Jawaharlal Nehru Death Anniversary 2021: પંડિત નહેરુને મારવાના 4 વાર થયા હતા પ્રયાસ, જાણો અજાણી વાતો

27 મે 1964 ના રોજ પંડિત જવાહરલાલ નહેરુએ આ વિશ્વમાંથી વિદાય લીધી હતી. તેમની પુણ્યતિથિ પર આજે જાણો તેમના વિશે કેટલીક અજાણી અને રોચક વાતો.

Jawaharlal Nehru Death Anniversary 2021: પંડિત નહેરુને મારવાના 4 વાર થયા હતા પ્રયાસ, જાણો અજાણી વાતો
પંડિત જવાહરલાલ નહેરુ
Follow Us:
| Updated on: May 27, 2021 | 10:30 AM

દિવસ હતો 27 મે 1964, સમય બપોરના બે વાગ્યેનો. આ સમયે રેડિયો પર સમાચાર આવ્યા કે દેશના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ આ દુનિયામાં નથી રહ્યા. અને સમાચાર પછી આગની જેમ ફેલાઈ ગયા. માત્ર બે કલાક પછી નહેરુ સરકારના ગૃહ પ્રધાન ગુલઝારી લાલ નંદાને કાર્યકારી વડા પ્રધાન બનાવવામાં આવ્યા.

જી હા, આજે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ છે. મોતીલાલ નહેરુના પુત્ર જવાહરલાલ નહેરુ એક વકીલ હતા. તેમ છતાં ભારતની સવાત્રતા ચળવળમાં તેઓએ મહત્વની ભૂમિકા નિભાવી. તેઓ એક શક્તિશાળી નેતા, રાજનેતા અને સ્વતંત્ર સેનાની હતા. જવાહરલાલ નહેરુએ વિદેશોમાં અભ્યાસ કર્યો અને ત્યાર બાદ તેઓ ભારત પરત ફર્યા.

તેઓએ વકીલાતનો અભ્યાસ કર્યો પરંતુ તેમને વકીલાતમાં મજા આવી નહીં. ત્યાં તેમની મુલાકાત મહાત્મા ગાંધી સાથે થઇ. તેઓ તેમના પ્રભાવમાં આવીને 1920 અસહયોગ આંદોલનમાં જોડાયા. આ બાદ તેમણે ગાંધીજી સાથે આઝાદીની લડાઈ ચાલુ રાખી. બહુ ઓછા લોકોને જાણ હશે કે જવાહરલાલ નહેરુનું આઝાદીની પૂર્વ સંધ્યા પર આપેલું ભાષણ હજુ પણ 20 મી સદીનું સર્વશ્રેષ્ઠ ભાષણમાનું એક માનવામાં આવે છે.

Headache in Winter : શિયાળામાં માથું કેમ દુખે છે?
Jaggery and Sesame Benefits : સફેદ તલ અને ગોળ સાથે ખાવાથી શરીરને થાય છે ચોંકાવનારા ફાયદા
Control Blood Sugar : તેજ પત્તા ડાયાબિટીસના દર્દીઓ માટે છે આશીર્વાદ સમાન
જયા કિશોરી, ધીરેન્દ્ર શાસ્ત્રી, પ્રેમાનંદ મહારાજ... જાણીતા આધ્યાત્મિક ગુરુઓ રોજ શું ખાય છે?
તમે અમીર બનવા માગતા હોવ તો જીવનમાં મુકેશ અંબાણીના આ 5 નિયમોનું કરો પાલન
પેટની બધી ગંદકી થઈ જશે સાફ, આ સફેદ વસ્તુને ગોળ સાથે ખાવાનું શરૂ કરી દો

મોટાભાગના લોકો જાણતા હશે કે જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી બન્યા. 15 ઓગસ્ટ 1947 માં તેમણે પ્રધાનમંત્રી તરીકે પદ ગ્રહણ કર્યું. પરંતુ તેમના વિશે કેટલીક વાતો એવી છે જે ભાગ્યે જ કોઈ જાણતું હશે. તો ચાલો તમને જણાવી દઈએ કેટલીક રસપ્રદ વાતો.

1. નહેરુનું મોટાભાગનું પ્રાથમિક શિક્ષણ ઘરે જ થયું હતું. તેઓ 15 વર્ષના થયા ત્યાં સુધી તેમણે ઘરે જ શિક્ષણ મેળવ્યું.

2. ભારતની આઝાદીની લડતમાં નહેરુ 9 વખત જેલમાં ગયા, કહેવાય છે કે તેઓએ 3,259 દિવસો જેલમાં વિતાવ્યા હતા.

3. 1934 થી 1935 સુધી જ્યારે તેઓ જેલમાં હતા, ત્યારે તેઓએ આત્મકથા ‘Toward Freedom’ લખી. જે બાદમાં 1936 માં પ્રકાશિત થઇ.

4. પંડિત નહેરુની હત્યા માટે 4 વાર પ્રયાસો થયા હતા. ભારત વિભાજન વખતે પ્રથમ વખત પ્રયાસ થયો ત્યાર બાદ 1955, 1956 અને 1961 માં પણ પ્રયાસ થયા.

5. નહેરુએ તેમની પુત્રી ઇન્દિરાને 30 પત્રો લખ્યા હતા, જ્યારે ટે માત્ર 30 વર્ષની હતી. પત્રો બાદમાં સંકલિત કરવામાં આવ્યા અને ‘Letters from a Father to His Daughter’ નામના પુસ્તકમાં પ્રકાશિત કરવામાં આવ્યા.

6. ભારતીય ઉપમહાદ્વીપમાં શાંતિ જાળવવા માટે નહેરુએ 1950 થી 1955 સુધીના નોબલ શાંતિ પુરસ્કાર માટે 11 નામાંકન મેળવ્યા હતા.

7. પશ્ચિમ દેશોમાંથી શિક્ષણ મેળવ્યા હોવા છતાં, નહેરુ સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન શેરવાની, ચૂરીદાર અને લાંબા કુર્તા પહેરતા હતા.

8. નહેરુના કપડાએ ટૂંક સમયમાં ધ્યાન આકર્ષિત કર્યું અને લોકોએ તેનું અનુસરણ પણ કર્યું. તેમની ટોપી ‘નહેરુ ટોપી’ તરીકે જાણીતી થઈ, તેમજ જેકેટ ‘નહેરુ જેકેટ’ તરીકે હજુ પ્રખ્યાત છે.

9. મહાત્મા ગાંધીની હત્યા પછી નહેરુએ ભારે દુઃખ સાથે સંસદમાં “ધ લાઇટ ઇઝ આઉટ” શબ્દો ઉચ્ચાર્યા.

10. નહેરુના અંતિમ સંસ્કારમાં દેશભરથી લાખો લોકો આવ્યા. એક આંકડા પ્રમાણે કહેવાય છે કે તે દિવસે 15 લાખ લોકો અંતિમ દર્શન માટે આવ્યા હતા.

અમદાવાદમાં વધુ એક નક્લી પોલીસ ઝડપાયો, લોકો સાથે કરતો હતો છેતરપિંડી
અમદાવાદમાં વધુ એક નક્લી પોલીસ ઝડપાયો, લોકો સાથે કરતો હતો છેતરપિંડી
વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદ માટે 44 ઉમેદવારોએ નોંધાવી દાવેદારી
વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદ માટે 44 ઉમેદવારોએ નોંધાવી દાવેદારી
રાજકોટ ભાજપ પ્રમુખ પદ માટે પૂર્વ મેયરો અને રૂપાણી જૂથની હોડ
રાજકોટ ભાજપ પ્રમુખ પદ માટે પૂર્વ મેયરો અને રૂપાણી જૂથની હોડ
કળયુગમાં સોશિયલ મીડિયાની આડ અસર !10 વર્ષના પ્રેમીપંખીડા ઘરેથી ભાગી ગયા
કળયુગમાં સોશિયલ મીડિયાની આડ અસર !10 વર્ષના પ્રેમીપંખીડા ઘરેથી ભાગી ગયા
દ્વારકાના કુરંગા નજીક મુસાફરો ભરેલી ખાનગી બસ પલટી
દ્વારકાના કુરંગા નજીક મુસાફરો ભરેલી ખાનગી બસ પલટી
આ 4 રાશિના જાતકોને નોકરીમાં લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને નોકરીમાં લાભના સંકેત
કાતિલ ઠંડી સાથે કમોસમી વરસાદ પડવાની સંભાવના
કાતિલ ઠંડી સાથે કમોસમી વરસાદ પડવાની સંભાવના
અમરેલી લેટર કાંડમાં પાટીદાર યુવતીને 15 હજારના બોન્ડ પર મળ્યા જામીન
અમરેલી લેટર કાંડમાં પાટીદાર યુવતીને 15 હજારના બોન્ડ પર મળ્યા જામીન
અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી મુદ્દે રાજનીતિ ચરમસીમાએ
અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી મુદ્દે રાજનીતિ ચરમસીમાએ
બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ, લાખોના દાગીનાની ચોરી
બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ, લાખોના દાગીનાની ચોરી
g clip-path="url(#clip0_868_265)">