AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: PM મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે ‘ખાસ વાતચીત’, અનેક મોટા મુદ્દાઓ પર થઈ ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે એક અત્યંત મહત્ત્વપૂર્ણ વાતચીત થઈ છે. આમાં બંને મહાનુભાવ વચ્ચે દેશના હિત અને ભવિષ્યની રણનીતિને લઈને અનેક મોટા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર PM મોદીએ આ વાતચીતના સંકેત આપતા જ વૈશ્વિક રાજકારણમાં ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.

Breaking News: PM મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે 'ખાસ વાતચીત', અનેક મોટા મુદ્દાઓ પર થઈ ચર્ચા
| Updated on: Sep 30, 2026 | 8:39 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે 30 સપ્ટેમ્બરને સાંજે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી. બંને નેતાઓ વચ્ચે વેપાર, સંરક્ષણ, ઊર્જા, ટેકનોલોજી અને પરસ્પર સહયોગ સહિત અનેક મહત્વના મુદ્દાઓ પર વાતચીત થઈ. બંને દેશો પોતાની ‘વ્યાપક વૈશ્વિક વ્યુહાત્મક ભાગીદારી’ ને આગળ ધપાવવા માટે સતત સંપર્કમાં રહેવા માટે સહમત થયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ‘અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સાર્થક વાતચીત થઈ. અમે વેપાર, સંરક્ષણ, ઊર્જા, મહત્વપૂર્ણ ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં આપણા પરસ્પર સહયોગની સમીક્ષા કરી. અમે અમારી ‘વ્યાપક વૈશ્વિક વ્યુહાત્મક ભાગીદારી’ ને આગળ વધારવા માટે નજીકનો સંપર્ક જાળવી રાખવા પર સહમત થયા છીએ.’

PM મોદીએ જણાવ્યું કે, ‘અમે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું, જેમાં વૈશ્વિક શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે થઈ રહેલા પ્રયાસો પણ જોડાયેલા છે.’

G7 માં PM મોદી અને ટ્રમ્પની મુલાકાત

નોંધનીય છે કે, ફ્રાન્સના એવિયનમાં આયોજિત G7 શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. આ દરમિયાન ભારત-અમેરિકા સંબંધો, વેપાર અને પશ્ચિમ એશિયામાં શાંતિના પ્રયાસો પર પણ ચર્ચા થઈ હતી.

વડાપ્રધાન મોદીએ ઈરાન સાથે શાંતિ સમજૂતીના પ્રયાસો માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પની સરાહના કરી હતી. તેમણે કહ્યું હતું કે, પશ્ચિમ એશિયામાં શાંતિની દિશામાં થયેલી પ્રગતિથી આશાનું નવું કિરણ દેખાઈ રહ્યું છે અને આશા છે કે, આ શાંતિ જળવાઈ રહેશે.

હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લો રાખવા પર ‘ભાર’

પીએમ મોદીએ વાતચીત દરમિયાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝના મહત્વનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ સમુદ્રી માર્ગ ખુલ્લો રહેવો પૂરી દુનિયા માટે જરૂરી છે. આની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પણ મોટી અસર પડે છે. વડાપ્રધાને ભારતીય સમુદ્રી જહાજો અને તેમાં કામ કરતા લોકોની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

તેમણે એ પણ કહ્યું હતું કે, ભારતના લાખો સી-ફેરર (નાવિકો) દુનિયાના અલગ-અલગ ભાગોમાં કામ કરે છે અને વૈશ્વિક વેપારમાં યોગદાન આપે છે. એવામાં તેમની સુરક્ષા પણ ખૂબ જરૂરી છે. પીએમ મોદીએ આશા વ્યક્ત કરી હતી કે, ઈરાન સાથે થયેલા સમજૂતીમાં સમુદ્રી જહાજો અને તેમાં સવાર લોકોની સુરક્ષાને પણ પ્રાથમિકતા આપવામાં આવશે.

ભારત-અમેરિકા સંબંધો પર પણ થઈ હતી ‘વાત’

પીએમ મોદીએ કહ્યું હતું કે, ગયા વર્ષે વોશિંગ્ટનમાં થયેલી મુલાકાત બાદ ભારત અને અમેરિકાના સંબંધોમાં નવી ગતિ અને ઊર્જા આવી છે. બંને દેશો નક્કી કરેલા લક્ષ્યોને પૂરા કરવા માટે સતત કામ કરી રહ્યા છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની ખૂબ સારી વાતચીત થઈ. તેમણે કહ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર કામ ચાલી રહ્યું છે અને બંને દેશો વચ્ચે અનેક ક્ષેત્રોમાં સહયોગ આગળ વધી રહ્યો છે.

Breaking News: મેરઠના વાદળી ડ્રમ હત્યાકાંડમાં કોર્ટનો ‘મોટો નિર્ણય’, પત્ની મુસ્કાન અને તેનો પ્રેમી દોષિત કરાર

Follow Us
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
g clip-path="url(#clip0_868_265)">