લોકસભા ચૂંટણીમાં આ 25 બેઠક પર દેશના દિગ્ગજ નેતાઓ પોતાની કિસ્મત અજમાવી રહ્યા હતા અને કેટલાક હારી ગયા
23 મેના દિવસની સૌ કોઈ રાહ જોઈ રહ્યું હતું. પરંતુ જ્યારે મતદાન પેટીઓ ખુલી તો ખુશીનો માહોલ દેશની સૌથી મોટી પાર્ટી ભાજપના સમર્થકોમાં હતી. મહત્વનું છે કે કોંગ્રેસ 2014માં ભાજપ સામે હારી ચૂકી હતી અને UPA-2નો અંત આવ્યો હતો. પરંતુ રાહુલ ગાંધીના નેતૃત્વમાં જ્યારે કોંગ્રેસે ત્રણ રાજ્યમાં જેમ-તેમ સરકાર બનાવી લીધી તો લાગ્યું કે આગામી […]
23 મેના દિવસની સૌ કોઈ રાહ જોઈ રહ્યું હતું. પરંતુ જ્યારે મતદાન પેટીઓ ખુલી તો ખુશીનો માહોલ દેશની સૌથી મોટી પાર્ટી ભાજપના સમર્થકોમાં હતી. મહત્વનું છે કે કોંગ્રેસ 2014માં ભાજપ સામે હારી ચૂકી હતી અને UPA-2નો અંત આવ્યો હતો. પરંતુ રાહુલ ગાંધીના નેતૃત્વમાં જ્યારે કોંગ્રેસે ત્રણ રાજ્યમાં જેમ-તેમ સરકાર બનાવી લીધી તો લાગ્યું કે આગામી લોકસભા એટલે 2019ની ચૂંટણીમાં કોઁગ્રેસ કમાલ કરી દેખાશે.
19 મેના રોજ છેલ્લા તબક્કાના મતદાન બાદ એગ્ઝિટ પોલ સામે આવતા સૌ કોઈ હેરાન હતું. અને વિશ્વાસ કરવા માટે પ્રયત્ન કરી રહ્યું હતું. પણ પરિણામ આવ્યું તો એગ્ઝિટ પોલ પણ સાચા પડી ગયા અને ભાજપના અધ્યક્ષ અમિત શાહે કરેલો દાવો પણ સાચો સાબિત થયો. ભાજપ ફરી એક વખત જંગી બહુમતી સાથે પોતાની સરકાર બનાવશે. ત્યારે દેશની એવી કેટલીક બેઠક હતી જ્યાથી દેશના દિગ્ગજો પોતાની કિસ્મત અજમાવી રહ્યા હતા. અને જેમાંથી કેટલાક નેતાઓ હારી ચૂક્યા છે. જોવામાં આવે તો રાહુલ ગાંધી પણ અમેઠથી હારી ગયા છે.
ક્રમ | લોકસભા બેઠક | ભાજપના ઉમેદવાર | કોંગ્રેસ અને અન્ય ઉમેદવાર | જીતનાર પાર્ટી |
1 | વારાણસી | નરેન્દ્ર મોદી | અજય રાય | BJP |
2 | વાયનાડ | તુષાર વેલ્લાપલ્લી | રાહુલ ગાંધી | CONG |
3 | રાયબરેલી | દિનેશ પ્રતાપ | સોનિયા ગાંધી | CONG |
4 | અમેઠી | સ્મૃતી ઈરાની | રાહુલ ગાંધી | BJP |
5 | પટનાસાહેબ | રવિશંકર પ્રસાદ | શત્રુધ્ન સિન્હા | BJP |
6 | પાટલીપુત્ર | રામકૃપાલસિંહ | મિસા ભારતી (RJD) | BJP |
7 | લખૈન | રાજનાથસિંહ | પૂનમ સિન્હા | BJP |
8 | ભોપાલ | સાધ્વી પ્રજ્ઞા | દિગ્ગવિજય | BJP |
9 | બેગુસરાય | ગીરીરાજસિંહ | કનૈયા કુમાર(UF) | BJP |
10 | ગુરુદાસપુર | સની દેઓલ | સુનિલ જાખડ | BJP |
11 | મથુરા | હેમા માલિની | મહેશ પાઠક | BJP |
12 | રામપુર | જયા પ્રદા | આઝમ ખાન (SP) | SP |
13 | આસનસોલ | બાબુલ સુપ્રીયો | દેવ વર્મા | BJP |
14 | પુરી | સંબિત પાત્રા | પીનાકી મિશ્રા (BJD) | BJD |
15 | મૈનપુરી | પ્રેમસિંહ | મુલાયમસિંહ (SP) | SP |
16 | આઝમગઢ | નિરહૂઆ | અખિલેશ (SP) | SP |
17 | ગુના | કે.પી યાદવ | જ્યોતિરાદિત્ય સિંધિયા | BJP |
18 | ચંદીગઢ | કિરણ ખેર | પવન બંસલ | BJP |
19 | ઉ.પૂ.દિલ્હી | મનોજ તિવારી | શિલા દિક્ષિત | BJP |
20 | તૂમકૂર | જી.એસ બસવારાજ | એચ.ડી દૈવેગોડા | BJP |
21 | પૂર્વી દિલ્હી | ગૌતમ ગંભીર | આતીશી (AAP) | BJP |
22 | મધેપૂરા | દિનેશ યાદવ (JD U) | શરદ યાદવ (RJD) | JD (U) |
23 | દિલ્હી ઉ.પ | હંસરાજ | રાજેશ લીલોથા | BJP |
24 | દક્ષિણી દિલ્હી | રમેશ બીદુરી | રાઘવ ચઢ્ઢા (AAP) | BJP |
25 | પશ્ચિમી દિલ્હી | પ્રવેશ વર્મા | મહાબલ મિશ્ર | BJP |