સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર કસવામાં આવશે સકંજો, સંસદીય સમિતિએ કરી રેગ્યુલેટરી ઓથોરિટી બનાવવાની ભલામણ
સંસદીય સમિતિએ તેની ભલામણોમાં કહ્યું હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને તેમની જવાબદારી વધારીને પ્રકાશકોની જેમ વર્તવું જોઈએ.
એક સંસદીય સમિતિએ (Parliamentary committee) ગુરુવારે વ્યક્તિગત અને બિન-વ્યક્તિગત માહિતીને સમાવવા માટે પ્રસ્તાવિત વ્યક્તિગત માહિતી સુરક્ષા કાયદાનો વિસ્તાર વધારવાની ભલામણ કરી હતી. આ સાથે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ (ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ વગેરે) ((Facebook, Twitter, WhatsApp, Instagram, YouTube etc.) ની વધુ જવાબદારી પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. સમિતિનું કહેવું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવતી તમામ સામગ્રી પર કંપનીઓની જવાબદારી નક્કી થવી જોઈએ. સમિતિએ કહ્યું હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને તેમની જવાબદારી વધારીને પ્રકાશકોની જેમ વર્તવું જોઈએ.
બીજેપી સાંસદ પીપી ચૌધરીની આગેવાની હેઠળની પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ, 2019 (Personal Data Protection Bill, 2019) પરની સંયુક્ત સમિતિએ ગુરુવારે લોકસભા અને રાજ્યસભામાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે બનાવાશે કડક નિયમો?
લોકસભા સચિવાલય દ્વારા એક અખબારી યાદી અનુસાર, રિપોર્ટમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે કડક નિયમન અને એક વૈધાનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટીની સ્થાપના કરવા માટે ડ્રાફ્ટ કાયદાના વ્યાપને વિસ્તૃત કરવાની ભલામણ કરવામાં આવી હતી. સમિતિએ હાર્ડવેર ઉત્પાદકોને નિયમન કરવા માટે એક માળખું પણ સૂચવ્યું છે જેઓ સોફ્ટવેરની સાથે સાથે માહિતી એકત્રિત કરે છે. આ સાથે, એકત્રિત કરવામાં આવનાર ડેટાને નિયંત્રિત કરવાની પણ ભલામણ કરવામાં આવી છે. આ સાથે, તમામ ડિજિટલ અને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) ઉપકરણોના પ્રમાણપત્ર માટે એક મિકેનિઝમને સમર્થન આપવામાં આવ્યું છે.
વ્યક્તિગત અને બિન-વ્યક્તિગત ડેટાના રક્ષણની ભલામણ પણ કરવામાં આવી છે
જણાવી દઈએ કે લગભગ બે વર્ષની લાંબી રાહ બાદ સંસદીય સમિતિએ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ, 2019 પર પોતાનો રિપોર્ટ સંસદમાં રજૂ કર્યો છે. ભલામણોમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિગત ડેટાની સાથે બિન-વ્યક્તિગત ડેટાને પણ સુરક્ષા મળવી જોઈએ, જેના માટે વ્યવસ્થા કરવી જોઈએ.
સમિતિએ ભલામણ કરી છે કે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI) ની તર્જ પર આવી એક સ્વતંત્ર મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી પણ બનાવવામાં આવે. જેથી પ્રિન્ટ મીડિયા, ઈલેક્ટ્રોનિક મીડિયા અને વેબ મીડિયા જેવા તમામ પ્રકારના મીડિયાને પણ નિયંત્રિત કરી શકાય. ભલામણોમાં પીસીઆઈને વધુ પાવર અને બહેતર ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવાની પણ માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો : West Bengal: ભાજપ અને મમતા બેનર્જીનું કોંગ્રેસ મુક્ત ભારતનું એક સરખું સપનું, RSS સાથે સંકળાયેલા એક સામયિકનો દાવો