Uttarakhand: ઉતરાખંડના ચકરાતામાં અકસ્માત, ગાડી ખીણમાં પડતા 12થી વધુના મોત, 5 ઈજાગ્રસ્ત

|

Oct 31, 2021 | 1:27 PM

Uttarakhand road accident અકસ્માતની માહિતી મળ્યા બાદ, ચકરાતા એસડીએમ, પોલીસ અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ અને રાહત કામગીરી હાથ ધરી છે.

Uttarakhand: ઉતરાખંડના ચકરાતામાં અકસ્માત, ગાડી ખીણમાં પડતા 12થી વધુના મોત, 5 ઈજાગ્રસ્ત
UTTRAKHAND ACCIDENT

Follow us on

ઉત્તરાખંડના ચકરાતા વિસ્તારમાં બાયલા ગામથી વિકાસનગર જઈ રહેલું એક વ્હીકલ ખાઈમાં પડી ગયું હતું. તેમાં 19 લોકો સવાર હતા. વાહનમાં સવાર 19 પૈકી 13ના મોત થયા હોવાની વિગતો સામે આવી રહી છે. જ્યારે બાકીના લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. ગ્રામજનો બચાવ અને રાહત કાર્યમાં જોડાયા છે. ઉતરાખંડનો આ અત્યંત દુર્ગમ વિસ્તાર હોવાના કારણે રેસ્ક્યુ ટીમને પણ સમય લાગી રહ્યો છે. બીજી તરફ માર્ગ અકસ્માતની માહિતી મળ્યા બાદ, ચકરાતા એસડીએમ, પોલીસ અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે જ્યારે વિપક્ષના નેતા પ્રીતમ સિંહ અકસ્માત સ્થળે પહોચશે.

પ્રાપ્ત સમાચાર મુજબ, માર્યા ગયેલા અને ઈજાગ્રસ્ત તમામ લોકો એક જ ગામના રહેવાસી હતા. અકસ્માતનું પ્રાથમિક કારણ પુરપાટ ઝડપે આવતા વાહનની બેફામગતી હોવાનું કહેવાય છે. હાલ અકસ્માતના કારણની ચોક્કસ તપાસ કરવામાં આવી રહી છે. રાહત અને બચાવ કાર્ય હજુ ચાલુ છે. ઉત્તરાખંડના ચકરાતામાં રવિવારે એક દર્દનાક અકસ્માત થયો. ચકરાતાના દૂરના વિસ્તાર તુની રોડ પર સવારે 10 વાગ્યે આ અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ, ચકરાતાના ભરમ ખાટના બાયલા ગામથી વિકાસનગર જતી યુટિલિટી વાનનો ઉપર કાબુ ગુમાવતા, બાયલા-પિંગુવા રોડ પાસે ઉંડી ખીણમાં પડી હતી.

પ્રાથમિક માહિતી મુજબ કારમાં 16 લોકો સવાર હતા. પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે અને ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાનું કહેવાય છે. પોલીસ-પ્રશાસનને જાણ કરવામાં આવી છે. હાલ સ્થાનિક લોકો દ્વારા રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દહેરાદૂનથી એસડીઆરએફ, જિલ્લા પોલીસ અને ફાયર બ્રિગેડની રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે ગઈ છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ દહેરાદૂન જિલ્લાના ચકરાતા ખાતે બુલહદ-બિલા રોડ પર માર્ગ અકસ્માતમાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે જિલ્લા વહીવટીતંત્રને રાહત અને બચાવ કામગીરીને વધુ તીવ્ર બનાવવા અને ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવા જણાવ્યું છે.

13 મૃતદેહ મળી આવ્યા
ખીણમાંથી 13 મૃતકોના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસ-પ્રશાસનની ટીમો સ્થળ પર હાજર છે. સ્થાનિક લોકો પણ રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે. માહિતી મળતાં જ દહેરાદૂનથી એસડીઆરએફ, જિલ્લા પોલીસ અને ફાયર બ્રિગેડની રાહત ટીમ ઘટનાસ્થળે ગઈ હતી. ચકરાતાના એસડીએમ સૌરભ અસ્વાલે જણાવ્યું કે ચકરાતા અને તુની તાલુકાની રેવન્યુ ટીમ દુર્ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. દેહરાદૂનના ડીએમ ડો. આર રાજેશ કુમારે જણાવ્યું કે એસડીએમ અને એડીએમ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. દેહરાદૂનથી ડોક્ટરોની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ડીએમએ કહ્યું કે, ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતદેહ સંબંધીઓને સોંપવામાં આવશે. સરકાર દ્વારા મૃતકો અને ઘાયલોને આર્થિક મદદ કરવાની ભલામણ કરવામાં આવી છે.

આ પણ  વાંચોઃ Harmanpreet Kaur: ભારતીય કેપ્ટને બોલ અને બેટથી ધમાલ મચાવી, લાંબી સિક્સરનો વરસાદ, વિરોધી ટીમ સહિત આખી દુનિયા જોતી રહી

Published On - 11:39 am, Sun, 31 October 21

Next Article