AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મણિપુરમાં મુખ્યપ્રધાનના કાર્યક્રમ સ્થળે ટોળાએ તોડફોડ કરી આગ લગાડી, ચુરાચંદપુરમાં બંધનું એલાન

મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહ આજે શુક્રવારે ચુરાચંદપુર જિલ્લામાં એક જીમ અને સ્પોર્ટ્સ સુવિધાનું ઉદ્ઘાટન કરવાના હતા. આ પહેલા ગઈકાલ ગુરુવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ બેકાબુ ટોળાએ ઉદ્ધાટન સ્થળે પહોંચી તોડફોડ કરી અને આગચંપીનો બનાવને અંજામ આપ્યો હતો.

મણિપુરમાં મુખ્યપ્રધાનના કાર્યક્રમ સ્થળે ટોળાએ તોડફોડ કરી આગ લગાડી, ચુરાચંદપુરમાં બંધનું એલાન
Violence breaks out again in Manipur (File)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2023 | 6:59 AM
Share

મણિપુરની રાજધાની ઇમ્ફાલથી લગભગ 63 કિમી દૂર ચુરાચંદપુર જિલ્લામાં મુખ્યમંત્રી એન બિરેન સિંહના કાર્યક્રમના સ્થળે ટોળાએ ભારે તોડફોડ કરી અને આગ ચાંપી દીધી. ઘટનાસ્થળે પહોંચેલી સ્થાનિક પોલીસે ભીડને વિખેરી નાખી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે હાલ પરિસ્થિતિ તંગ છે.

જણાવી દઈએ કે મુખ્યમંત્રી એન. બિરેન સિંહ આજે શુક્રવારે જિલ્લામાં એક જીમ અને સ્પોર્ટ્સ સુવિધાનું ઉદ્ઘાટન કરવાના હતા. આ પહેલા ગુરુવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ બેકાબુ ટોળાએ ઘટના સ્થળે પહોંચી તોડફોડ અને આગચંપીનો બનાવને અંજામ આપ્યો હતો.

સીએમ બિરેન સિંહનો કાર્યક્રમ રદ્દ ?

આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક હોલની અંદર મોટી ભીડ ખુરશીઓ તોડતી અને સંપત્તિને નુકસાન કરતી જોવા મળે છે. ટોળાએ રમતગમતના સાધનો અને જ્યાં મુખ્યમંત્રીનો કાર્યક્રમ યોજવાનો હતો તે મેદાનમાં મંડપ અને રાચરચીલાને પણ આગ ચાંપી દીધી હતી. જોકે અધિકારીઓએ હજુ સુધી એ વાતની પુષ્ટિ કરી નથી કે સીએમ બિરેન સિંહનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે કે નહીં.

સ્વદેશી જનજાતિ મંચે વિરોધ કર્યો

મીડિયા અહેવાલો અનુસાર, વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કથિત રીતે આદિવાસી નેતાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ લોકો ભાજપ સરકાર દ્વારા આરક્ષિત અને સંરક્ષિત જંગલો અને વેટલેન્ડ જેવા સમાન વિસ્તારોના સર્વે સામે વાંધો ઉઠાવી રહ્યા છે. સ્વદેશી આદિજાતિ મંચે આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકારે કોઈપણ વિચાર કર્યા વિના ચર્ચને પણ તોડી પાડ્યા છે.

જિલ્લામાં આજે બંધનું એલાન

એક નિવેદનમાં, સ્વદેશી જનજાતિ મંચે કહ્યું કે તેને સરકાર અને તેના કાર્યક્રમો સાથે અસહકારનું અભિયાન ચલાવવાની ફરજ પડી છે. તેમણે આજે શુક્રવાર સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી જિલ્લામાં બંધનું એલાન પણ આપ્યું છે.

કુકી વિદ્યાર્થી સંગઠને ટેકો આપ્યો

મણિપુર સ્થિત, કુકી વિદ્યાર્થી સંગઠન પણ સ્વદેશી જનજાતિ મંચના સમર્થનમાં આવ્યું છે. સંગઠને કહ્યું કે અમે ધાર્મિક સ્થળોને તોડી પાડવા અને આદિવાસી ગામોને ગેરકાયદેસર રીતે ખાલી કરાવવા સહિત આદિવાસીઓના અધિકારોમાં ઘટાડો કરવાની આકરી નિંદા કરીએ છીએ. તમને જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં સરકારે મણિપુરમાં ત્રણ ચર્ચને ગેરકાયદે બાંધકામ હોવાનું જણાવીને તોડી પાડ્યા હતા.

મણિપુર હાઈકોર્ટમાં અપીલ

આ પછી એક સ્થાનિક સંગઠને મણિપુર હાઈકોર્ટનો સંપર્ક કર્યો. કાર્યવાહક ચીફ જસ્ટિસ એમવી મુરલીધરનની બેન્ચે જણાવ્યું હતું કે ગેરકાયદે બાંધકામો સાથે વ્યવહાર કરવા માટે દસ્તાવેજો, નીતિગત નિર્ણયો અને સુપ્રીમ કોર્ટના નિર્દેશો પર આધારિત છે.

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">