કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના AAP પર આકરા પ્રહાર, કહ્યું ‘કેજરીવાલે દિલ્હીને લાલૂ મોડલ બનાવી દીધુ’

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે 3 ડિસેમ્બર શનિવારના રોજ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી કહ્યું, AAP સરકાર દારૂ, શિક્ષણ, DTC બસ કૌભાંડમાં સામેલ છે અને મજૂરોને તેમના અધિકારોથી પણ વંચિત રાખે છે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના AAP પર આકરા પ્રહાર, કહ્યું 'કેજરીવાલે દિલ્હીને લાલૂ મોડલ બનાવી દીધુ'
Aam Aadmi PartyImage Credit source: (Image Source- PTI)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2022 | 6:30 PM

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનો પ્રચાર ભલે સમાપ્ત થઈ ગયો હોય, પરંતુ પ્રેસ કોન્ફરન્સ દ્વારા વળતો પ્રહારોનો દોર ચાલુ છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે 3 ડિસેમ્બર શનિવારના રોજ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમાં તેમણે અરવિંદ કેજરીવાલ સરકાર પર એક સાથે અનેક કૌભાંડોનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે કેજરીવાલે દિલ્હીમાં ભ્રષ્ટાચારનું લાલુ મોડલ આપ્યુ છે. અહીં એવી સરકાર છે જ્યાં એક નહીં પરંતુ અનેક કૌભાંડો જોવા મળે છે. મજૂરોના હક છીનવી નેતાઓ હજારો કરોડો ખાઈ ગયા છે.

તેમણે કહ્યું કે ”આ દિલ્હીનું લાલૂ મોડલ છે. જેટલા પણ આંકડા સામે આવે છે તેના દ્વારા જાણવા મળે છે કે ખોટા એડ્રેસ, ખોટા મોબાઈલ નંબર દાખલ કરાયા છે. આ રૂપિયા કોના ખિસ્સામાં ગયા ? જો મજુર, કામ આપવા વાળા, તેના સરનામા, મોબાઈલ નંબર બધુ ખોટુ જ હોય તો આ રૂપિયા ગયા ક્યા કેજરીવાલ જી ?”

અનુરાગ ઠાકુરે કહ્યું કે, એક મજૂરના નામે 25 લોકોને નોકરી આપવામાં આવી હતી અને એક મોબાઈલ નંબર પર 6 અરજીઓ ભરવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલ અને તેના મિત્રોએ શ્રમ કલ્યાણ બોર્ડના નામે જમા કરાયેલા હજારો કરોડ રૂપિયા લૂંટી લીધા અને ખાધા છે. શું તમે પોતાના સ્વાર્થ માટે મજુરોનો અધિકાર પણ છિનવી લેશો?

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

કામદારો તેમના અધિકારોથી વંચિત હતા – અનુરાગ ઠાકુર

કેન્દ્રીય મંત્રીએ કહ્યું AAP સરકાર દારૂ, શિક્ષણ, DTC બસ કૌભાંડોમાં સંડોવાયેલી છે અને મજૂરોને તેમના અધિકારોથી પણ વંચિત રાખે છે. અરવિંદ કેજરીવાલે ભ્રષ્ટાચારનું નવું મોડલ રજૂ કર્યું. દિલ્હીમાં કેજરીવાલ લાલુ પ્રસાદ યાદવના ‘લૂંટ’ મોડલને અનુસરી રહ્યા છે. તેમણે કહ્યું કે કોરોનાના સમયે એક તરફ કેજરીવાલ મજૂરોની મદદ કરવાની વાત કરતા રહ્યા અને બીજી તરફ મજૂરોને ભગાડવાનું ષડયંત્ર રચ્યું. અરવિંદ કેજરીવાલ મજૂરોની રોટલી ખાવામાં પણ પાછળ નથી રહ્યા, જે મજુરો બે પૈસા કમાવવા માટે સખત મહેનત કરવી પડે છે.

આ પહેલા બીજેપીએ શુક્રવારે આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતા કહ્યું કે તેઓ ભ્રષ્ટાચારીઓ અને તોફાની તત્વોની તરફેણ કરી રહ્યા છે. આ સાથે પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ પ્રચારના છેલ્લા દિવસે વિજય સંકલ્પ રોડ શો સાથે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ચૂંટણી માટેના તેમના પ્રચારનું સમાપન કર્યું. MCDના 250 વોર્ડ માટે 4 ડિસેમ્બર (રવિવાર)ના રોજ મતદાન થશે અને પરિણામ 7 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ભાજપે તેના 13 દિવસના પ્રચાર દરમિયાન લગભગ 1,000 રોડ શો, શેરી સભાઓ અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓ અને પાર્ટી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત વરિષ્ઠ નેતાઓ પ્રચારમાં ઉતર્યા હતા.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">