ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં 55 વર્ષીય ડાયાબિટીસની મહિલાના મૂત્રાશયમાંથી એક હજારથી વધુ પથરી કાઢવામાં આવી છે. હોસ્પિટલના જણાવ્યા અનુસાર, આ મહિલા દુર્લભ ક્રોનિક બીમારીમાંથી પસાર થઈ રહી હતી. આ એક કિડનીનો રોગ છે. જેમાં કિડનીમાં સોજા, ભૂખ ઓછી લાગવી, ઊલટી-ઊબકા થવા, થાક લાગવો, નાની ઉંમરે લોહીનું દબાણ ખૂબ ઊંચું રહેવુ વગેરે જેવા રોગ જોવા મળે છે અલગ અલગ વ્યક્તિઓમાં અલગ અલગ રોગ જોવા મળે છે. ત્યારે આ મહિલાનું ઓપરેશન કરતા ડોક્ટરે 1,241 પથરીઓ કાઢી છે.
મહિલાનું લેપ્રોસ્કોપિક કોલેસીસ્ટેક્ટોમી કરીને મૂત્રાશયની પથરીઓની ચિંતાજનક સંખ્યા શોધી કાઢી છે. ત્યારે 16 ફેબ્રુઆરી, 2023ના રોજ ડૉક્ટરોએ તેમના શરીરમાંથી 1,241 પથરીઓ કાઢી હતી. કબજિયાત, જઠરનો સોજો, પેટનું ફૂલવું, પેટની જમણી બાજુમાં દુખાવો અને ભૂખ ન લાગવાના લક્ષણો સાથે તેમને એક અઠવાડિયા પહેલા ડૉ. મોહન્સ ડાયાબિટીસ સ્પેશિયાલિટી સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરીક્ષણ કરતા પેટના અલ્ટ્રાસાઉન્ડથી જાણવા મળ્યું કે દર્દીને પિતાશયમાં ઘણી બધી પથરી જોવા મળી હતી અને જે બાદ તાત્કાલિક સર્જિકલ પ્રક્રિયામાંથી પસાર થવાની સલાહ આપવામાં આવી હતી.
ડોક્ટરે જણાવ્યું હતુ કે મહિલાની પરિસ્થિતિ એવી થઈ ગઈ હતી કે તાત્કાલિક સર્જરીની જરૂરિ હતી. અને ત્યાર બાદ સર્જરી કરતા પિત્તાશયમાંથી એટલે કે મૂત્રાશયમાંથી 1,241 જેટલી નાની મોટી પથરી કાઢવામાં આવી હતી. આટલી મોટી સંખ્યામાં પથરી જોઈને ડોક્ટર પણ ચોંકી ગયા હતા, જેમણે જણાવ્યું હતુ કે “મેં મારી એકંદર તબીબી પ્રેક્ટિસના વર્ષમાં આટલી મોટી સંખ્યામાં પથરી નિકળી હોય તેવું પહેલી વાર જોયું,” લેપ્રોસ્કોપિક સર્જન ડૉ આર બાલામુરુગને આ જણાવ્યું હતું.
આ પ્રક્રિયા વરિષ્ઠ એનેસ્થેટીસ્ટ ડો. સતીશ બાબુના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. તેમણે એ હકીકતનો ઉલ્લેખ કર્યો હતો કે ડાયાબિટીસને કારણે પિત્તાશયની પથરી ખૂબ જ સામાન્ય છે. લોકો વધુ ચરબીવાળા ખોરાક અને અતિશય આહારને ટાળીને પથ્થરી થતા અટકાવી શકે છે. અને આ પહેલો એવો કેસ છે જેમાં એક મહિલાના પિત્તાશયમાંથી 1,200 થી વધુ પથરીઓ કાઢવામાં આવી હોય. તેમજ જો ત્યાં માત્ર એક કે બે પથરી હોય તો અપચો જેવા હળવા લક્ષણો જ જોવા મળે છે. જ્યારે પિત્તાશય અવરોધાય છે, ત્યારે પાંસળીમાં દુખાવો પાંસરાની જમણી બાજુએ શરૂ થાય છે.