નવનીત રાણાને અમરાવતીથી ટિકિટ મળી, ભાજપે ઉમેદવારોની 7મી યાદી કરી જાહેર
ભાજપે બુધવારે લોકસભાની બે બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા. ભાજપે અમરાવતી (મહારાષ્ટ્ર)થી વર્તમાન અપક્ષ સાંસદ નવનીત રાણાને ટિકિટ આપી છે.

ભાજપે આજે બુધવારે લોકસભાની બે બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે મહારાષ્ટ્રના અમરાવતીથી વર્તમાન અપક્ષ સાંસદ નવનીત રાણાને ટિકિટ આપી છે. જ્યારે ગોવિંદ કરજોલને કર્ણાટકના ચિત્રદુર્ગમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાનની બહાર હનુમાન ચાલિસા કરવાના મુદ્દે નવનીત રાણા દેશભરમાં ચર્ચામાં આવ્યા હતા. ઉમેદવાર બનાવ્યા બાદ નવનીત રાણાએ કહ્યું કે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનો આભાર માને છે. પાર્ટીએ તેમનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જેના માટે તેઓ આભારી છે.
નવનીત રાણા અમરાવતીના વર્તમાન અપક્ષ સાંસદ છે. 2019ની ચૂંટણીમાંમાં, નવનીત રાણાએ શિવસેનાના આનંદરાવ અડસુલને હરાવીને અપક્ષ ઉમેદવાર તરીકે બેઠક જીતી હતી. એપ્રિલ 2022માં મુંબઈ પોલીસે નવનીત રાણા વિરુદ્ધ બીજી ફરિયાદ નોંધી હતી. જ્યારે તેણી અને તેના પતિની તત્કાલીન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના ખાનગી નિવાસસ્થાનની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની ધમકી આપવા બદલ “વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટ પેદા કરવા” માટે કથિત રીતે ધરપકડ કરવામાં આવી હતી.
નવનીત રાણા સીએમ આવાસ ખાતે હનુમાન ચાલીસાના પાઠ કર્યા બાદ વિવાદોમાં ઘેરાઈ ગયા હતા અને પોલીસે તેમની સામે કાર્યવાહી કરી હતી. લોકસભાની ચૂંટણી દરમિયાન જ્યારે તેમને ટિકિટ આપવામાં આવી ત્યારે ઘણા વર્તુળોમાં વિરોધ થયો હતો, પરંતુ પાર્ટીએ આખરે તેમને ઉમેદવાર બનાવ્યા.
ભાજપે અમરાવતીથી નવનીત રાણાને ઉતાર્યા મેદાનમાં
ભાજપે મહારાષ્ટ્રમાંથી અત્યાર સુધીમાં 24 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભાજપે પહેલા બે તબક્કામાં પોતાના ઉમેદવારોની જાહેરાત કરી હતી. પહેલી યાદીમાં 20 ઉમેદવારોના નામ હતા. બીજી યાદીમાં ત્રણ ઉમેદવારોના નામ હતા. હવે ત્રીજી યાદીમાં નવનીત રાણાનું નામ છે.
અમરાવતી લોકસભા બેઠક પરથી ભાજપે નવનીત રાણાને પક્ષના સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કર્યા હોવા છતાં તેને ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લી લોકસભા ચૂંટણી દરમિયાન નવનીત રાણાને NCPના સમર્થિત ઉમેદવાર માનવામાં આવી રહ્યા હતા. અમરાવતીમાં તેમને સમર્થન મળ્યું હતું. તે ચૂંટણી જીતી ગઈ હતી, પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં સત્તાના સમીકરણો બદલાઈ ગયા છે. ભાજપ વિરુદ્ધ પ્રચાર કરનાર નવનીત રાણા હવે ભાજપ સાથે છે અને પાર્ટીએ તેમને અમરાવતીથી સત્તાવાર ઉમેદવાર બનાવ્યા છે.