AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: મેરઠના વાદળી ડ્રમ હત્યાકાંડમાં કોર્ટનો ‘મોટો નિર્ણય’, પત્ની મુસ્કાન અને તેનો પ્રેમી દોષિત કરાર

મેરઠના ચર્ચિત 'બ્લુ ડ્રમ મર્ડર કેસ'માં કોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે. પતિ સૌરભની હત્યા કરનાર પત્ની મુસ્કાન અને તેનો પ્રેમી સાહિલ દોષિત જાહેર થયા છે. બંનેએ હત્યા બાદ લાશના 15 ટુકડા કરીને વાદળી ડ્રમમાં છુપાવી દીધા હતા. 13 મહિનાની કોર્ટ કાર્યવાહી બાદ કોર્ટે આ નિર્ણય આપ્યો છે.

Breaking News: મેરઠના વાદળી ડ્રમ હત્યાકાંડમાં કોર્ટનો 'મોટો નિર્ણય', પત્ની મુસ્કાન અને તેનો પ્રેમી દોષિત કરાર
| Updated on: Sep 30, 2026 | 7:37 PM
Share

મેરઠના ચર્ચિત સૌરભ રાજપૂત હત્યાકાંડમાં નિર્ણય આવી ગયો છે. પતિની હત્યા કરીને તેની લાશને વાદળી ડ્રમમાં પેક કરનાર આરોપી મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલને કોર્ટે દોષિત ઠેરવ્યા છે. આ મામલે નિર્ણય ડિસ્ટ્રિક્ટ જજ અરવિંદ કુમાર મિશ્રાએ સંભળાવ્યો છે. સજાની જાહેરાત 14 ઓક્ટોબરે કરવામાં આવશે. આ કેસમાં અંદાજે 126 તારીખ દરમિયાન 22 થી વધુ સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે, આ મામલે જુલાઈ-2025 માં ટ્રાયલ શરૂ થયા બાદ લગભગ 13 મહિના સુધી કોર્ટમાં દલીલો ચાલી હતી. સૌરભ રાજપૂતના પરિવારે બંને આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ કરી છે.

શું છે સમગ્ર ઘટના?

17 માર્ચે સૌરભ રાજપૂતનો મૃતદેહ તેના જ ઘરમાંથી વાદળી ડ્રમમાંથી મળી આવ્યો હતો. પોલીસે 19 માર્ચ, 2025 ના રોજ મુસ્કાન અને સાહિલની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા હતા. જુલાઈ-2025 માં ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં ટ્રાયલ શરૂ થયો હતો. આ પછી સતત સુનાવણી અને દલીલો ચાલી હતી.

કેસમાં તમામ સાક્ષીઓની જુબાની પૂરી થઈ ચૂકી છે અને આજે એટલે કે 30 સપ્ટેમ્બરને રોજ આના પર મોટો નિર્ણય આવવાનો છે. આ હત્યાકાંડ વાદળી ડ્રમના કારણે પૂરા દેશમાં ચર્ચામાં આવ્યો હતો. સૌરભ રાજપૂતનો મૃતદેહ તેના જ ઘરમાંથી વાદળી ડ્રમમાંથી મળ્યો હતો. પોલીસે 19 માર્ચ, 2025 ના રોજ મુસ્કાન અને સાહિલની ધરપકડ કરીને જેલમાં મોકલ્યા હતા.

ટુકડાઓમાં મળ્યો હતો ‘સૌરભનો મૃતદેહ’

મેરઠમાં થયેલી હત્યાની આ ઘટનાએ પૂરા દેશને હચમચાવી દીધો હતો. 3 માર્ચ 2025 ના રોજ મુસ્કાને પ્રેમી સાહિલ સાથે મળીને પતિ સૌરભની હત્યા કરી હતી. હત્યાના આગલા દિવસે લાશનો નિકાલ કરવા માટે પતિ સૌરભના મૃતદેહના 15 ટુકડા કરીને વાદળી ડ્રમમાં નાખી દીધા હતા અને 5 માર્ચે હત્યા પછી મુસ્કાન-સાહિલ શિમલા ફરવા નીકળી ગયા હતા.

હત્યાના 13 દિવસ પછી એટલે કે 16 માર્ચે મુસ્કાન-સાહિલની હત્યાના પુરાવા પોલીસના હાથે લાગી ગયા હતા. 17 માર્ચે પોલીસે વાદળી ડ્રમમાંથી સૌરભનો ટુકડાઓમાં વહેંચાયેલો મૃતદેહ રિકવર કર્યો હતો. 19 માર્ચે પોલીસે મુસ્કાન અને સાહિલને કોર્ટમાં રજૂ કર્યા પછી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

‘બ્લુ ડ્રમ મર્ડર કેસ’માં ક્યારે શું થયું?

  1. 3 માર્ચ 2025: મુસ્કાને પ્રેમી સાહિલ સાથે મળીને પતિની હત્યા કરી
  2. 4 માર્ચ 2025: પતિ સૌરભના મૃતદેહને વાદળી ડ્રમમાં નાખી દીધો
  3. 5 માર્ચ 2025: હત્યા પછી મુસ્કાન-સાહિલ શિમલા ફરવા નીકળી ગયા
  4. 16 માર્ચ 2025: પોલીસને મુસ્કાન-સાહિલની હત્યાના પુરાવા મળ્યા
  5. 17 માર્ચ 2025: વાદળી ડ્રમમાંથી સૌરભનો ટુકડાઓમાં મૃતદેહ મળ્યો
  6. 19 માર્ચ 2025: કોર્ટમાં રજૂ કર્યા પછી પોલીસે બંનેને જેલમાં મોકલી દીધા

મળતી માહિતી મુજબ, મુસ્કાન અને સાહિલે જેલમાંથી જ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નિર્ણય સાંભળવાની વિનંતી કરી હતી. મુસ્કાન અને સાહિલ જેલમાં શાંત થઈ ગયા હતા, મુસ્કાન શિવજીની પૂજા કરી રહી હતી. બીજી તરફ, સાહિલે કેદીઓ સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું.

મુસ્કાન અને સાહિલના સરકારી વકીલ ટીમના સભ્ય અભિષેક ચોરસિયાએ માહિતી આપી છે કે, મુસ્કાન અને સાહિલ સામે તમામ પુરાવા હતા. કોર્ટમાં બચાવનો ગ્રાઉન્ડ તેની પુત્રી છે, જેના કારણે સજા ઓછી કરાવવાની માંગ કરવામાં આવી છે.

Breaking News : મોદી સરકારે ખેડૂતો માટે કર્યો મહત્વનો નિર્ણય, રવી સિઝનના 6 પાકના ટેકાના ભાવ વધાર્યા

Follow Us
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
g clip-path="url(#clip0_868_265)">