કેદારનાથ ધામના દરવાજા 10 મેના રોજ ખુલશે, આ વર્ષે ઉત્તરાખંડની ચારધામ યાત્રા 10 મેથી થશે શરૂ

આ વખતે બાબા કેદારનાથ ધામના દરવાજા 10 મેના રોજ સવારે 7 વાગ્યાથી ભક્તો માટે ખુલશે. આજે શુક્રવારે, ઓમકારેશ્વર મંદિર, ઉખીમઠમાં મહાશિવરાત્રિ પર ભગવાન કેદારનાથ ધામના દરવાજા ખોલવાની તારીખ નક્કી કરવામાં આવી હતી.

કેદારનાથ ધામના દરવાજા 10 મેના રોજ ખુલશે, આ વર્ષે ઉત્તરાખંડની ચારધામ યાત્રા 10 મેથી થશે શરૂ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2024 | 12:52 PM

Chardham Yatra 2024: ઉત્તરાખંડની ચારધામ યાત્રા આ વર્ષે 10 મેથી શરૂ થવા જઈ રહી છે. આજે મહાશિવરાત્રિના દિવસે બાબા કેદારનાથના દ્વાર ખોલવાની તારીખની જાહેરાત બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે કેદારનાથની સાથે સાથે ગંગોત્રી અને યમુનોત્રીના દરવાજા પણ પહેલા જ દિવસે ખુલશે. આ વખતે કેદારનાથ ધામના દરવાજા 10 મેના રોજ સવારે 7 વાગ્યાથી ભક્તો માટે ખુલશે.

શુક્રવારે મહાશિવરાત્રીના દિવસે ભગવાન કેદારનાથ ધામના દરવાજા ખોલવાની તારીખ ઓમકારેશ્વર મંદિર, ઉખીમઠ ખાતે આજે શુક્રવારને મહાશિવરાત્રી પર્વે નક્કી કરવામાં આવી હતી. કેદારનાથ ધામના દરવાજા ખોલવાની તારીખ કેદારનાથ ધામના રાવલ ભીમાશંકરના માર્ગદર્શન હેઠળ જાહેર કરવામાં આવી હતી. દરવાજા ખોલવાની તારીખ જાહેર થયા બાદ ચારધામ યાત્રાની તૈયારીઓ પણ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. ભોલેનાથના ભક્તો કેદારનાથ ધામના દરવાજા ખુલવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે.

ક્યારે ખુલશે યમનોત્રી ગંગોત્રીના દરવાજા

ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખોલવાનો શુભ સમય એપ્રિલમાં જાહેર કરવામાં આવશે, પરંતુ દરવાજા 10 મેના રોજ જ ખુલશે. ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા અક્ષય તૃતીયા પર જ ખુલે છે અને આ વખતે અક્ષય તૃતીયા 10મી મેના રોજ આવી રહી છે.

બદ્રીનાથ ધામના દ્વારઆ તારીખે ખુલશે

બદ્રીનાથ ધામના દરવાજા 12 મેના રોજ સવારે 6 વાગ્યે બ્રહ્મમુહૂર્તમાં ખુલશે. દર વર્ષે વંસત પંચમીના દિવસે બદ્રીનાથના દ્વાર ખોલવાની તારીખ જાહેર કરવામાં આવે છે. તમામ દરવાજા ખોલવાની તારીખોની જાહેરાત બાદ લોકો હવે યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથના દર્શન કરવા માટે ઉત્તરાખંડ આવવા માટે પ્રવાસની યોજના બનાવવામાં વ્યસ્ત થઈ જશે.

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">