WhatsApp અને Telegramથી પણ મોકલી શકાશે અદાલતની નોટિસ, સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી

|

Sep 25, 2020 | 2:12 PM

દેશમાં કોરોના વાઈરસની મહામારી છે અને તેના લીધે અદાલતની કાર્યવાહીમાં પણ ઈન્ટરનેટ સેવાઓનો ઉપયોગ થઈ રહ્યો છે. વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વિવિધ કેસની સુનાવણી કરવામાં આવી રહી છે. જો કે કોરોના વાઈરસના આ સમયમાં નોટિસ મોકલવા માટે સુપ્રીમ કોર્ટે ટેલી મેસેન્જર સેવાઓને મંજૂરી આપી છે. આમ વોટસએપ, ટેલિગ્રામ કે ઈમેઈલના મારફતે અદાલતની નોટિસ મોકલી શકાશે. Facebook […]

WhatsApp અને Telegramથી પણ મોકલી શકાશે અદાલતની નોટિસ, સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી

Follow us on

દેશમાં કોરોના વાઈરસની મહામારી છે અને તેના લીધે અદાલતની કાર્યવાહીમાં પણ ઈન્ટરનેટ સેવાઓનો ઉપયોગ થઈ રહ્યો છે. વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વિવિધ કેસની સુનાવણી કરવામાં આવી રહી છે. જો કે કોરોના વાઈરસના આ સમયમાં નોટિસ મોકલવા માટે સુપ્રીમ કોર્ટે ટેલી મેસેન્જર સેવાઓને મંજૂરી આપી છે. આમ વોટસએપ, ટેલિગ્રામ કે ઈમેઈલના મારફતે અદાલતની નોટિસ મોકલી શકાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?

 

આ પણ વાંચો :   ચીનની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો, WHOએ કોરોનાની તપાસ માટે વુહાન શહેરમાં મોકલી ટીમ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ એ બોબડની પીઠે કહ્યું કે અમારા ધ્યાનમાં આવ્યું છે કે નોટિસ, સમન વગેરે સેવાઓ માટે પોસ્ટ ઓફિસની મુલાકાત સંભવ નથી. આથી નોટિસ અને સમન જેવી સેવાઓ માટે તમામ પ્રકારની ઈમેઈલ સર્વિસ કે ફેક્સ કે સંદેશ સેવાઓ ઓનલાઈન માધ્યમનો ઉપયોગ કરી શકાશે. કેન્દ્ર સરકાર તરફથી કેકે વેણુગોપાલે દલીલ કરી હતી કે વોટસએપના આ સેવાઓમાં સામેલ કરવામાં આવે નહીં જો કે સુપ્રીમ કોર્ટે આ દલીલને ગ્રાહ રાખી નહોતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ હવે કોઈપણ અદાલતની નોટિસ કે સમનને વોટસએપ, ઈમેઈલ કે ટેલિગ્રામના માધ્યમથી પણ મોકલી શકાશે. ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસની મહામારી હોવાથી આ સેવાને લાગુ કરવામાં આવી છે. દેશમાં સતત કોરોના વાઈરસના કેસ વધી રહ્યાં છે એ સમયે ભારતની સુપ્રીમ કોર્ટે આ રીતે નોટિસ કે સમન મોકલવાની મંજૂરી આપી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

 

Published On - 12:39 pm, Fri, 10 July 20

Next Article