મોટર વાહનના નિયમોમાં મોટા ફેરફાર, રજીસ્ટ્રેશન સમયે કરશો આ કામ તો ટ્રાંસફરમાં નહીં પડે મુશ્કેલી

વાહનના માલિક હવે વાહનની નોંધણી સમયે નામાંકિતનું નામ દાખલ કરી શકે છે અથવા પછીથી ઓનલાઇન અરજી દ્વારા પણ કરી શકે છે. જૂની પ્રક્રિયા જટિલ છે અને સમગ્ર દેશમાં અલગ અલગ છે.

  • tv9 webdesk37
  • Published On - 13:33 PM, 4 May 2021
મોટર વાહનના નિયમોમાં મોટા ફેરફાર, રજીસ્ટ્રેશન સમયે કરશો આ કામ તો ટ્રાંસફરમાં નહીં પડે મુશ્કેલી
File Image

માર્ગ વાહન વ્યવહાર અને હાઇવે મંત્રાલયે વાહનના માલિકના નોંધણી પ્રમાણપત્રમાં વ્યક્તિને નામાંકિત કરવાની પ્રક્રિયા કરવા માટે સેન્ટ્રલ મોટર વ્હિકલ્સ નિયમો, 1989 માં કેટલાક ફેરફારોની સૂચના આપી છે. આવા ફેરફારથી મોટર વાહન માલિકની મૃત્યુની ઘટનામાં નોમિનીના નામે મોટર વાહન નોંધણી અથવા સ્થાનાંતરિત કરવું સરળ બનશે.

વાહનના માલિક હવે વાહનની નોંધણી સમયે નામાંકિતનું નામ દાખલ કરી શકે છે અથવા પછીથી ઓનલાઇન અરજી દ્વારા પણ કરી શકે છે. જૂની પ્રક્રિયા જટિલ છે અને સમગ્ર દેશમાં અલગ અલગ છે. જો સૂચિત નિયમો હેઠળ નોમિનીનો ઉલ્લેખ કરવામાં આવે તો, વાહનના માલિકે તે વ્યક્તિની ઓળખના પુરાવા રજૂ કરવા પડશે.

જાહેરનામામાં જણાવાયું છે કે, “વાહનના માલિકની મૃત્યુની ઘટનામાં, નોંધણી સમયે વાહન માલિક દ્વારા નિયુક્ત કરાયેલ વ્યક્તિ અથવા વાહનનો વારસદાર વાહન માલિકના મૃત્યુ બાદ વાહનનો ઉપયોગ એવી રીતે થઈ શકે કે વાહન તેને સ્થાનાંતરિત કરવામાં આવ્યું છે.

પરંતુ આ માટે તે જરૂરી છે કે “નામાંકિત વ્યક્તિએ વાહન માલિકના મૃત્યુના 30 દિવસની અંદર તેની મૃત્યુની નોંધણી સત્તાને જાણ કરી દીધી હોય અને જણાવી દીધું હોય કે હવે તે વાહનનો ઉપયોગ જાતે કરશે.” આમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નોમિની અથવા વાહનની માલિકી મેળવનાર વ્યક્તિ વાહનના માલિકના મૃત્યુના ત્રણ મહિનાની અંદર વાહનની માલિકીના સ્થાનાંતરણ માટે નોંધણી અધિકારી પાસે ફોર્મ 31 માં અરજી કરશે. ઉપરાંત છૂટાછેડા અથવા મિલકતની વહેંચણી જેવી પરિસ્થિતિઓમાં, વાહન માલિક નામાંકિતને લગતા ફેરફારો કરવા સંમતિપૂર્ણ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ કાર્યવાહી (એસઓપી) સાથે નામાંકનમાં ફેરફાર કરી શકે છે.

આશા છે કે આ બદલાવ બાદ કામ ઘણા આસાન થઇ જશે. અને વાહન માલિકના નોંધણી પ્રમાણપત્રમાં વ્યક્તિને નામાંકિત કરવાની પ્રક્રિયા સામાન્ય માણસને મદદરૂપ થશે.

 

આ પણ વાંચો: 2ના ઘડિયાએ તોડાવ્યા ઘડીયા લગ્ન, લગ્ન મંડપમાં કન્યાએ વરરાજાની લીધી પરીક્ષા

આ પણ વાંચો: જેઠાલાલના જોરદાર કપડા પાછળ કોની છે કારીગરી? કેટલો સમય લાગે છે ખાસ કપડા બનાવવામાં? જાણો