લોકસભા ચૂંટણી 2024: ભાજપે મધ્યપ્રદેશની 29 પૈકી 24 બેઠકોના ઉમેદવારોના નામો કર્યા જાહેર, સિંધિયા ગુનાથી રિપીટ તો શિવરાજને વિદિશાથી અપાઈ ટિકિટ

ભાજપે મધ્યપ્રદેશની 29 પૈકી 24 સીટોના ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે. જ્યોતિરાદિત્ય સિમધિયા ગુના અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ વિદિશાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે સતત વિવાદોમાં રહેલા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું પત્તુ કપાયુ છે.

લોકસભા ચૂંટણી 2024: ભાજપે મધ્યપ્રદેશની 29 પૈકી 24 બેઠકોના ઉમેદવારોના નામો કર્યા જાહેર, સિંધિયા ગુનાથી રિપીટ તો શિવરાજને વિદિશાથી અપાઈ ટિકિટ
Follow Us:
| Updated on: Mar 02, 2024 | 10:28 PM

ભાજપે શનિવારે લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. મધ્યપ્રદેશની 29માંથી 24 બેઠકો માટે જે નામ બહાર આવ્યા છે તેમા પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને વિદિશા અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને ગુનાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. 13 સાંસદોને રિપીટ કરાયા છે. જ્યારે 11 સીટો પર નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જે પાંચ સાંસદો વિધાનસભાની ચૂંટણીમાં જીત્યા છે તેમના સ્થાને નવા ચહેરાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે 6 સાંસદોની ટિકિટ કપાઈ છે.

ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં 195 બેઠકોના નામો પર મોહર લાગી છે. ભાજપે વિધાનસભા ચૂંટણીમાં હારેલા કેન્દ્રીય મંત્રી ફગ્ગન સિંહ કુલસ્તેને મંડલા અને ગણેશ સિંહને સતનાથી ફરીથી ટિકિટ આપી છે. એ જ રીતે 13 સાંસદોની ટિકિટ રિપીટ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે વિધાનસભા ચૂંટણી હારેલા પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીના ભત્રીજા રાહુલ લોધીને દમોહથી ટિકિટ આપવામાં આવી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીડી શર્મા આ વખતે પણ ખજુરાહોથી ચૂંટણી લડશે.

2019માં સિંધિયાને હરાવનારા યાદવની ટિકિટ કપાઈ

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે મધ્યપ્રદેશમાં 29માંથી 28 બેઠકો જીતી હતી. માત્ર છિંદવાડા સીટ પર પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલ નાથ કોંગ્રેસને જીત અપાવવામાં સફળ રહ્યા હતા. જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસની ટિકિટ પર ગુનાથી હારી ગયા હતા. ગુનાથી સિંધિયાને હરાવનાર કેપી યાદવની ટિકિટ કાપી ફરી સિંધિયા પર વિશ્વાસ મુકવામાં આવ્યો છે. ગુના સંસદીય બેઠક સિંધિયા પરિવારની પારંપારિક બેઠક રહી છે. જ્યોતિરાદિત્ય સિંધિયા ખુદ પણ આ બેઠક પરથી ત્રણ વાર સાંસદ રહી ચૂક્યા છે.

જાણો કોણ છે દીપ્તિ સાધવાણી જે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી, જુઓ ફોટો
બપોરના સમયે સૂવાના છે અઢળક ફાયદા, ન જાણતા હો તો જાણી લો
Slow train : કાચબાથી પણ ધીમી સ્પીડે ચાલે છે ભારતની આ ટ્રેન, જાણો કઇ છે આ ટ્રેન
પાણી ઠંડુ કરવાની સાથે ઘરની સફાઇમાં પણ ઉપયોગી છે બરફ, જાણો કેવી રીતે
આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો

પાંચ સીટો પર નામ હોલ્ડ

મધ્ય પ્રદેશમાં, ભાજપે હજુ સુધી ઈન્દોર, બાલાઘાટ, છિંદવાડા, ધાર અને ઉજ્જૈન બેઠકો માટે તેના ઉમેદવારો નક્કી નથી કર્યા. એવુ પણ કહેવાય રહ્યુ છે કે આ સીટો પર વર્તમાન સાંસદોની ટિકિટ કપાઈ શકે છે.

મધ્યપ્રદેશની આ 24 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત

  • વિદિશા- શિવરાજસિંહ ચૌહાણ
  • ગુના- જ્યોતિરાદિત્ય સિંધિયા
  • ભોપાલ- આલોક શર્મા
  • મુરૈના- શિવમંગલસિંહ તોમર
  • ભીંડ (એસટી)- સંધ્યા રાય
  • ગ્વાલિયર- ભારસ્ય કુશ્વાહ
  • સાગર- લતા વાનખેડે
  • તિકમગઢ (એસસી)- વિરેન્દ્ર ખાટી
  • દમોહ- રાહુલ લોદી
  • ખજુરાહો- વી.ડી. શર્મા
  • સતના- ગણેશસિંહ
  • રિવા- જનાર્દન મિશ્રા
  • સીદી – ડૉ રાજેશ મિશ્રા
  • શહડોલ- હિમાદ્રીસિંહ
  • જબલપુર- આશિષ દુબે
  • મંડલા (એસટી)- ફગ્ગનસિંહ ફુલસ્તે
  • હોશંગાબાદ- દર્શનસિંહ ચૌધરી
  • રાજગઢ- રોડમલ નાગર
  • દેવાસ- (એસસી) મહેન્દ્રસિંહ સોલંકી
  • મંદસૌર – સુધીર ગુપ્તા
  • રત્લામ -અનિતા નાગરસિંહ ચૌહાણ
  • ખરગૌર- ગજેન્દ્ર પટેલ
  • ખંડવા- જ્ઞાનેશ્વર પાટીલ
  • બૈતુલ- દુર્ગાદાસ ઉઈકે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">