પેટ્રોલ -ડીઝલના આસમાને આંબતા ભાવ વચ્ચે ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ બમણું થયું, વાર્ષિક ધોરણે 218 ટકાની આશ્ચર્યજનક વૃદ્ધિ

હીરો મોટોકોર્પ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર માર્કેટમાં સૌથી વધુ વેચાણ હિસ્સો ધરાવે છે. એ જ રીતે ટાટા મોટર્સ 85.37 ટકા સાથે ઈલેક્ટ્રિક કાર એટલે કે ઈ-પેસેન્જર વાહનોના માર્કેટ શેરમાં આગળ છે.

પેટ્રોલ -ડીઝલના આસમાને આંબતા ભાવ વચ્ચે ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ બમણું થયું, વાર્ષિક ધોરણે 218 ટકાની આશ્ચર્યજનક વૃદ્ધિ
ઈલેક્ટ્રીક વાહન તરફ લોકોનો વધતો ઝુકાવ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 9:06 AM

દેશભરમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ(Electric vehicles sales)માં જોરદાર તેજી નોંધાઈ છે. મોંઘા પેટ્રોલ અને ડીઝલ(Petrol – Diesel Price Hike)ની અસર એ પણ છે કે લોકો હવે ઈલેક્ટ્રીક વાહન તરફ પોતાનો રસ દાખવી રહ્યા છે. ઓટોમોબાઈલ ડીલર્સના સંગઠન FADAએ તેના જાહેર કરેલા ડેટામાં જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2021-22માં દેશમાં કુલ 4,29,217 ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું છે જ્યારે નાણાકીય વર્ષ 2020-21માં માત્ર 1,34,821 ઈ-વાહનોનું વેચાણ થયું હતું. નાણાકીય વર્ષ 2021-22માં ઇલેક્ટ્રિક ઓટો રિક્ષાનું વેચાણ પણ સારું રહ્યું હતું. આ સમયગાળા દરમિયાન ઈ-ઓટો રિક્ષાના કુલ 1,77,874 યુનિટ્સનું વેચાણ થયું હતુંઆ રીતે વાર્ષિક ધોરણે 218 ટકાની આશ્ચર્યજનક વૃદ્ધિ નોંધાઈ હતી.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

એક વર્ષમાં સ્કૂટરના 2,31,338 યુનિટ વેચાયા

અહેવાલ અનુસાર વેચાણમાં સૌથી મજબૂત વધારો ઇલેક્ટ્રિક સ્કૂટર (two wheeler sales 2022) સેગમેન્ટમાં જોવા મળ્યો હતો. વાર્ષિક ધોરણે તેમાં 463.61 ટકાનો વધારો જોવા મળ્યો છે. દરમિયાન ઇલેક્ટ્રિક કારના વેચાણમાં પણ વધારો જોવા મળ્યો હતો. નાણાકીય વર્ષ 2020-21માં 41,046 ઈલેક્ટ્રિક સ્કૂટર્સનું વેચાણ થયું હતું પરંતુ નાણાકીય વર્ષ 2021-22માં આ જ વેચાણનો આંકડો વધીને 2,31,338 યુનિટ થઈ ગયો છે.

ઓટો રીક્ષાના વેચાણે પણ સ્પીડ પકડી

નાણાકીય વર્ષ 2021-22માં ઇલેક્ટ્રિક ઓટો રિક્ષાનું વેચાણ પણ સારું રહ્યું હતું. આ સમયગાળા દરમિયાન ઈ-ઓટો રિક્ષાના કુલ 1,77,874 યુનિટ્સનું વેચાણ થયું હતું જ્યારે નાણાકીય વર્ષ 2020-21માં માત્ર 88,391 યુનિટ્સનું વેચાણ થયું હતું. આ સિવાય જો આપણે ઈલેક્ટ્રિક કોમર્શિયલ વ્હીકલની વાત કરીએ તો ગ્રાહકોએ પણ આ સેગમેન્ટમાં તેમની રુચિ બતાવવાનું શરૂ કરી દીધું છે.

નાણાકીય વર્ષ 2021-22માં આવા વાહનોનું વેચાણ 2203 યુનિટ થયું હતું, જ્યારે નાણાકીય વર્ષ 2020-21માં માત્ર 400 યુનિટ્સનું વેચાણ થયું હતું. આ સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે 450.75 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

આ કંપનીઓ સૌથી વધુ માર્કેટ શેર ધરાવે છે

હીરો મોટોકોર્પ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર માર્કેટમાં સૌથી વધુ વેચાણ હિસ્સો ધરાવે છે. એ જ રીતે ટાટા મોટર્સ 85.37 ટકા સાથે ઈલેક્ટ્રિક કાર એટલે કે ઈ-પેસેન્જર વાહનોના માર્કેટ શેરમાં આગળ છે. છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશને આંબી રહ્યા છે તેથી ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપનીઓ ફાયદો ઉઠાવી રહી છે. તેમના વેચાણમાં અપેક્ષા કરતાં ઘણો વધારો થયો છે.

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : ફરી મોંઘુ થયું તમારા વાહનનું ઇંધણ, અમદાવાદમાં 1 લીટર પેટ્રોલની કિંમત 105.41 રૂપિયા

આ પણ વાંચો : Twitterના બોર્ડમાં જોડાશે Elon Musk, 9% હિસ્સા સાથે સૌથી મોટા શેરધારક બનશે,જાણો શું રહી CEO પરાગ અગ્રવાલની પ્રતિક્રિયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255

g clip-path="url(#clip0_868_265)">