
બદલાતી જતા આબોહવાને કારણે હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. આમાં અનિશ્ચિતતા વધી છે. ભારે વરસાદ પડી રહ્યો છે અને ક્યાંક પૂરની સ્થિતિ સર્જાઈ છે. તો ક્યાંક આપણે દુષ્કાળનો સામનો કરી રહ્યા છીએ. વાદળ ફાટવાના બનાવો પણ વધ્યા છે. આને ધ્યાનમાં રાખીને સરકારે એક મોટું પગલું ભર્યું છે. જેથી સમયસર હવામાનની સચોટ માહિતી મેળવી શકીએ. આ માટે AI અને મશીન લર્નિંગની મદદથી હવામાન વિશેની દરેક માહિતી એકઠી કરવામાં મદદરૂપ થશે. આ સંદર્ભમાં મિશન મોસમ જેવું મોટું પગલું ભરવામાં આવ્યું છે. આ માટે 2 હજાર કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે.
મિશન મોસમ હેઠળ કૃત્રિમ વાદળો વિકસાવવા અને રડારની સંખ્યામાં 150 ટકાથી વધુનો વધારો કરવા માટે પ્રયોગશાળાઓ બનાવવાની સાથે સાથે નવા ઉપગ્રહો, સુપર કોમ્પ્યુટર અને ઘણું બધું જરૂરી તમામ સાધનો અને ઉપકરણોના ઉમેરવાનો સમાવેશ થશે.
કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવનું કહેવું છે કે, આ પાંચ વર્ષનું મિશન બે તબક્કામાં લાગુ કરવામાં આવશે. પ્રથમ તબક્કો માર્ચ 2026 સુધી ચાલશે. આમાં ઓબ્ઝર્વેશન નેટવર્કને વિસ્તારવા પર ફોકસ કરવામાં આવશે. તેમાં લગભગ 70 ડોપ્લર રડાર, સારા કોમ્પ્યુટર અને 10 વિન્ડ પ્રોફાઇલર અને 10 રેડિયોમીટર લગાવવામાં આવશે.
બીજા તબક્કામાં, નિરીક્ષણ ક્ષમતાઓને વધુ વધારવામાં આવશે. આ માટે સેટેલાઇટ અને એરક્રાફ્ટને જોડવા પર ફોકસ કરવામાં આવશે.
મિશન મોસમનો ઉદ્દેશ્ય ટૂંકાથી મધ્યમ ગાળાની હવામાન આગાહીની ચોકસાઈને સુધારવાનો છે, જે હાલમાં પાંચથી લઈને 10 ટકા પર લક્ષિત છે. આ સાથે તમામ મોટા મહાનગરોમાં હવાની ગુણવત્તાના અનુમાનમાં 10 ટકાનો સુધારો કરવો પડશે.