AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કીર્તિ પટેલ સામેના 15 કેસનો ગુનાહિત ઇતિહાસ જોતા જામીન અરજી ફગાવી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2026 | 1:32 PM
Share

સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની પૂણા પોલીસે ધરપકડ કરી હતી. ત્યારે હવે કીર્તિ પટેલના ગુનાહિત ઇતિહાસ જોતા જામીન અરજી ફગાવી દીધી છે. કીર્તિ પટેલને પોલીસનો કોઈ ડર ન હોય તે પ્રકારનો અંદાજમાં હોય છે.

સુરતમાં ખંડણી કેસમાં કીર્તિ પટેલના જામીન સુરત કોર્ટે રદ કર્યા છે. કીર્તિ પટેલ સામે 15 કેસો નોંધાયા છે. કીર્તિ પટેલના ગુનાહિત ઇતિહાસ જોતા જામીન અરજી ફગાવી દીધી છે.ગુનાહિત ઇતિહાસ જોતા જામીન પર મુક્ત કરવાથી સમાજમાં વિપરીત સંદેશ જાય તેવું કોર્ટે નોંધ્યું હતુ.થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની 5 ધરપકડ કરી હતી. વિવાદિત કીર્તિ પટેલ સામે લેન્ડ ગ્રેબિંગનો સિકંજો પણ છે.વર્ષ 2019થી જૂઠું બોલીને મકાન ભાડે રાખ્યા બાદ કીર્તિ પટેલે ગેરકાયદે કબજો જમાવી રાખ્યો હતો.

કીર્તિ પટેલ સામે 15 કેસો નોંધાયા

કોરોના કાળના નિયમોનો દુરુપયોગ કરીને ભાડું આપ્યા વિના મકાન ખાલી કરવાનો ઇનકાર કર્યો તો.કંટાળેલા મકાનમાલિકે ‘ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ’ હેઠળ પુણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો. પુણા પોલીસ કીર્તિ પટેલને કોર્ટમાં રજૂ કરી હતી. તેમજ કીર્તિ પટેલ સામે 15 કેસો નોંધાયા છે. કીર્તિ પટેલના ગુનાહિત ઇતિહાસ જોતા જામીન અરજી ફગાવી દીધી છે.

 

 

IT એક્ટની કલમ 67 હેઠળ એક ફરિયાદ મુજબ ધરપકડ

ભાવનગરના વેપારી દ્વારા સોશિયલ મીડિયામાં બદનાક્ષી કરવા અને ધમકી આપવા અંગે ફરિયાદ નોંધાવી હતી કીર્તિ પટેલ દ્વારા અગાવ બળાત્કારની ફરિયાદ માટે 12 લાખનું સેટિંગ કર્યું હતું , ફરિયાદ રાજુ ભમ્મર પાસેથી દોઢ વર્ષ દરમિયાન 3.12 કરોડ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ તમામ બાબતે પુણા પોલીસે વિવિધ કલમો ઉમેરી કીર્તિ પટેલની ધરપકડ કરી હતી.પોલીસે BNS ની ધારા 296(b) (અશ્લીલ શબ્દોનો ઉપયોગ), એક્સ્ટોર્શન, માનહાનિ, ગુનાહિત ધમકી અને ગુનાહિત ષડયંત્ર સહિત IT એક્ટની કલમ 67 હેઠળ એક ફરિયાદ મુજબ ધરપકડ કરી હતી.

વિવાદમાં રહેતી મીડિયા ઈન્ફ્લ્યુએન્સર ફરી એકવાર કાયદાના સકંજામાં આવી, કીર્તિ પટેલનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">