AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ISROનું મિશન નિષ્ફળ ગયું છતાં થયો એક ચમત્કાર ! ‘ખાસ કેપ્સ્યુલે’ અવકાશમાંથી મોકલ્યા સિગ્નલ

PSLV-C62 મિશન તેના નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચવામાં નિષ્ફળ ગયું હતું. જેના કારણે ISRO ને મોટો આંચકો લાગ્યો હતો. પરંતુ હવે બનેલી એક આશ્ચર્યજનક ઘટનાએ ISRO ના બધાનું ધ્યાન ખેંચ્યું છે. મિશન નિષ્ફળતા જવા છતાં, એક ખાસ કેપ્સ્યુલ બચી છે અને તે અવકાશમાંથી સતત સિગ્નલ મોકલે છે.

Breaking News : ISROનું મિશન નિષ્ફળ ગયું છતાં થયો એક ચમત્કાર ! 'ખાસ કેપ્સ્યુલે' અવકાશમાંથી મોકલ્યા સિગ્નલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2026 | 2:17 PM
Share

ISRO PSLV Mission: ભારતીય અવકાશ એજન્સી ISRO એ, ગત સોમવાર, 12 જાન્યુઆરીના રોજ PSLV રોકેટ મિશન લોન્ચ કર્યું હતું. આ રોકેટ લોંચ કરવાની ગણતરીની મીનીટોમાં જ નિષ્ફળ ગયું હતું. PSLV રોકેટ લોન્ચના ત્રીજા તબક્કા દરમિયાન ટેકનિકલ ખામીને કારણે આ મહત્વપૂર્ણ મિશન નિષ્ફળ ગયું હતું. જો કે ઈસરોના આ નિષ્ફળ મિશન વચ્ચે, એક મહત્વના આશાસ્પદ સારા સમાચાર આવ્યા છે. આ મિશનમાં સામેલ એક નાનું સ્પેનિશ સ્પેસ કેપ્સ્યુલ, KID (કેસ્ટ્રેલ ઇનિશિયલ ડેમોન્સ્ટ્રેશન), સુરક્ષિત રીતે બચી જવા પામ્યું છે. સૌથી અગત્યનું તો એ છે કે, એક ખાનગી સ્પેનિશ કંપનીની માલિકીની આ નાની કેપ્સ્યુલે જમીન પર પણ તેના સિગ્નલ મોકલ્યા છે.

સ્પેનિશ સ્ટાર્ટઅપ ઓર્બિટલ પેરાડિગ્મે તેના સોશિયલ મીડિયા X એકાઉન્ટ પર અહેવાલ આપ્યો છે કે, ISRO ના PSLV-C62 મિશનની નિષ્ફળતા છતાં, બોર્ડ પરના આંતરરાષ્ટ્રીય પેલોડ્સમાંથી એક, KID (કેસ્ટ્રેલ ઇનિશિયલ ડેમોન્સ્ટ્રેશન) કેપ્સ્યુલ, સુરક્ષિત રીતે બચી જવા પામ્યું છે. વધુમાં, કેપ્સ્યુલે સફળતાપૂર્વક ગ્રાઉન્ડ સ્ટેશનો પર ડેટા ટ્રાન્સમિટ કર્યા છે.

પોસ્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે, “આજે અમે પુષ્ટિ આપીએ છીએ કે KID સુરક્ષિત રીતે બચી ગયુ અને મહત્વપૂર્ણ ડેટા ટ્રાન્સમિટ કર્યો. અમારી ટીમ હવે ટ્રેજેક્ટરી માહિતીનું વિશ્લેષણ અને ચકાસણી કરી રહી છે.”

સોમવારે રાત્રે ઓર્બિટલ પેરાડિગ્મ દ્વારા એક લિંક્ડઇન પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, “અમારું KID બચી ગયું.” PSLV-C62 મિશનના ત્રીજા તબક્કાના રોકેટ ડિપ્લોયમેન્ટ નિષ્ફળ ગયાના લગભગ 12 કલાક પછી આ પોસ્ટ શેર કરવામાં આવી હતી.

PSLV-C62 મિશન ISRO ના શ્રીહરિકોટા લોન્ચ સાઇટ પરથી. ગત 12 જાન્યુઆરીએ સવારે 10:18 વાગ્યે ઉડાન ભરી હતી. આ મિશનમાં પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ (EOS-N1) અને ચાર અન્ય દેશોના 25 સહ-મુસાફર ઉપગ્રહોનો સમાવેશ થતો હતો. આ રોકેટમાં કુલ 15 નાના મોટા ઉપગ્રહો હતા, જેમાં ભારતના ‘અન્વેષા’ ઉપગ્રહ અને સ્પેનથી આવેલા એક કેપ્સ્યુલનો પણ સમાવેશ થાય છે. રોકેટનો ત્રીજો તબક્કો ખરાબ થઈ ગયો અને તેના નિર્ધારિત માર્ગે ભટકાઈ ગયું.

ઇસરો ચીફનું નિવેદન

અવકાશ એજન્સી ઇસરોએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, “PSLV-C62 મિશનમાં PS3 તબક્કાના અંતે ભૂલ સામે આવી હતી. જેની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે.” અન્વેષા ઉપગ્રહના નિષ્ફળ પ્રક્ષેપણ બાદ, ઇસરો ચીફે એક નિવેદન બહાર પાડ્યું હતું. ઇસરોના ચીફે કહ્યું હતું કે, “ત્રીજા તબક્કામાં સમસ્યા સર્જાઈ હતી અને તેનો નિર્ધારિત માર્ગ બદલાઈ ગયો હતો. ડેટાનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. કોઈપણ અપડેટ આપવામાં આવશે.”

ISROનું PSLV રોકેટ ‘નર્વસ નાઈંટીઝ’નો શિકાર કેમ થઈ રહ્યું છે? સતત બીજી નિષ્ફળતા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">