Breaking News : પાકિસ્તાની સેના સહિત આખું પાકિસ્તાન આ એક વીડિયો રિવાઈન્ડ કરી કરીને જોઈ રહ્યું છે… જાણો કેમ ?
પીએમ મોદીએ ઓપરેશન સિંદૂર બાદ રાષ્ટ્રને સંબોધન કરીને પાકિસ્તાનને કડક ચેતવણી આપી. તેમણે ભારતની શક્તિ અને પરમાણુ શક્તિનો ઉલ્લેખ કર્યો અને આતંકવાદ સામે એવી વાત કરી કે આખું પાકિસ્તાન આ એક વીડિયો રિવાઈન્ડ કરી કરી ને જોઈ રહ્યું છે.

પીએમ મોદીના 22 મિનિટના ધમાકેદાર ભાષણ બાદ આખું પાકિસ્તાન વિચારમાં પડી ગયું છે. 22 મિનિટનો PM મોદીનો આ વીડિયો જેમાં મોદીએ સ્પષ્ટ કર્યું કે પરમાણુ બ્લેકમેલિંગ હવે ચાલશે નહીં. દબાયેલી ભાષામાં પણ પીએમ મોદીએ આખા પાકિસ્તાનને આ સંદેશો આપ્યો છે – કે ભારત, પાકિસ્તાની પરમાણુ શક્તિને આગામી હુમલામાં તબાહ કરી નાખશે.
બદલાની કાર્યવાહી હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે
પીએમ મોદીએ કહ્યું કે, “અમે અમારી બદલાની કાર્યવાહી હાલ પૂરતી મુલતવી રાખી છે. આવનારા દિવસોમાં જોશું કે પાકિસ્તાન કુંઈ દિશામાં જાય છે.” ત્રણેય ભારતીય સેનાઓ અને બીએસએફ એલર્ટ પર છે. સર્જિકલ સ્ટ્રાઇક અને હવાઈ હુમલાઓ પછી ભારતની આતંકવાદ વિરોધી નીતિ સ્પષ્ટ છે. જો ભારત પર આતંકી હુમલો થશે, તો તે યોગ્ય જવાબ આપશે – અને પોતાનાં શરતો પર આપશે.
જ્યાં જ્યાં આતંકવાદનાં મૂળ છે, ત્યાં ત્યાં કાર્યવાહી થશે.
- ભારત પરમાણુ બ્લેકમેલિંગ કદી સહન કરશે નહીં.
- ભારત ચોકસાઈ અને દ્રઢતાપૂર્વક પ્રહાર કરશે.
- અમે આતંકવાદને પોષતી સરકાર અને આતંકના માસ્ટરો વચ્ચે ભેદ નહીં રાખે.
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, “જ્યારે આપણી સેનાએ આતંકવાદીઓના ગઢ પર મિસાઇલ અને ડ્રોન હુમલાઓ કર્યા, ત્યારે માત્ર તેમના ઢાંચાનો જ નાશ નથી થયો, પરંતુ તેમની મનોબળ પર પણ મોટો ઘાત થયો.”
બહાવલપુર અને મુરીદકે જેવા આતંકી કેન્દ્રો વર્ષોથી વૈશ્વિક આતંક માટે ઉછેર કેન્દ્ર તરીકે કાર્યરત છે. ઘણા આંતરરાષ્ટ્રીય આતંકી હુમલાઓના તાર અહીં સુધી પહોંચતા જોવા મળ્યા છે.
ટેરર અને ટોક પર બોલ્યા PM મોદી
પીએમ મોદીએ જણાવ્યું કે, “અમે દરેક યુદ્ધના મેદાનમાં પાકિસ્તાનને હરાવ્યું છે. અમારી ક્ષમતા જગત સમક્ષ ઉજાગર થઈ છે.
આ ઓપરેશન દરમિયાન આપણા ‘મેડ ઇન ઇન્ડિયા’ શસ્ત્રોએ પોતાનું શક્તિશાળી હોવું સાબિત કર્યું છે.”
અત્યારે દુનિયા આ જોતી છે.
- અમે બધા જાતજાતના આતંકવાદ સામે એક થવું પડશે – એ આપણું સૌથી મોટું બળ છે.
- આ યુદ્ધનો યુગ નથી – અને આતંકવાદનો પણ નહિ.
- શૂન્ય સહિષ્ણુતા દ્વારા જ આતંક મુક્ત વિશ્વની ખાતરી મળી શકે.
પીએમએ જણાવ્યું કે, “પાકિસ્તાનની સરકાર અને લશ્કર આતંકવાદને પોષે છે – અને આવું ચાલુ રાખ્યું તો એ તેમના પોતાના વિનાશનું કારણ બનશે.તેમણે કહ્યું, જો પાકિસ્તાને ટકી રહેવું હોય, તો તેને આતંકી માળખાને નાશ કરવો પડશે. શાંતિ માટે બીજો કોઈ રસ્તો નથી. ‘આતંક અને વાતચીત’, ‘આતંક અને વેપાર’ – બંને સાથે નહિ ચાલી શકે. સાથે તેમણે કહ્યું કે, પાણી અને લોહી પણ સાથે વહી શકતા નથી.” મહત્વનું છે કે, પીએમ મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી આ મુદ્દાઓ પર પાકિસ્તાન સાથે કોઈ વાતચીત નથી કરી.
અંતે પીએમ મોદીએ બે મુદ્દાઓ પર પાકિસ્તાન સાથે વાત કરવાની વાત કરી – પહેલું આતંકવાદ, અને બીજું પીઓકે (POK).
મોદીજીનું સ્પષ્ટ કહેવું હતું: આતંકવાદ બંધ કરો અને પીઓકે ભારતને પાછું આપો.
જો ફરી આતંકી હુમલો કર્યો તો શું થશે?
PM મોદીએ કહ્યું કે, પાકિસ્તાનને ડર છે કે ભારત અગાઉ કરતાં વધુ તબાહી મચાવશે. ડર તો એ પણ છે કે, જો યુદ્ધ થયો – અને પાકિસ્તાન પરમાણુ બોમ્બની ધમકી આપે – તો ભારત એ પરમાણુ તાકતને જ નષ્ટ કરી દેશે, અને પાકિસ્તાન તબાહ થઈ જશે.
પાકિસ્તાનને એ પણ ડર છે કે જો પીઓકે મુદ્દે વાત થઈ – તો ભારત પીઓકે પર કબ્જો કરી લેશે.
ડર આટલા જ પૂરતો નથી…
પાકિસ્તાનને હવે એ પણ ભય છે કે, જો સંપૂર્ણ યુદ્ધ થયું.. તો આ વખતે પાકિસ્તાન ચાર ટુકડામાં તૂટશે જેમાં બલૂચિસ્તાન, ખૈબર પખ્તૂનખ્વા, સિંધ અને પંજાબ – અલગ અલગ રાષ્ટ્ર બની જશે અને પીઓકે ભારતના હસ્તે પાછું આવશે.
“ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.