મહારાષ્ટ્રના આર્થિક અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો, અપરિણીતોની સંખ્યામાં વધારો

મહારાષ્ટ્રના આર્થિક અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો, અપરિણીતોની સંખ્યામાં વધારો

મહારાષ્ટ્ર રાજ્યનો આર્થિક અહેવાલ રજૂ થયો અને તેમાં ચોંકાવનારો ખુલાસો થયો. ખુલાસો એ વાતનો કે મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં અપરિણિત યુવાઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. રાજ્યમાં અડધાથી વધારે એટલે કે લગભગ 53 ટકા યુવાઓ પરણ્યા વિનાના છે.

આ પણ વાંચોઃ રાજ્યસભા ચૂંટણી મુદ્દે સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો મળ્યા બાદ કોંગ્રેસના નેતાઓના ચહેરા પરથી નૂર ગાયબ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

છોકરો 21 વર્ષનો થાય અને છોકરી 18 વર્ષની એટલે ઘરવાળા તેને પરણાવાના સપના જોવા લાગે પણ બદલાતા જમાનામાં આ વિચાર બદલાઈ ગયો છે. આ સાથે જ અનેક એવા પરિબળો છે. જેને કારણે મહારાષ્ટ્રનું અડધા ભાગનું યંગિસ્તાન પરણ્યા વિનાનું છે. રાજ્યમાં 53.5 ટકા પુરુષો અપરિણિત, 42.5 ટકા મહિલાઓ અવિવાહિત છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આટલો મોટો આંકડો ચિંતાજનક તો જરૂર છે. પણ તેનાથીયે વધુ ચિંતાજનક છે તેના કારણો જોવામાં આવે તો, શિક્ષણ કે નોકરી માટે યુવાઓનું સ્થળાંતર, લાંબા સમય સુધી ચાલતું શિક્ષણ, દિન પ્રતિ દિન વધતી જતી બેરોજગારી, કાયમી નોકરી ન હોવાથી યુવાઓમાં ચિંતાના કારણો સામે આવે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati