AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG Rate Hikes: મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ કે ગુજરાત કયું રાજ્ય દેશને સૌથી વધુ LPG સપ્લાય કરે છે?

LPGના ભાવમાં મે મહિનાના પહેલા દિવસે જ વધારો થયો હતો. કોમર્શિયલ LPG સિલિન્ડર (19 કિલો)ની કિંમતમાં 993 અને 5 કિલો સિલિન્ડરની કિંમતમાં 261 રૂપિયાનો વધારો થયો. ગેસના ભાવમાં વધારા વચ્ચે, ભારતમાં LPG ઉત્પાદનનું કેન્દ્ર ક્યાં છે અને કયા રાજ્યો તેના ઉત્પાદનમાં આગળ છે તે અંગે પ્રશ્નો ઉભા થાય છે.

LPG Rate Hikes: મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ કે ગુજરાત કયું રાજ્ય દેશને સૌથી વધુ LPG સપ્લાય કરે છે?
Reliance LPG Plant GujaratImage Credit source: Reliance Industries
| Updated on: May 02, 2026 | 12:22 PM
Share

મે મહિના ના શરૂઆતમાં જ LPGના ભાવમાં વધારો થયો છે. કોમર્શિયલ LPG સિલિન્ડર 19 KGના ભાવમાં 993 રૂપિયા અને 5 KG સિલિન્ડરમાં 261 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. થોડા સમય પહેલા ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો હતો. ઈરાન અને ઇઝરાયલ-યુએસ યુદ્ધને કારણે સર્જાયેલા ગેસ સંકટ બાદ સરકારે જાહેરાત કરી હતી કે ભારતની ગેસની જરૂરિયાતના 60 ટકા સુધીનું ઉત્પાદન સ્થાનિક સ્તરે થઈ રહ્યું છે.

ભારતમાં LPGનું કેન્દ્ર ક્યાં છે?

LPG ઉત્પાદન  વડોદરા, મથુરા, પાણીપત અને હલ્દિયા જેવા શહેરોમાં થાય છે. જો કે ગુજરાત આ ક્ષેત્રમાં અગ્રણી રાજ્ય છે. ગુજરાતમાં જામનગરને સૌથી મોટું LPG ઉત્પાદક માનવામાં આવે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)જામનગરમાં વિશ્વનું સૌથી મોટું રિફાઇનિંગ કોમ્પ્લેક્સ ધરાવે છે. આ રિફાઇનરી પેટ્રોલ, ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનો સાથે મોટી માત્રામાં LPGનું ઉત્પાદન કરે છે. આ જ કારણ છે કે જામનગર ભારતનું ઉર્જા કેન્દ્ર બન્યું છે.

LPG કેવી રીતે બને છે?

LPG બે રીતે બનાવવામાં આવે છે કાચા તેલને રિફાઇન કરીને અને કુદરતી ગેસની પ્રોસેસિંગ દ્વારા. કાચા તેલને ગરમ કરવામાં આવે ત્યારે અલગ-અલગ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ બને છે. જેમાંથી LPG પણ એક હોય છે. તેને ટાંકીમાં સંગ્રહિત કરીને સિલિન્ડરમાં ભરીને ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે છે.

દેશમાં LPGનો વપરાશ કેટલો છે?

આ વર્ષે જાન્યુઆરીમાં LPGનો વપરાશ 3012 મેટ્રિક ટન હતો અને ફેબ્રુઆરીમાં 2822 મેટ્રિક ટન હતો. જે માર્ચમાં ઘટીને 2379 મેટ્રિક ટન થયો છે. જે જાન્યુઆરીની સરખામણીમાં 26.6% ઘટાડો દર્શાવે છે. હાલમાં LPG પુરવઠાને અસર થઈ રહી છે. ઘરેલુ ઉપયોગ માટે LPG સપ્લાય કરવાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. સરકારી ડેટા અનુસાર, LPG વિતરકો તરફથી LPGની કોઈ અછત નોંધાઈ નથી. ગયા અઠવાડિયે LPG સિલિન્ડર બુકિંગમાં 98%નો વધારો થયો છે. છેતરપિંડી અટકાવવા માટે ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ (DAC) આધારિત ડિલિવરીમાં 94%થી વધુનો વધારો થયો છે. ગ્રાહકોના રજિસ્ટર્ડ મોબાઇલ નંબરો પર DAC પ્રાપ્ત થાય છે.

ઘરમાં LPGનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો?

  1. પ્રેશર કુકરમાં રસોઈ કરવી તેનાથી ગેસ ઓછો વપરાય છે. દાળ, શાક, ચોખા જેવી વસ્તુઓ માટે આ સૌથી સારી રીત હોય છે
  2. જો સગડીનો બર્નર ગંદો હોય તો આગ સારી રીતે નથી લાગતી અને ગેસ વધુ વપરાય છે
  3. વાસણ ઢાંકીને રસોઈ કરવાથી ખોરાક ઝડપથી બને છે અને ગેસ ઓછો વપરાય છે
  4. ગેસના પાઇપમાં અથવા રેગ્યુલેટરમાં લીકેજ ન હોય તેની ચકાસણી કરવી કારણ કે નાની લીકેજ પણ મોટું નુકસાન કરી શકે છે

આ પણ વાંચો: ઉનાળામાં ટમેટાં બગડી જાય છે? તો આ ટિપ્સ કરો ફોલો મહિનાઓ સુધી બગડશે નહીં, જુઓ વીડિયો

Follow Us
જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV
જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
g clip-path="url(#clip0_868_265)">