2ના ઘડિયાએ તોડાવ્યા ઘડીયા લગ્ન, લગ્ન મંડપમાં કન્યાએ વરરાજાની લીધી પરીક્ષા

એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો હતો. જેમાં લગ્નની શોભાયાત્રા પહોંચતા પહેલા દુલ્હનને ક્યાંકથી ખબર પડી કે વરરાજા ભણેલો નથી. કન્યાએ ફેરા પહેલા જ વરરાજાની પરીક્ષા લીધી.

  • tv9 webdesk37
  • Published On - 12:29 PM, 4 May 2021
2ના ઘડિયાએ તોડાવ્યા ઘડીયા લગ્ન, લગ્ન મંડપમાં કન્યાએ વરરાજાની લીધી પરીક્ષા
File Image

શું કોઈ એવું વિચારી શકે છે કે એક સરળ ગણિતની પરીક્ષા કોઈના લગ્ન તોડી શકે છે. યુપીના મહોબા જિલ્લામાં વરરાજા સાથે પણ આવું જ બન્યું હતું.

દુલ્હને લીધો ટેસ્ટ

વાત જાણે એમ છે કે શનિવારે મહોબાના એક ગામમાં ઓરેન્જ મેરેજ થઇ રહ્યા હતા. વરરાજા લગ્નની શોભાયાત્રા સાથે સાંજે લગ્ન મંડપ પહોંચ્યા હતા. લગ્નની શોભાયાત્રા પહોંચતા પહેલા દુલ્હનને ક્યાંકથી ખબર પડી કે વરરાજા ભણેલો નથી. કન્યાએ ફેરા પહેલા જ વરરાજાની પરીક્ષા લીધી.

2 નો ઘડિયો ના સંભળાવી શક્યો વરરાજા

ટેસ્ટમાં પણ કંઈ મોટું ગણિત નહોતું. કન્યાએ માત્ર 2નો ઘડીયો સંભળાવવાનું કહ્યું. અચાનક કન્યાની આ વિચિત્ર માંગ સાંભળીને સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. જ્યારે કન્યાએ ફરીથી આગ્રહ કર્યો, ત્યારે વરરાજાએ ઘડિયો બોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઘણા પ્રયત્નો છતાં તે બોલી શક્યો નહીં. આ પછી, કન્યાએ તેની સાથે લગ્ન કરવાની ના પાડી.

કન્યાએ લગ્ન કરવાની ના પાડી

પનવારી પોલીસ મથકના SHO વિનોદ કુમારે જણાવ્યું કે આ ઓરેન્જ મેરેજ હતા. વરરાજા મહોબા જિલ્લાના ધાવર ગામનો રહેવાસી હતો. બંને પરિવારના સભ્યો અને ઘણા ગામ લોકો લગ્ન સ્થળે એકઠા થયા હતા. પરંતુ 2 નો ઘડિયો ના સંભળાવી શકતા કન્યાએ લગ્ન કરવાનો ઇનકાર કર્યો. કન્યાએ કહ્યું કે તે એની સાથે લગ્ન કરી શકે નહીં જેને ગણિતની મૂળભૂત બાબતો પણ ખબર નથી. લોકોએ કન્યાને મનાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તેઓ નિષ્ફળ ગયા.

કન્યા પક્ષના સગાઓએ કહ્યું કે તેમને ખોટું કહેવામાં આવ્યું. પહેલા કહેવામાં આવ્યું હતું કે છોકરો ભણેલો છે. પરંતુ એન્ડ સમયે પરીક્ષા થતા ભાંડો ફૂટી ગયો અને સત્ય બહાર આવ્યું. કન્યાના ભાઈએ કહ્યું કે સારું થયું મારી બહાદુર બહેને લગ્ન કરવાની ના પાડી દીધી.

બંને પક્ષે સમજૂતી થઈ

એસએચઓ વિનોદ કુમારે જણાવ્યું હતું કે કન્યાના ઇનકાર પછી બંને પક્ષના લોકોએ વાટાઘાટો કરી સમાધાન કર્યું હતું. વાતચીતમાં નક્કી થયું કે બંને પક્ષના લોકો એકબીજાને આપેલી ભેટો અને દાગીના પાછા આપશે. તેમની પરસ્પર સંમતિ જોઇને પોલીસે આ ઘટનામાં કેસ નોંધ્યો ન હતો.

 

આ પણ વાંચો: જેઠાલાલના જોરદાર કપડા પાછળ કોની છે કારીગરી? કેટલો સમય લાગે છે ખાસ કપડા બનાવવામાં? જાણો

આ પણ વાંચો: કોરોના: આ કંપનીએ લીધો ખુબ મોટો નિર્ણય, કર્મચારીઓને એક અઠવાડિયામાં માત્ર ચાર દિવસ કામ