Parliament Monsoon Session 2021 LIVE: લોકસભા-રાજ્યસભાની આજના દિવસની કાર્યવાહી મોકુફ, આવતીકાલે હાથ ધરાશે સત્રની કામગીરી

મોનસુન સત્રમાં (Monsoon Session) વિપક્ષ સરકારને કોરોના, કૃષિ કાયદા પર ખેડુતોનો વિરોધ, વધી રહેલા પેટ્રોલ ડિઝલનાં ભાવ, રસીકરણ જેવા વિવિધ મુદ્દાઓ પર ઘેરવાની તૈયારીમાં લાગ્યું

Parliament Monsoon Session 2021 LIVE: લોકસભા-રાજ્યસભાની આજના દિવસની કાર્યવાહી મોકુફ, આવતીકાલે હાથ ધરાશે સત્રની કામગીરી
Parliament Monsoon Session 2021 LIVE updates in Gujarati

Parliament Monsoon Session 2021 LIVE: સરકાર વિપક્ષની જાસુસી કરાવતી હોવાના મુદ્દે સસંદમાં વિપક્ષે મચાવેલી ધમાલ વચ્ચે દિવસદરમિયાન બે વાર સંસદની કાર્યવાહી સ્થગિત રાખવાની અધ્યક્ષ ઓમ બિરલાને ફરજ પડી હતી. બપોરના 3 વાગ્યા બાદ ફરી શરૂ થયેલી સંસદની કાર્યવાહીમાં વિપક્ષના સૂત્રોચ્ચાર વચ્ચે સરકારે જાસુસી મુદ્દે સ્પષ્ટતા કરવી પડી હતી. આઈટી પ્રધાન અશ્વિની વૈષ્ણવે, લોકસભામાં નિવેદન કરતા કહ્યુ કે, સરકાર કોઈના ફોન ટેપિગ કરતી નથી. આ મુદ્દે કોઈ તથ્ય નથી. સરકારના આ નિવેદન બાદ લોકસભા અધ્યક્ષે લોકસભાની આજના દિવસની કાર્યવાહી આવતીકાલ સુધી મોકુફ રાખવાની જાહેરાત કરી હતી.

કોરોના રોગચાળા વચ્ચે સંસદનું મોનસુન સત્ર આજથી શરૂ થઈ ગયું. આ પહેલા વડાપ્રધાન મોદીએ સર્વપક્ષિય બેઠક બોલાવી હતી. આ સત્ર 13 ઓગસ્ટ સુધી ચાલશે. સંસદનાં મોનસુન સત્ર પહેલા જનતાંત્રિક ગઠબંધનનાં નેતાઓની સંસદભવનમાં બેઠક થઈ હતી. સીપીઆઈનાં રાજ્યસભા સાંસદ બિનોય વિશ્વમને પેગાસસ સ્પાઈવેરનાં મુદ્દે  લોકસભાના નિયમ 267 હેઠળ સસ્પેન્શન ઓફ બિઝનેસની નોટીસ આપી હતી.

આસામ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ અને પુડ્ડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવ્યા બાદ સંસદનું આ પ્રથમ સત્ર છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આ શરૂ થયુ હતું

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 19 Jul 2021 15:47 PM (IST)

  સંસદમાં ટેલિકોમ પ્રધાનનુ નિવેદન, ટેલિફોન ટેપિગનો રિપોર્ટ સાચો નથી, લોકસભા આવતીકાલ મંગળવાર સુધી સ્થગિત

  લોકસભામાં, વિપક્ષના સૂત્રોચ્ચાર વચ્ચે કેન્દ્રીય આઈટી પ્રધાન અશ્વિની વૈષ્ણવે નિવેદન કરતા કહ્યુ કે, જાસુસી પ્રકરણ અંગે ટેલિફોન ટેપિગની જે વાત કરવામાં આવી રહી છે તેમાં કોઈ તથ્ય ના હોવાની સ્પષ્ટતા કરી હતી.

 • 19 Jul 2021 14:07 PM (IST)

  Parliament Monsoon Session 2021 LIVE: સંસદમાં વિપક્ષોનાં હોબાળા વચ્ચે લોકસભા અને રાજ્યસભાની કામગીરી સ્થગિત, હવે 3 વાગે શરૂ થશે

  Parliament Monsoon Session 2021 LIVE: સંસદમાં વિપક્ષોનાં હોબાળા વચ્ચે ફરીથી સંસદની કામગીરી સ્થગિત, હવે 3 વાગે શરૂ થશે. અગાઉ સવારે વડાપ્રધાન મોદી અને રક્ષાપ્રધાન રાજનાથ સિંહના પ્રવચન સમયે પણ વિપક્ષોનો હોબાળો યથાવત રહ્યો હતો.

 • 19 Jul 2021 11:48 AM (IST)

  Parliament Monsoon Session 2021 LIVE: વિપક્ષોનાં સતત હંગામાને લઈ સંસદની કામગીરી 2 વાગ્યા સુધી સ્થગિત

  Parliament Monsoon Session 2021 LIVE: વિપક્ષોનાં સતત હંગામાને લઈ સંસદની કામગીરી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

 • 19 Jul 2021 11:38 AM (IST)

  Parliament Monsoon Session 2021 LIVE: રક્ષાપ્રધાન રાજનાથસિંહનો વિપક્ષ પર પ્રહાર, કહ્યું 24 વર્ષમાં પહેલી વાર પરંપરાને તોડાઈ

  Parliament Monsoon Session 2021 LIVE: રક્ષાપ્રધાન રાજનાથસિહે વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે 24 વર્ષમાં પહેલી વાર પરંપરા ટુટી છે.

 • 19 Jul 2021 11:34 AM (IST)

  Parliament Monsoon Session 2021 LIVE: લોકસભાનાં નવા સાંસદોએ પદ માટે શપથ ગ્રહણ કર્યા

  Parliament Monsoon Session 2021 LIVE: YSRCPનાં મદીલા ગુરૂમૂર્તિ, ભાજપનાં સુરેશ અંગડી, આઈયુએમએલનાં અબ્દુલ સમદાન અને કોંગ્રેસનાં વિજય કુમાર દ્વારા લોકસભામાં સાસંદ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.

 • 19 Jul 2021 11:26 AM (IST)

  Parliament Monsoon Session 2021 LIVE: વડાપ્રધાન મોદીએ પોતાના નવા મંત્રીઓનો પરિચય આપ્યો

  Parliament Monsoon Session 2021 LIVE: વડાપ્રધાન મોદીએ પોતાના નવા મંત્રીઓનો પરિચય આપ્યો હતો.

 • 19 Jul 2021 11:22 AM (IST)

  Parliament Monsoon Session 2021 LIVE: વડાપ્રધાન મોદીનો વિપક્ષ પર પલટવાર, કહ્યું વિપક્ષોએ નવા મંત્રીઓનું સન્માન કરવું જોઈતું હતું

  Parliament Monsoon Session 2021 LIVE: વડાપ્રધાન મોદીએ વિપક્ષોનાં હંગામા વચ્ચે વિપક્ષ પર નિશાન સાઘતા તેમણે જણાવ્યું કે વિપક્ષોએ નવા મંત્રીઓનું સન્માન કરવું જોઈતું હતું. ગરીબ, મહિલા  SC-OBC મંત્રી બન્યા તે વિપક્ષોને પસંદ નથી આવ્યું

 • 19 Jul 2021 11:15 AM (IST)

  Parliament Monsoon Session 2021 LIVE: વડાપ્રધાન મોદી એ કહ્યું કે SC, OBC મહિલાઓનું મંત્રી બનવું વિપક્ષને રૂચ્યું નથી

  Parliament Monsoon Session 2021 LIVE: વડાપ્રધાન મોદી એ કહ્યું કે SC, OBC મહિલાઓનું મંત્રી બનવું વિપક્ષને રૂચ્યું નથી. તેમણે એમ પણ જણાવ્યું કે સંસદમાં પ્રથમ દિવસે ઉત્સાહનો માહોલ હશે પરંતુ એવું થયુ નથી. પીએમ મોદીએ એમ પણ જણાવ્યું કે વિપક્ષને ગરીબો મંત્રી બન્યા તે ગમ્યુ નથી.

 • 19 Jul 2021 11:11 AM (IST)

  Parliament Monsoon Session 2021 LIVE: સંસદમાં વડાપ્રધાન મોદીએ પ્રવચનની શરૂઆત કરી, લોકસભામાં વિપક્ષોનો હંગામો

  Parliament Monsoon Session 2021 LIVE: લોકસભામાં વિપક્ષોએ જોરદાર હંગામો કર્યો હતો. લોકસભાની કાર્યવાહી શરૂ થતા જ હંગામો થતા સ્પીકરે તેમને શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી

 • 19 Jul 2021 11:09 AM (IST)

  Parliament Monsoon Session 2021 LIVE: કોરોનાએ વિશ્વને લીધુ ચપેટમાં- મોદી

  Parliament Monsoon Session 2021 LIVE: વડાપ્રદાન મોદીએ જણાવ્યુ હતું કે કોરોના એ વિશ્વને ચપેટમાં લઈ લીધુ છે એટલે અમે ઈચ્છીએ છે કે મહામારીને લઈને સંસદમાં ચર્ચા કરવામાં આવશે.

 • 19 Jul 2021 10:58 AM (IST)

  Parliament Monsoon Session 2021 LIVE: વડાપ્રધાન મોદીએ કહ્યું કે 40 કરોડ કરતા વધારે લોકો રસી લગાડીને બાહુબલી બની ગયા

  Parliament Monsoon Session 2021 LIVE: વેક્સિન લગાડવા વાળા બની ગયા છે બાહુબલી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે હાથમાં રસી લઈને 40 કરોડ કરતા વધારે લોકો બાહુબલી બની ગયા છે.

 • 19 Jul 2021 10:44 AM (IST)

  Parliament Monsoon Session 2021 LIVE: આજે સાંજે 4 વાગ્યે રાજ્યસભાની કાર્ય સમિતિની બેઠક

  Parliament Monsoon Session 2021 LIVE: રાજ્યસભાની કાર્ય સમિતિની બેઠક આજે 4 વાગ્યે થશે. કેન્દ્રિય ફાયનાન્સ મિનિસ્ટર નિર્મલા સિતારમણ આજો લોકસભામાં ફેક્ટરિંગ રેગ્યુલેશન બિલ 2020 રજુ કરશે

 • 19 Jul 2021 10:40 AM (IST)

  Parliament Monsoon Session 2021 LIVE: 11 વાગ્યાથી સંસદની કામગીરીનો પ્રારંભ Pegasus વિવાદ મુદ્દે રાહુલ ગાંધીએ કર્યુ ટ્વિટ

  Parliament Monsoon Session 2021 LIVE: Pegasus  હેકિંગને લઈને રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યુ હતુ કે હમ જાનતે હે કી વો લોગ પઢતે હે આપકે ફોન પર સબકુછ. મોનસુન સત્ર દરમિયાન પક્ષ અને વિપક્ષની તીખી જંગ વચ્ચે Pegasus વિવાદ મુદ્દે વાત થઈ શકે છે.

 • 19 Jul 2021 10:31 AM (IST)

  Parliament Monsoon Session 2021 LIVE: ચોમાસા સત્રની શરૂઆત પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કોરોના સામે બાહુબલી બનવાનો સમય

  Parliament Monsoon Session 2021 LIVE: ચોમાસુ સત્રમાં બાગ લેવા જતા પહેલા વડાપ્રધાન મોદીએ કોરોનાને લઈને સંદેશો આપતા જણાવ્યું હતું કે કોરોના સામે બાહુબલી બનવાનો સમય છે. રસી બાહુ પર લાગે છે એટલે બાહુબલી બનવાનો સમય છે

 • 19 Jul 2021 10:15 AM (IST)

  Parliament Monsoon Session 2021 LIVE: કેવી રીતે નક્કી થાય છે કે સેશન થશે?

  Parliament Monsoon Session 2021 LIVE: મોનસુન સત્ર મોટાભાગે 15 ઓગસ્ટ વચ્ચે આવે છે. આ પહેલા કેબિનેટ કમિટિ ઓન પાર્લિયામેન્ટ અફેર્સ તેના માટે કેલેન્ડર તૈયાર કરે છે. તે રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે. તે પછી રાષ્ટ્રપતિ તેના પર ફેસલો લે છે. સાંસદોને સત્ર માટે પત્ર મોકલવામાં આવે છે.

 • 19 Jul 2021 10:07 AM (IST)

  Parliament Monsoon Session 2021 LIVE: તિરૂચી શિવાએ કામકાજ સ્થગિત કરવા માટે આપી નોટીસ

  Parliament Monsoon Session 2021 LIVE: DMKનાં રાજ્યસભા સાંસદ તિરૂચિ શિવાએ સદનમાં મેકેદાતુ બંધ મુદ્દે ચર્ચા કરવાની માગ હેઠળ નિયમ 267 મુજબ કામકાજને સ્થગિત કરવાની નોટીસ આપી હતી.

 • 19 Jul 2021 10:05 AM (IST)

  Parliament Monsoon Session 2021 LIVE: રાજ્યસભાનાં નિયમ 267 હેઠળ વેપારને સસ્પેન્ડ કરવાની નોટીસ

  Parliament Monsoon Session 2021 LIVE:કોંગ્રેસ સાંસદ કે સી વેણુગોપાલે રાજ્યસભા નિયમ 267 હેઠળ વેપારને સસ્પેન્ડ કરવા તેમજ ઈંધણ તેમજ આવશ્યક વસ્તુઓની કિંમતમાં થયેલી વૃદ્ધી મુદ્દે સરકાર દ્વારા તરત પગલા ભરવામાં આવે તે માટે માગ કરી છે.

 • 19 Jul 2021 09:02 AM (IST)

  Parliament Monsoon Session 2021 LIVE: સર્વપક્ષીય બેઠકમાં વડાપ્રધાને કહ્યું, સંસદમાં સકારાત્મક ચર્ચા માટે સરકાર તૈયાર

  Parliament Monsoon Session 2021 LIVE: સદનું ચોમાસું સત્ર શરૂ થવાના એક દિવસ પહેલા રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે બેઠકમાં 33 પક્ષોના 40 થી વધુ નેતાઓએ ભાગ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સર્વપક્ષીય બેઠકને સંબોધન કરતાં કહ્યું કે સકારાત્મક ચર્ચા માટે સરકાર તૈયાર છે. વડાપ્રધાને વધુમાં કહ્યું કે સંસદમાં લોકોપયોગી અને અર્થપૂર્ણ ચર્ચા થવી જોઈએ. સંસદીય નિયમો અને કાર્યવાહી અનુસાર કોઈપણ બાબતે સરકાર ચર્ચા કરવા તૈયાર છે.

 • 19 Jul 2021 09:00 AM (IST)

  Parliament Monsoon Session 2021 LIVE: સરકારનાં એ ત્રણ ખાસ બિલ વિશે જાણો કે જેના પર વિપક્ષ છે આક્રમક

  Parliament Monsoon Session 2021 LIVE:

  The Insolvency and Bankruptcy Code (Amendment) Bill,2021

  આ કોડ કોર્પોરેટ દેવાદારની નાદારીના નિરાકરણ માટે સમયમર્યાદા પ્રક્રિયા પ્રદાન કરે છે કે જે ૩૩૦ દિવસની રહેશે જેને કોર્પોરેટ ઇનસોલ્વન્સી રિઝોલ્યુશન પ્રક્રિયા (સીઆઈઆરપી) કહેવામાં આવે છે.

  દેવાદાર પોતે અથવા તેના લેણદારો ઓછામાં ઓછા એક લાખ રૂપિયાના ડિફોલ્ટની સ્થિતિમાં CIRP ની સમક્ષ અરજી કરી શકે છે. સીઆઈઆરપી હેઠળ, નાદારી ઠરાવ અંગે નિર્ણય લેવા માટે લેણદારોની સમિતિની રચના કરવામાં આવશે.

  સમિતિ એક ઠરાવ યોજના પર વિચાર કરી શકે કે જે સામાન્ય રીતે મર્જર, એક્વિઝિશન અથવા કંપનીના પુનર્ગઠન દ્વારા દેવાની ચૂકવણીની જોગવાઈ કરે છે.

  જો ઠરાવ યોજનાને લેણદારોની સમિતિ દ્વારા નિર્ધારિત સમયની અંદર મંજૂરી આપવામાં નહીં આવે તો, કંપનીને નીલામિમાં મૂકવામાં આવે છે. સીઆઈઆરપી દરમિયાન, કંપનીની બાબતો રીઝોલ્યુશન પ્રોફેશનલ (આરપી) દ્વારા સંચાલિત કરવામાં આવે છે, જે સીઆઈઆરપી લેવા માટે નિમવામાં આવે છે.

  The Essential Defense Service Bill, 2021

  આવશ્યક સંરક્ષણ સેવા અંગેનુ બીલ, જે અંતર્ગત સંરક્ષણ માટે ઉપયોગમાં લેવાતી કોઈપણ વસ્તુ બનાવતી સંસ્થાઓ કે પછી સંરક્ષણ અંગે સેવાઓ પૂરી પાડતી દરેક સંસ્થાઓ આવરી લેવામાં આવી છે.

  આ કાયદા મુજબ આવી કોઈપણ સંસ્થા દ્વારા કે તેમના મજૂરો દ્વારા જો હડતાળ અથવા લોક આઉટ કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી થાય શકે છે

  તદુપરાંત, ફરજિયાત રજા પર પણ મોકલવામાં આવી શકે છે, આ સજા છ મહિના સુધીની હોય શકે, જરૂરીયાત પડ્યે વધુ છ મહિના માટે વધારી પણ શકાય. ગેર કાયદેસર લોક આઉટ કરનારને 1 વર્ષની સજા અથવા 10000 નો દંડ અથવા બંને થઈ શકે.

  The Commission for Air Quality Management in National Capital Region and Adjoining Areas Bill, 2021

  NCR અને સંલગ્ન ક્ષેત્રોના હવા ગુણવત્તા વ્યવસ્થાપન માટે કમિશન, 13 એપ્રિલ, 2021 માં ઘડવામાં આવ્યું હતું. હવામાં સંબંધિત સમસ્યાઓના વધુ સારા સંકલન, સંશોધન, ઓળખ અને નિરાકરણ માટે કમિશનની રચનાની જોગવાઈ કરે છે.

  નેશનલ કેપિટલ રિજન (એનસીઆર) અને નજીકના વિસ્તારો હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશને આવરી લેવાયા છે જ્યાં પ્રદૂષણના કોઈપણ સ્ત્રોતથી NCRમાં હવાની ગુણવત્તા પર વિપરીત અસર થઈ શકે તેવી પ્રવૃત્તિ કરનાર પર કડક કાર્યવાહી થશે.

  આ બીલનો મૂળ હેતુ હવાનું પ્રદુષણ પર નિયંત્રણ મેળવવાનું છે. આ હુકમનું ઉલ્લંઘન કરનારને 5 વર્ષની જેલ અથવા 1 કરોડ સુધી દંડ અથવા બંને થઈ શકે.

 • 19 Jul 2021 08:59 AM (IST)

  Parliament Monsoon Session 2021 LIVE: સંસદના ચોમાસુ સત્રમાં સરકાર ત્રણ મહત્વના બીલ પસાર કરવા આતુર

  Parliament Monsoon Session 2021 LIVE: કોરોનાના સંકટ (Corona Virus)વચ્ચે એકવાર ફરીથી સંસદીય સત્રની શરૂઆત થઈ રહી છે 19 જુલાઇથી સંસદ(Parliament)નું ચોમાસુ સત્ર શરૂ થશે, જે 13 ઓગસ્ટ સુધી ચાલશે.સંસદના આ ચોમાસુ સત્રમાં સરકાર 17 નવા બીલ  રજુ કરવાની તૈયારીમાં છે. જેમાં 3 બીલ પર ભારે વિરોધ થવાની શક્યતા છે.

  સરકાર આ ત્રણ બિલ પાસ કરાવવા આતુર

  The Insolvency and Bankruptcy Code (Amendment) Bill,2021 The Essential Defense Service Bill, 2021 The Commission for Air Quality Management in National Capital Region and Adjoining Areas Bill, 2021

 • 19 Jul 2021 08:56 AM (IST)

  Parliament Monsoon Session 2021 LIVE: ભારત–ચીન સીમા તણાવ જેવા મુદ્દાઓ પર સરકાર અને વિપક્ષ વચ્ચે ભારે ધમાસાણ થશે

  Parliament Monsoon Session 2021 LIVE: આ ચોમાસું સત્રમાં સંસદમાં(Parliament) મોંઘવારી, કોરોનાની બીજી લહેર અને ભારત – ચીન સીમા તણાવ જેવા મુદ્દાઓ પર સરકાર અને વિપક્ષ વચ્ચે ભારે ધમાસાણ થશે, આ સાથે જ સરકાર બીજા બીલ પણ રજૂ કરશે જેનો વિપક્ષ ઉગ્ર વિરોધ કરી શકે છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ 19 જુલાઈએ શરૂ થનારા ચોમાસુ સંસદીય (Parliamentary) સત્રમાં સરકાર 17 નવા બીલ રજુ કરશે. જેમાંથી 3 બીલ વટહુકમ દ્વારા પસાર કરવામાં આવશે.

 • 19 Jul 2021 08:55 AM (IST)

  Parliament Monsoon Session 2021 LIVE: વિપક્ષ સત્તા પક્ષને ઘરેવાનાં મૂડમાં, જાણો કયા બિલ પર તઈ શકે છે બબાલ

  Parliament Monsoon Session 2021 LIVE: કોરોનાના સંકટ (Corona Virus)વચ્ચે એકવાર ફરીથી સંસદીય સત્રની શરૂઆત થઈ રહી છે 19 જુલાઇથી સંસદ(Parliament)નું ચોમાસુ સત્ર(Monsoon Session) શરૂ થશે, જે 13 ઓગસ્ટ સુધી ચાલશે. સંસદના આ ચોમાસુ સત્રમાં સરકાર 17 નવા બીલ  રજુ કરવાની તૈયારીમાં છે. સત્તાપક્ષ વિવિધ બિલ રજુ કરવાની તૈયારીમાં છે તો વિપક્ષની નજર પણ આ બિલ પર જ છે.

  સરકાર એમ તો વિવિધ બિલ રજુ કરવા જઈ જ રહી છે પરંતુ તેમાં ખાસ કરીને The Insolvency and Bankruptcy Code (Amendment) Bill,2021,  The Essential Defense Service Bill, 2021, The Commission for Air Quality Management in National Capital Region and Adjoining Areas Bill, 2021 પર સૌથી વધારે વિવાદ થાય તેવી શક્યતા છે.

 • 19 Jul 2021 08:54 AM (IST)

  Parliament Monsoon Session 2021 LIVE: સંસદની સર્વ પક્ષિય બેઠકમાં 33 પાર્ટીનાં 40 જેટલા નેતાઓએ ભાગ લીધો

  Parliament Monsoon Session 2021 LIVE: સંસદમાં મળેલી સર્વપક્ષિય બેઠકમાં 33 પાર્ટીનાં 40 જેટલા નેતાઓએ ભાગ લીધો હતો. વિપક્ષે સત્તાપક્ષને કોરોનાથી લઈ ઈંધણનાં વધેલા ભાવ મુદ્દે ઘેરવાની રણનીતિ બનાવી નાખી છે. રાજ્યસભામાં વિપક્ષનાં નેતા મલ્લિકાર્જૂન ખડગે એ રવિવારેે કહ્યું કે તેમણે સભાપતિ વૈંકૈયા નાયડુ સામે નાંણાકીય બાબત, ગરીબી અને કોરોના જેવા મુદ્દે ચર્ચા કરવા માટે પ્રસ્તાવ મુક્યો છે. વડાપ્રધાન મોદીએ પણ મોન્સૂન સત્રને લઈને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તેમમે પણ આ બેઠકમાં બાગ લીધો હતો.

 • Follow us on Facebook

Published On - 3:47 pm, Mon, 19 July 21

Click on your DTH Provider to Add TV9 Gujarati