AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Modi Cabinet Reshuffle 2026 : મોદી મંત્રીમંડળમાં થશે ધરખમ ફેરફાર, રાજનાથ સિંહ – નીતિન ગડકરી થશે આઉટ, સ્મૃતિ ઈરાની-અનુરાગ ઠાકુર થશે ઈન ?

Modi Cabinet Reshuffle : છેલ્લા કેટલાક દિવસથી નરેન્દ્ર મોદીની આગેવાનીની એનડીએ સરકારના મંત્રીમંડળમાં ધરખમ ફેરફાર થવાની ધારણાઓ ધારવામાં આવી રહી છે. આ ધારણાઓ સાચી હોવાના કેટલાક રાજકીય સંકેતો પણ મળી રહ્યાં છે. જો કે, કેન્દ્રીય કેબિનેટમાંથી વયોવૃદ્ધ એવા રાજનાથસિંહ અને નીતિન ગડકરીને માનભેર વિદાય અપાય તેવો તખ્તો ઘડાઈ રહ્યો છે. જ્યારે તેમના સ્થાને ભાજપના જાણીતા ચહેરા સ્મૃતિ ઈરાની અને અનુરાગ ઠાકુરનો સમાવેશ કરવામાં આવે તેવા અહેવાલ વહેતા થયા છે.

Modi Cabinet Reshuffle 2026 : મોદી મંત્રીમંડળમાં થશે ધરખમ ફેરફાર, રાજનાથ સિંહ - નીતિન ગડકરી થશે આઉટ, સ્મૃતિ ઈરાની-અનુરાગ ઠાકુર થશે ઈન ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મિૃતિ ઈરાની
| Updated on: Jul 03, 2026 | 6:59 PM
Share

Modi Cabinet expansion : સંસદના ચોમાસુ સત્ર પહેલાં નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં સંભવિત ફેરબદલને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ વ્યાપક બની છે. વિવિધ મીડિયા અહેવાલોમાં એવો ચોંકાવનારો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારમાં કેટલાક વરિષ્ઠ પ્રધાનોને પડતા મુકવા સહીતના મોટા ફેરફારો થઈ શકે છે. જોકે, અત્યાર સુધી કેન્દ્ર સરકાર અથવા ભાજપ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

સ્મૃતિ ઈરાનીની કેબિનેટમાં વાપસીની અટકળો

મીડિયા અહેવાલો અનુસાર, પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને ફરીથી મોદી કેબિનેટમાં સ્થાન મળી શકે છે. 2024ની લોકસભા ચૂંટણીમાં અમેઠી બેઠક પરથી, કોંગ્રેસના કિશોરી લાલ શર્મા સામે કારમા પરાજય બાદ સ્મૃતિ ઈરાનીને વડાપ્રધાન મોદીએ તેમની સરકારમાં સામેલ કર્યાં નહોતા. હવે એવી ચર્ચા છે કે, વડાપ્રધાન મોદી-ભાજપ તેમને ફરીથી પ્રધાન બનાવીને કેટલીક મહત્વની જવાબદારી સોંપી શકે છે.

સ્મૃતિ ઈરાની અગાઉ મોદી સરકારમાં માનવ સંસાધન વિકાસ, માહિતી અને પ્રસારણ, કાપડ, મહિલા અને બાળ વિકાસ તેમજ લઘુમતી બાબતો જેવા મહત્વપૂર્ણ મંત્રાલયો સંભાળી ચૂક્યા છે. કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તેમની વાપસી પાછળ ભાજપની લાંબા ગાળાની ચૂંટણી રણનીતિ હોઈ શકે છે.

સ્મિૃતિ થકી અમેઠી માટે ભાજપની તૈયારી?

અહેવાલો મુજબ, સ્મૃતિ ઈરાનીને ફરીથી કેબિનેટમાં સ્થાન આપવાનો નિર્ણય 2029ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવી શકે છે. 2024ની ચૂંટણીમાં કોંગ્રેસના કિશોરી લાલ શર્માએ અમેઠી બેઠક પરથી સ્મૃતિ ઈરાનીને એક લાખથી વધુ મતોથી હરાવ્યા હતા. રાજકીય વિશ્લેષકો માને છે કે ભાજપ આગામી ચૂંટણી માટે અત્યારથી જ તૈયારી શરૂ કરી શકે છે.

અનુરાગ ઠાકુર અને જિતિન પ્રસાદના નામ પણ ચર્ચામાં

મોદી મંત્રીમંડળના સંભવિત વિસ્તરણને લઈને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનું નામ પણ ચર્ચામાં છે. હિમાચલ પ્રદેશની આગામી રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભાજપ તેમને ફરીથી કેન્દ્રીય કેબિનેટમાં તક આપી શકે તેવી અટકળો ચાલી રહી છે.

તે ઉપરાંત ઉત્તર પ્રદેશના નેતા જિતિન પ્રસાદનું નામ પણ સંભવિત મંત્રીઓની યાદીમાં હોવાનું કેટલાક અહેવાલોમાં જણાવાયું છે.

રાજનાથ સિંહ અને નીતિન ગડકરી અંગે શું ચર્ચા?

કેટલાક મીડિયા અહેવાલોમાં એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે, મંત્રીમંડળમાં મોટા ફેરફાર દરમિયાન કેટલાક વરિષ્ઠ નેતાઓની જવાબદારીઓમાં બદલાવ થઈ શકે છે. તેમાં રાજનાથ સિંહ અને નીતિન ગડકરીના નામ પણ ચર્ચામાં છે. સાથે જ એવી અટકળો પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે, રાજનાથ સિંહને ભવિષ્યમાં અન્ય કોઈ મહત્વપૂર્ણ બંધારણીય પદ માટે વિચારવામાં આવી શકે. જોકે, આ તમામ દાવાઓ અંગે ભાજપ કે કેન્દ્ર સરકાર તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

સત્તાવાર જાહેરાતની જોવાઈ રહી છે રાહ

હાલમાં મંત્રીમંડળમાં ફેરબદલને લઈને ચાલી રહેલી તમામ ચર્ચાઓ માત્ર મીડિયા અહેવાલો અને રાજકીય અટકળો પર આધારિત છે. સંભવિત ફેરફારો અંગે સ્પષ્ટતા ત્યારે જ થશે જ્યારે કેન્દ્ર સરકાર અથવા ભાજપ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરાય.

ભાવ જ ના વધ્યા હોય તો ઘટવાની વાત જ કેવી ? પેટ્રોલ-ડીઝલના ભાવ પર બોલ્યા પ્રધાન હરદીપસિંહ પુરી

Follow Us
અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ
અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ
સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન
સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન
Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય
Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય
નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી
નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી
વીજપોલની માર્કેટ રેટ કમિટીની બેઠકને લઈ ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટ્યા
વીજપોલની માર્કેટ રેટ કમિટીની બેઠકને લઈ ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટ્યા
અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયું 5 કરોડનું કોકેઈન , જુઓ Video
અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયું 5 કરોડનું કોકેઈન , જુઓ Video
સુરતના કામરેજમાં LPG ગેસ લીકેજથી ભીષણ આગ
સુરતના કામરેજમાં LPG ગેસ લીકેજથી ભીષણ આગ
વડોદરા અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજને કેન્દ્ર સરકારે આપી મંજૂરી
વડોદરા અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજને કેન્દ્ર સરકારે આપી મંજૂરી
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર
અમરેલીમાં સિંહ શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં પહોંચ્યો
અમરેલીમાં સિંહ શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં પહોંચ્યો
g clip-path="url(#clip0_868_265)">