16 May 2024

કાચબાથી પણ ધીમી સ્પીડે ચાલે છે ભારતની આ ટ્રેન

Pic credit - Freepik

ભારતમાં એકથી એક હાઈ સ્પીડ વાળી ટ્રેન છે, પણ એક ટ્રેન આળસુ છે

આ ટ્રેન કાચબા જેવી સ્પીડે ચાલે છે. આ ટ્રેનની શરુઆત 1908 વર્ષમાં થઈ હતી.

ત્યારથી જ આ ટ્રેન સાવ ધીમે-ધીમે ચાલે છે. આ ટ્રેન ધીમી ચાલવા પાછળનું એ કારણ છે કે સહેલાણીઓ સારી રીતે નયનરમ્યો દ્રશ્યો જોઈ શકે.

આ ટ્રેન તમિલનાડુમાં ચાલે છે, જેને મેટ્ટુપાલયમ ઉટી નીલગિરી પેસેન્જર ટ્રેન કહેવામાં આવે છે

આને નીલગિરી માઉન્ટેન રેલવેના નામથી પણ ઓળખવામાં આવે છે. નીલગિરી માઉન્ટેન ટ્રેનની વધારે સ્પીડ 9 KM પ્રતિ કલાક છે. 

એક રિપોર્ટ અનુસાર જ્યારે સમુદ્રના કાચબાની સ્પીડ 35 KM પ્રતિ કલાક હોય છે. જમીન પર ચાલતા કાચબા લગભગ 3-4 માઈલ પ્રતિ કલાક સ્પીડ પર ચાલે છે

આ બધું જોઈએ તો ખરેખર નીલગિરી માઉન્ટેન સાચે જ કાચબાથી ધીમી સ્પીડે ચાલે છે

નીલગીરી માઉન્ટેન ટ્રેનને 'ટોય ટ્રેન' તરીકે પણ ઓળખવામાં આવે છે. તે બાળકોને વધુ ઉત્સાહિત કરે છે.