AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ‘મહાકુંભ વાયરલ ગર્લ’ મોનાલિસાની મુશ્કેલીમાં વધારો, NHRCની નોટિસ બાદ હવે થશે ‘ઉંમરની તપાસ’

'મહાકુંભ વાયરલ ગર્લ' તરીકે જાણીતી મોનાલિસા ભોંસલેની મુશ્કેલીઓમાં ફરી એકવાર વધારો થયો છે. મોનાલિસા અને ફરમાનના લગ્ન બાદ હવે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) એક્શનમાં આવ્યું છે. આયોગે મોનાલિસાની ઉંમર અંગે શંકા જતાં ખરગોન એસપીને તપાસના આદેશ આપ્યા છે, જેના કારણે હવે મોનાલિસાએ પોતાની ઉંમરના સાચા પુરાવા રજૂ કરવા પડશે.

Breaking News: 'મહાકુંભ વાયરલ ગર્લ' મોનાલિસાની મુશ્કેલીમાં વધારો, NHRCની નોટિસ બાદ હવે થશે 'ઉંમરની તપાસ'
| Updated on: Apr 08, 2026 | 8:13 PM
Share

મધ્યપ્રદેશના ખરગોન મંડળની રહેવાસી અને ‘મહાકુંભ વાયરલ ગર્લ’ તરીકે જાણીતી મોનાલિસા ભોંસલેની મુશ્કેલીઓ હજુ વધવાની છે. મોનાલિસા-ફરમાનને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC-National Human Rights Commission of India)ની નોટિસ મળી છે. મોનાલિસાની ઉંમરની તપાસ કરવામાં આવશે. લગ્ન કર્યા બાદ હવે મોનાલિસાની ઉંમરનું પ્રમાણ આપવું પડશે.

મોનાલિસાની ‘ઉંમર’ તપાસવાનો આદેશ

રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ દિલ્હીએ એસપી (SP) ખરગોનને નોટિસ પાઠવી મોનાલિસાની ઉંમરની તપાસ કરવા અંગેના આદેશ બહાર પાડ્યા છે. આ સાથે જ મધ્યપ્રદેશ અને કેરળના મુખ્ય સચિવ તેમજ ડીજીપી (DGP)ને સંકલન સાધવા માટેના નિર્દેશો પણ આપવામાં આવ્યા છે.

માતા-પિતાએ આક્ષેપો કર્યા

નોંધનીય છે કે, મોનાલિસા-ફરમાનના લગ્ન પછી મોનાલિસાના પિતા જયસિંહ ભોંસલે અને માતા લતા ભોંસલે સહિત ફિલ્મ ‘ધ ડાયરી ઓફ મણિપુર’ના ડાયરેક્ટર સનોજ મિશ્રાએ મોનાલિસાના સગીર હોવાના આક્ષેપો કર્યા હતા. સાથે જ મીડિયા સમક્ષ પરિવારના તમામ સભ્યો અને સમાજના લોકોએ ફરમાન પર છેતરામણીથી લગ્ન કરવાના તેમજ મોનાલિસા સગીર હોવાના આક્ષેપો પણ કર્યા હતા. ખરગોન એસપી રવીન્દ્ર વર્માને તપાસ બાદ કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા છે.

દસ્તાવેજોમાં છેડછાડ કર્યા હોવાની ‘શંકા’

ફરિયાદમાં એવી શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે કે, યુવતીની ઉંમર સાથે જોડાયેલા દસ્તાવેજોમાં છેડછાડ કરવામાં આવી હોઈ શકે છે અથવા ખોટી માહિતી આપવામાં આવી હોઈ શકે છે. આ ઉપરાંત લગ્ન દરમિયાન કોઈ પ્રકારનું દબાણ, છેતરામણીથી સંબંધ બાંધવા અથવા ઓળખ છુપાવવા જેવા પાસાઓની તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. ફરિયાદીએ સમગ્ર મામલે તપાસ, દસ્તાવેજોના સત્યતાની પુષ્ટિ અને લગ્નમાં સહમતિની સ્થિતિ સ્પષ્ટ કરવાની અપીલ કરી છે.

આ મામલાને ગંભીરતાથી લેતા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગએ મધ્યપ્રદેશની સાથે-સાથે કેરળ પ્રશાસનને પણ તપાસમાં જોડાવા નિર્દેશ આપ્યા છે. બંને રાજ્યોના મુખ્ય સચિવ અને પોલીસ વડાને પરસ્પર તાલમેલ સાથે તપાસ આગળ વધારવા માટે કહેવામાં આવ્યું છે, જેનાથી સ્પષ્ટ થાય કે મામલાના દરેક પાસાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.

Breaking News: RBI ગવર્નરે સામાન્ય માણસ માટે કરી દીધી આ 5 ‘મોટી જાહેરાત’, હવે આની તમારા ખિસ્સા પર શું અસર થશે?

Follow Us
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
g clip-path="url(#clip0_868_265)">