બેદરકારી રાખી તો વધી શકે છે Coronaનો પ્રકોપ, છૂટ પણ પાછી ખેંચાઈ શકે છે: આરોગ્ય મંત્રાલય

દેશમાં કોરોનાની સ્થિતી પર પ્રેસ કોન્ફરન્સ કરતા આરોગ્ય સચિવ લવ અગ્રવાલે કહ્યુ કે દેશમાં 66 જિલ્લા એવા છે જ્યાં 10 ટકાથી વધારે સંક્રમણ સ્તર છે.

બેદરકારી રાખી તો વધી શકે છે Coronaનો પ્રકોપ, છૂટ પણ પાછી ખેંચાઈ શકે છે: આરોગ્ય મંત્રાલય
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2021 | 9:27 PM

દેશમાં કોરોના (Corona Virus)ની સ્થિતી પર પ્રેસ કોન્ફરન્સ કરતા આરોગ્ય સચિવ લવ અગ્રવાલે (Love Agrawal) કહ્યું કે દેશમાં 66 જિલ્લા એવા છે જ્યાં 10 ટકાથી વધારે સંક્રમણ સ્તર છે. દેશમાં 86 જિલ્લા એવા છે, જ્યાં રોજના 100 કેસ આવી રહ્યા છે. 90 જિલ્લામાં 80ટકા કેસ રિપોર્ટ થઈ રહ્યા છે. લિમિટેડ એરિયામાં કેસ સમેટાયા છે. તેમણે કહ્યું કે કેન્દ્રના સ્ટેટ સાથે મળીને કોરોના સંક્રમણને કંટ્રોલ કરવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે. રિકવરી રેટમાં ઘણો વધારો થયો છે.

પરિસ્થિતી આ રહી તો વધી શકે છે કેસ

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

આરોગ્ય મંત્રાલય (Health Ministry) તરફથી પ્રેસ કોન્ફરન્સમાં મસૂરીના કેમ્પટી ફોલના વિઝ્યુઅલ બતાવવામાં આવ્યા. કહેવામાં આવ્યું કે કોવિડ ગયો નથી. આ જ પરિસ્થિતી રહી તો આપણ ફરી ફેલ થઈ શકીએ છીએ. આરોગ્ય મંત્રાલયે દુનિયાના કેટલાય કોરોનાના કેસમાં ઘટાડો થયા બાદ ફરી વધવાનું ઉદાહરણ આપ્યુ.

તેમણે કહ્યું કે યૂકે, રશિયા, બાંગ્લાદેશ, સાઉથ આફ્રિકા, કોરિયા, ઈન્ડોનેશિયામાં કેસ વધી રહ્યા છે. બાંગ્લાદેશમાં ત્રીજી લહેરમાં સૌથી વધારે કેસ આવી રહ્યા છે. સાઉથ કોરિયામાં પણ કેસ વધી રહ્યા છે. માસ્ક સંબંધિત છૂટ આપી હતી પણ હવે ફરી પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યા છે. ઈન્ડોનેશિયામાં પણ કેસ વધી રહ્યા છે.

બેદરકારીથી વધી શકે છે વાયરસનો પ્રકોપ 

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નીતિ આયોગના સભ્ય વીકે પોલે કહ્યું કે કેન્દ્ર સરકારે કોરોનાના નિયમોના ઉલ્લંઘનના ફોટા પર ચિંતા વ્યક્ત કરી છે. કેટલીય જગ્યા પર ખુલ્લે આમ બેદરકારી થઈ રહી છે. શહેર, બજાર, ટૂરિસ્ટ પ્લેસ પર દરેક જગ્યાએ પ્રધાનમંત્રીએ પણ ભીડને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. બેદરકારીથી વાયરસનો પ્રકોપ વધી શકે છે.

લોકલ એડમિનિસ્ટ્રેશન કોવિડ નોર્મ્સનું પાલન કરાવે 

તેમણે આગળ કહ્યું કે ટુરિઝમ હોવું જોઈએ. જિંદગી વધવી જોઈએ પણ બેદરકારી ન વર્તવી જોઈએ. નહીં તો વાયરસનો પ્રકોપ વધશે. અપીલ છે કે આ રીતનો માહોલ પેદા ન કરીએ. હવે એ માહોલ નથી આવ્યો. આ રીતે વાયરસને મોકો આપીશું તો આપણને જે છૂટ મળી છે તે પણ છીનવાઈ શકે છે. તેમણે કહ્યું પર્યટન સ્થળના લોકલ એડમિનિસ્ટ્રેશનની જવાબદારી છે કે કોવિડના નોર્મ્સનું પાલન કરાવે. વીકે પૉલે કહ્યું કે બાળકો માટે ઝાયડસ કેડિલાની વેક્સિનને એક્ઝામાઈન કરવામાં આવી રહી છે.

ડેટાને જોતા જે રેકમેન્ડેશન સામે આવશે તેને ફોલો કરીશુ. કોવિડ યાત્રા પર લવ અગ્રવાલે કહ્યું કે કોવિડ યાત્રાને લઈને જે કડકાઈ હતી, તેમાં ઢીલ મળી છે. જે પણ કાર્ય થાય તે સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને કરવાનું છે.

આ પણ વાંચો: કોરોનામાં અનાથ થયેલા બાળકોને હવે 18 વર્ષના બદલે 21 વર્ષ સુધી આર્થિક સહાય અપાશે : સીએમ રૂપાણી

Latest News Updates

ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
g clip-path="url(#clip0_868_265)">