લાલા લજપત રાય ભારતીય રાજકારણની સાથે સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સુધારા માટે જાણીતા છે. ભારતીય સ્વતંત્રતા ચળવળમાં તેમનું યોગદાન એટલું મહાન હતું કે તેની પાછળ ટીમનું બાકીનું યોગદાન છુપાઈ જાય છે. પરંતુ તેમને જે ભારતીય સમાજને દિશા આપવાનું કામ કર્યું તેના કારણે તેમના યોગદાનને વારસા તરીકે જોવામાં આવે છે. 28 જાન્યુઆરીએ તેમને જન્મજયંતિ પર સમગ્ર ભારત તેમને યાદ કરે છે.
લાલા લજપત રાયનો જન્મ 28 જાન્યુઆરી 1865ના રોજ પંજાબના મોગા જિલ્લાના ધુડીકે ગામના અગ્રવાલ જૈન પરિવારમાં થયો હતો. તેમના પિતા મુનશી રાધા કૃષ્ણ અગ્રવાલ સરકારી શાળામાં ઉર્દૂ અને પારસી ભાષાના શિક્ષક હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ રવાડીમાં થયું હતું. ધુડીકેમાં તેમના ઘરને તેમના સન્માનમાં લાલા લજપત રાય મેમોરિયલ લાઇબ્રેરી બનાવવામાં આવી છે.
1880માં લાલા લજપત રાય લાહોરની સરકારી કોલેજમાં જોડાયા, જ્યાં તેઓ લાલા હંસરાજ અને પંડિત ગુરુ દત્ત જેવા દેશભક્તોના સંપર્કમાં આવ્યા હતા. કાયદાનો અભ્યાસ કર્યા બાદ તેમણે હિસારમાં વકીલાત શરૂ કરી હતી. આ સમય દરમિયાન તેઓ આર્યસમાજના સંપર્કમાં આવ્યા અને પછી 1885માં કોંગ્રેસની સ્થાપના સમયે તેઓ તેના મુખ્ય સભ્ય બન્યા. તેઓ હિસાર બાર કાઉન્સિલના સંસ્થાપક સભ્ય બન્યા હતા. એ જ વર્ષે તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની હિસાર જિલ્લા શાખાની પણ સ્થાપના કરી હતી. લાલા લજપત રાયને
આ દરમિયાન 1886માં લાલા લાજપત રાયએ લાહોરમાં દયાનંદ એગ્લો વૈદિક સ્કૂલની સ્થાપનામાં મહાત્મા હંસરાજની મદદ કરી, તેના પછી 1892માં લાહોર ઉચ્ચ ન્યાયલયમાં વકિલાત કરવા લાહોર(હાલના પાકિસ્તાનમાં) ગયા. ત્યાં તેમણે સ્વતંત્રતા આંદોલનમાં પત્રકારત્વમાં યોગદાન આપીને ધ ટ્રિબ્યૂન સહિત કેટલાય સમાચાર પત્રોમાં કામ કર્યું હતું. 1914 બાદ તેમણે વકિલાત છોડી દીધી અને રાષ્ટ્રીય સ્વતંત્રતા આંદોલનમાં જોડાઈ ગયા હતા.
રાજકારણમાં આવ્યા બાદ લાલા લાજપત રાય પહેલા બ્રિટન અને પછી અમેરિકા ગયા. 1917માં તેમણે ન્યૂયોર્કમાં અમેરિકાની ભારતીય હોમ રુલ લીગની સ્થાપના કરી અને અમેરિકી વિદેશ મામલાની હાઉસ કમિટીમાં ભારતમાં બ્રિટિશ રાજ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. આ બત્રીસ પાનાની અરજી રાતોરાત તૈયાર કરવામાં આવી હતી. 1917ના ઓક્ટોબર મહિનામાં અમેરિકી સેનેટમાં તેના ઉપર નિયમાનુસાર ચર્ચા પણ થઈ હતી. કેલિફોર્નિયામાં તેમના સન્માનમાં એક ભોજન સમારંભનું પણ આયોજન થયું હતું.
1919માં લાલા લાજપત રાય ભારત આવ્યા બાદ કોંગ્રેસમાં નેતા તરીકે સક્રિય રહ્યા. તેમણે 1920માં કલકત્તાના અધિવેશનમાં અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેના આગલા વર્ષે તેમણે લાહોરમાં સર્વેંટ્સ ઓફ ધ પીપલ સોસાયટી નામની સંસ્થાની સ્થાપના કરી હતી. આઝાદી બાદ ભાગલા થતા આ સંસ્થા દિલ્હી આવી અને આજે દેશમાં જુદી જુદી જગ્યાએ તેની શાખાઓ છે. તેમણે હિન્દુ સમાજની કુરિવાજો હટાવવા માટે પ્રયાસ કર્યા જેમાં તેમણે વેદોના મહત્વ વિશે ખાસ પ્રચાર કર્યો.
લાલા લાજપત રાયએ 1928માં લાહોરમાં સાઇમન કમીશનનો વિરોધ કર્યો જેના લાઠીચાર્જમાં તેઓ જખ્મી થયા હતા અને કેટલાય દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ હતા. 17 નવેમ્બરે તેમનું મૃત્યું થયું છે. અગ્રેજોએ લાલા લજપત રાયની હત્યા કરી હતી, તેમના પછી લાલાજીના એ કામ પણ સામે આવ્યા જે તેમણે સમાજ સેવા તરીકે કર્યા હતા. તેમણે પંજાબ નેશનલ બેંકની સ્થાપનાની સાથે લક્ષ્મી ઇંશ્યોરન્સ કંપનીની પણ સ્થાપનામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમની માતાના નિધન બાદ તેમણે તેમના નામ ઉપર હોસ્પિટલ ખોલવા માટે એક ટ્રસ્ટની પણ સ્થાપના કરી હતી. દેશમાં જુદી જુદી જગ્યાએ હોસ્પિટલ, શિક્ષણ સંસ્થાઓ, રસ્તા, વગેરેનું નામ લાલા લાજપત રાયના નામ પર છે.