Electric Truck: ભારતના રસ્તાઓ પર ટૂંક સમયમાં દોડશે પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રક, ઓલેક્ટ્રાએ કર્યું સફળ પરીક્ષણ
Olectra Electric Truck: ઓલેક્ટ્રા ટિપર ભારતમાં આ પ્રકારની પ્રથમ ટ્રક છે જે એક વાર ચાર્જ પર 220 કિમી સુધીની મુસાફરી કરી શકે છે. આ ટ્રક ભારે બોગી સસ્પેન્શન ટ્રીપર સાથે બનાવવામાં આવી છે.
ઓલેક્ટ્રા ગ્રીનટેક લિમિટેડ (OLECTRA) એ ઈલેક્ટ્રિક ટ્રક (Electric Truck) સેગમેન્ટમાં વિસ્તરણ કરવાની તેની પહેલના ભાગરૂપે શુક્રવારે 6×4 હેવી-ડ્યુટી ઈલેક્ટ્રિક ટિપરનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. ઓલેક્ટ્રા, ઈલેક્ટ્રિક બસ ઉત્પાદનમાં અગ્રણી અને માર્કેટ લીડર છે, તેણે હવે ટ્રક મેન્યુફેક્ચરિંગમાં પ્રવેશ કર્યો છે અને તે એક પ્રોટોટાઈપ હેવી-ડ્યુટી ઇલેક્ટ્રિક ટિપર પ્લેટફોર્મ પર બનેલ છે. ઓલેક્ટ્રા ટિપર ભારતમાં આ પ્રકારની પ્રથમ ટ્રક છે જે એક વાર ચાર્જ પર 220 કિમી સુધીની સફર કરી શકે છે. આ ટ્રક ભારે બોગી સસ્પેન્શન ટ્રીપર સાથે બનાવવામાં આવી છે, જે 25 ટકાથી વધુ ઊંચાઈ અથવા ઢાળ સાથે રસ્તાઓ પર દોડવા સક્ષમ છે.
આપણે બધા જોઈ રહ્યા છીએ કે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઝડપથી વધી રહી છે, આવા સમયે અમારી કંપની દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ ઇલેક્ટ્રિક ટ્રક ગેમ ચેન્જર સાબિત થશે. આ પ્રકારનું પ્રથમ ટિપર વિવિધ સુવિધાઓ સાથે આવી રહ્યું છે. જેમ બજારમાં લોકો ઓછી કિંમતે સારા ઉત્પાદનોની શોધ કરે છે, તે જ હેતુથી ઓલેક્ટ્રાએ તેમના સ્વપ્નને સાકાર કરવાનો પ્રયાસ કર્યો છે.
ઓલેક્ટ્રા ગ્રીનટેક લિમિટેડની સ્થાપના 2000માં થઈ હતી
ઓલેક્ટ્રા ગ્રીનટેક લિમિટેડની સ્થાપના 2000 માં કરવામાં આવી હતી. ઓલેક્ટ્રા ગ્રીનટેક લિમિટેડ (પબ્લિક લિસ્ટેડ કંપની) – MEIL ગ્રુપનો એક ભાગ છે. 2015 માં, ઓલેક્ટ્રાએ ભારતમાં ઇલેક્ટ્રિક બસો શરૂ કરી. ઓલેક્ટ્રાએ પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક માટે સિલિકોન રબર/કમ્પોઝિટ ઇન્સ્યુલેટરની ભારતની સૌથી મોટી ઉત્પાદક છે.