્લીકટ્ટુ એ બળદને નિયંત્રિત કરવાની રમત છે. ખાસ પ્રશિક્ષિત બળદોને બંધ જગ્યામાંથી મુક્ત કરવામાં આવે છે, બહારના લોકોની ફોજ રમવા માટે તૈયાર રહે છે. તે જ સમયે, બેરિકેડિંગની બહાર, મોટી સંખ્યામાં દર્શકો તેનો આનંદ માણવા માટે વ્યસ્ત રહે છે. બળદ છોડતાની સાથે જ તે દોડતો બહાર આવે છે, જેને પકડવા લોકો તુટી પડે છે. રમતમાં ખરું કામ બળદના ખૂંધને પકડીને તેને અટકાવવાનું છે અને પછી શિંગડામાં કપડાથી બાંધેલા સિક્કાને દૂર કરવાનું છે.

આ પણ વાંચોઃ

S-400 મિસાઇલ સિસ્ટમની ખરીદી મામલે અમેરિકી પ્રતિબંધોથી બચી શકે છે ભારત, રાષ્ટ્રપતિ જો બાઇડના સહયોગીએ આપ્યો આ સંકેતતમિલનાડુ

આ પણ વાંચોઃ

Share Market : નબળા વૈશ્વિક સંકેત સાથે પ્રારંભિક કારોબાર લાલ નિશાન નીચે સરક્યો, Sensex 60,757 સુધી નીચલા સ્તરે પહોંચ્યો

g clip-path="url(#clip0_868_265)">