કેરલ હાઈકોર્ટે સસ્પેન્ડ કરેલા IAS અધિકારી એમ. શિવશંકરની જામીન અરજી રદ કરી દીધી છે. EDએ શિવશંકરને કસ્ટડીમાં લઈ લીધા છે. તેમની તિરૂઅનંતપુરમની આયુર્વેદ હોસ્પિટલમાંથી ધરપકડ કરવામાં આવી છે. જ્યાં તે દાખલ હતા. કેસમાં શિવશંકરની ED દ્વારા પૂછપરછ ચાલી રહી છે. ગોલ્ડ સ્મગલિંગ કેસમાં કેરળ હાઈકોર્ટે મુખ્યપ્રધાન પિનરાઈ વિજયનના પૂર્વ સચિવ અને સસ્પેન્ડ કરેલા IAS અધિકારી એમ.શિવશંકરની આગોતરા જામીનની અરજી રદ કરી દીધી.
ફાઈલ ફોટો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સોનાની તસ્કરીને લઈ હવે મુખ્યપ્રધાન પર દબાણ વધી ગયું છે. શિવશંકરનું સોનાની તસ્કરીમાં નામ સામે આવ્યા પછી મુખ્યપ્રધાને કહ્યું હતું કે તેમને આ વાતની જાણકારી નથી કે શિવશંકર શું કરી રહ્યા હતા પણ તસ્કરી કેસમાં તેમનું નામ આવી રહ્યું છે. વિપક્ષ સતત મુખ્યપ્રધાનના રાજીનામાની માગ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે જુલાઈમાં આ કેસ સામે આવ્યો હતો. કસ્ટમ ઓફિસે તિરૂઅનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી 15 કરોડ રૂપિયાનું 30 કિલો સોનું જપ્ત કર્યુ હતું. આ કેસમાં કેન્દ્રીય એજન્સીએ પહેલા કેરળના પૂર્વ કર્મચારી સરિત કુમારની ધરપકડ કરી હતી.
તેમણે કેરળ રાજ્ય માહિતી ટેકનોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના મેનેજર તરીકે કાર્યરત પૂર્વ વાણિજ્ય કર્મચારી સ્વપ્ના સુરેશની ભૂમિકા વિશે કસ્ટમ્સ વિભાગને માહિતી આપી. ત્યારબાદ તો આ કેસ રાજકારણમાં પહોંચી ગયો. રાજ્યના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયનનું નામ પણ સામે આવ્યું. કહેવામાં આવી રહ્યું છે કે સ્વપ્નાના મુખ્યપ્રધાન સાથે સંબંધ હતા અને જ્યારે UAEમાં તે કાર્યરત હતી, ત્યારે ઘણી પાર્ટીમાં સાથે જોવા મળી હતી. ત્યારબાદ સ્વપ્નાને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો