ભાજપના આ 12 સાંસદના પગારમાં થશે મોટો ઘટાડો, જાણો શું છે કારણ

રાજીનામું આપનારા સાંસદોમાં બે કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહ્લાદ પટેલ પણ સામેલ છે. તે સિવાય રાજ્યસભા સાંસદ કિરોડી લાલ મીણાએ પણ રાજીનામું આપી દીધુ છે. આ સિવાય રાકેશ સિંહ, ઉદય પ્રતાપ સિંહ, રીતિ પાઠક, દિયા કુમારી, રાજ્યવર્ધન સિંહ રાઠોર, ગોમતી સાઈ અને અરૂણ સાઓ સામેલ છે.

ભાજપના આ 12 સાંસદના પગારમાં થશે મોટો ઘટાડો, જાણો શું છે કારણ
Follow Us:
| Updated on: Dec 07, 2023 | 7:12 PM

3 રાજ્ય મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 21 સાંસદોને પણ મેદાનમાં ઉતાર્યા હતા પણ તેમાંથી 12 સાંસદ જીત્યા છે. જેમાંથી 11 સાંસદોએ અત્યાર સુધી સંસદ સભ્યના પદ પરથી રાજીનામું પણ આપી દીધુ છે. જ્યારે કેન્દ્રીય મંત્રી રેણુકા સિંહે હજુ સુધી રાજીનામુ આપ્યુ નથી.

કોને-કોને આપ્યુ રાજીનામું

રાજીનામું આપનારા સાંસદોમાં બે કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહ્લાદ પટેલ પણ સામેલ છે. તે સિવાય રાજ્યસભા સાંસદ કિરોડી લાલ મીણાએ પણ રાજીનામું આપી દીધુ છે. આ સિવાય રાકેશ સિંહ, ઉદય પ્રતાપ સિંહ, રીતિ પાઠક, દિયા કુમારી, રાજ્યવર્ધન સિંહ રાઠોર, ગોમતી સાઈ અને અરૂણ સાઓ સામેલ છે.

તમને જણાવી દઈએ કે આ સાંસદ હવે ધારાસભ્ય બની ગયા છે, તેથી હવે તે દિલ્હીમાં નહીં બેસે પણ પોતાના રાજ્યની રાજધાનીમાં બેઠકો કરશે. ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે આ સાંસદોના પગારમાં પણ હવે ઘટાડો થઈ જશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સાંસદ હતા ત્યારે કેટલો મળતો હતો પગાર?

લોકસભા અને રાજ્યસભા સાંસદોની એક મહિનાની બેઝિક સેલરી 1 લાખ રૂપિયા છે. તે સિવાય જ્યારે સંસદ સત્ર ચાલુ હોય છે તો દરેક દિવસ બે હજાર રૂપિયાનું ભથ્થુ પણ મળે છે. આ સાથે જ 70 હજાર રૂપિયાનું ભથ્થુ મતદાર વિસ્તાર માટે અને ઓફિસના ખર્ચ માટે 60 હજાર રૂપિયા મળે છે.

મધ્યપ્રદેશમાં જીતેલા સાંસદોને કેટલો મળશે પગાર?

મધ્યપ્રદેશમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહ્લાદ પટેલ સિવાય રાકેશ સિંહ, ઉદય પ્રતાપ સિંહ અને રીતિ પાઠકે વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી છે અને સંસદ સભ્યના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. એમપીમાં હાલ ધારાસભ્યને 1.10 લાખ રૂપિયા પગાર મળે છે. તેમાં 30,000 બેઝિક સેલરી છે અને 70,000 રૂપિયા ભથ્થા તરીકે મળે છે. જ્યારે મુખ્યપ્રધાનને બે લાખ, કેબિનેટ મંત્રીઓને 1.70 લાખ અને રાજ્ય મંત્રીઓને 1.45 લાખ રૂપિયા પગાર-ભથ્થુ દર મહિને મળે છે.

છત્તીસગઢમાં જીતેલા સાંસદોને કેટલો મળશે પગાર?

છત્તીસગઢમાં ગોમતી સાઈ, અરૂણ સાઓ અને રેણુકા સિંહે ચૂંટણી જીતી છે. છત્તીસગઢ વિધાનસભાની વેબસાઈટ પરથી મળેલી જાણકારી મુજબ અહીં ધારાસભ્યોને દર મહિને 1.17 લાખ રૂપિયાની સેલરી અને ભથ્થા મળે છે. જેમાં 20 હજાર રૂપિયા બેઝિક સેલરી છે. જ્યારે મુખ્યપ્રધાનને 1,32,500 રૂપિયા, મંત્રીઓને 1,17,500 રૂપિયા અને રાજ્ય મંત્રીઓને 1,07,500 રૂપિયાની સેલરી અને ભથ્થા મળે છે.

રાજસ્થાનમાં જીતેલા સાંસદોને કેટલો મળશે પગાર?

રાજસ્થાનમાં કિરાડી લાલ મીણા, દિયા કુમારી, રાજ્યવર્ધન સિંહ રાઠોર અને મહંત બાલકનાથે વિધાનસભા ચૂંટણી જીતી છે અને તમામ સાંસદે રાજીનામું પણ આપી દીધુ છે. વર્ષ 2019માં ઓગસ્ટ મહિનામાં જ રાજસ્થાનમાં સેલરી અને ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો. હાલમાં ધારાસભ્યોને 40,000 રૂપિયા બેઝિક સેલરી મળે છે, આ સિવાય 75,000 રૂપિયા ભથ્થા તરીકે મળે છે. સાથે જ સત્ર દરમિયાન 2 હજાર રૂપિયાનું ભથ્થુ અને ટેલીફોન બિલ માટે દર મહિને 2500 રૂપિયા મળે છે.

ત્યારે તમને જણાવી દઈએ કે જો કોઈ સાંસદથી ધારાસભ્ય બની જાય છે તો તેને સાંસદની પેન્શનની સાથે જ ધારાસભ્યની સેલરી પણ મળશે અને ધારાસભ્ય પદથી હટાવ્યા બાદ સાંસદ અને ધારાસભ્ય બંનેનું પેન્શન મળે છે. હાલમાં લોકસભાના પૂર્વ સાંસદોને દર મહિને 25,000 અને રાજ્યસભાના પૂર્વ સાંસદોને 27,000 રૂપિયા પેન્શન મળે છે. દર 5 વર્ષે પેન્શનમાં વધારો પણ કરવામાં આવે છે.

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">