AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK : શું ભારત અને પાકિસ્તાન ગોલ્ડ મેડલ માટે સીધા ટકરાશે ? જાણો

Asian Games 2026 : જાપાનમાં થવા જઈ રહેલી એશિયન ગેમ્સમાં ક્રિકેટ ઈવેન્ટ હશે. જેમાં ભારત,પાકિસ્તાન જેવી ટીમોને સીધી ક્વાર્ટર ફાઈનલમાં એન્ટ્રી મળી છે. આ માટે ગ્રુપ સ્ટેજ રમાશે નહી

IND vs PAK : શું ભારત અને પાકિસ્તાન ગોલ્ડ મેડલ માટે સીધા ટકરાશે ?  જાણો
| Updated on: Aug 13, 2026 | 9:10 AM
Share

કોઈ વર્લ્ડકપ નહી કોઈ એશિયા કપ નહી. ભારત અને પાકિસ્તાનની ટક્કર જોવા માટે ક્રિકેટ ચાહકો આતુર છે. ભારત અને પાકિસ્તાનની ટીમ હવે સીધી એશિયન ગેમ્સ 2026માં ઉતરશે. અહી એશિયા કપની અન્ય ટીમની જેમ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે.અહી એશિયાની અન્ય ટીમોની જેમ ગોલ્ડ મેડલ જીતવાનો પ્રયત્ન કરશે. પરંતુ આ ગેમ્સનું શેડ્યુલ વર્લ્ડકપ અને એશિયા કપ જેવી ટૂર્નામેન્ટથી થોડું અલગ છે. જો બધું આશા પ્રમાણે રહ્યું તો ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી ગોલ્ડ મેડલ મેચ માટે ટકકર થઈ શકે છે. જો આવું ન થયું તો ભારત-પાકિસ્તાન મેચ જોવા મળશે નહી.

ભારત-પાકિસ્તાન સીધા ક્વાર્ટર ફાઈનલમાં

જાપાનના નાગૌયામાં 19 સપ્ટેમ્બર થી 4 ઓક્ટોબર સુધી એશિયન ગેમ્સ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. સતત બીજી વખત આ ગેમ્સમાં ક્રિકેટને સ્થાન મળ્યું છે. પરંતુ ક્રિકેટ મેચ 17 સ્પ્ટેમ્બરથી શરુ થશે અને 3 ઓક્ટોમ્બર સુધી ચાલશે.

આ પહેલા પણ 8 ટીમોની મહિલા ક્રિકેટ મેચ રમાશે. ત્યારપછી 10 ટીમોની સાથે પુરુષ ક્રિકેટ મેચ રમાશે. આ બંનેમાં ભારત,પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશને ક્વાર્ટર ફાઈનલમાં એન્ટ્રી આપવામાં આવી છે. અન્ય ટીમોને ગ્રુપ સ્ટેજ મેચ રમવી પડશે.

હવે વાત એશિયન ગેમ્સમાં ક્રિકેટ શેડ્યુલની કરીએ તો. ટૂર્નામેન્ટનું આખું શેડ્યુલ હજું રિલીઝ થયું નથી. કારણ કે, બંને ઈવેન્ટમાં હજુ સુધી ક્વોલિફાય ટીમનો ખુલાસો થયો નથી. પરંતુ જો ક્વાર્ટર ફાઈનલ સ્ટેજમાંથી ભારત અને પાકિસ્તાન જેની મેચ નક્કી છે. તો સ્પષ્ટ છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. કોઈ મેડલ માટે રમાશે અથવા બને ટીમ ટકરાશે નહી.

માત્ર મેડલ માટે ટકકર થશે

ભારતને ક્વાર્ટફાઈનલ 1માં રાખવામાં આવ્યું છે. જ્યારે પાકિસ્તાનને ક્વાર્ટર ફાઈનલ 2માં રાખવામાં આવ્યું છે. જો બંને ટીમ પોતાની મેચ જીતે છે. તો સેમિફાઈનલમાં પહોંચશે. જો સેમિફાઈનલમાં પણ તેની ટક્કર થશે નહી. કારણ કે, ભારતીય ટીમ ક્વાર્ટર ફાઈનલ 3ની વિજેતા સાથે રમશે. જ્યારે પાકિસ્તાનને ક્વાર્ટર ફાઈનલ-4માં ટકરાવાનું થશે. જો બંને ટીમ પોતાની સેમિફાઈનલ મેચ જીતે છે. તો તેના વચ્ચે ફાઈનલમાં ગોલ્ડ મેડલ માટે મેચ રમાશે.

જો બંને ટીમ પોતાની સેમિફાઈનલ મેચ હારે છે. તો તેના વચ્ચે ત્રીજા સ્થાન માટે બ્રોન્ઝ મેડલ માટે મેચ રમાશે. પરંતુ કોઈ પણ ટીમ ક્વાર્ટર ફાઈનલ હારી અથવા બંને ક્વાર્ટર ફાઈનલ હારી તો પછી ભારત-પાકિસ્તાનની મેચ જોવા મળશે નહી. એક ટીમ જીતશે અને એક ટીમ હારશે. તો પણ ટકકર જોવા મળશે નહી. હવે ક્રિકેટ ચાહકો પ્રાર્થના કરશે કે, બંને ટીમની ટકકર જોઈ શકે.

Breaking News : શ્રીલંકા પ્રવાસ પર ટીમ ઈન્ડિયા સાથે ગયેલા આ ખેલાડીને નોકરી મળી અહી ક્લિક કરો

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">