International Women Day 2022: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) અને પંજાબ સહિત 5 રાજ્યોમાં નવી સરકારનું ભાવિ 10 માર્ચના રોજ નક્કી થશે. તમામ રાજ્યોમાં લાંબા સમયથી ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા તેના અંતિમ તબક્કામાં છે, હવે બધા પરિણામની રાહ જોઈ રહ્યા છે.દેશના રાજકીય પ્રભાવની દૃષ્ટિએ ઉત્તર પ્રદેશનું મહત્ત્વનું સ્થાન છે અને આ રાજ્યે આપણને પ્રથમ વડાપ્રધાનથી લઈને વર્તમાન વડાપ્રધાન સુધીના એકંદરે સૌથી વધુ વડાપ્રધાનો આપ્યા છે. મહિલા દિવસ (Women’s Day) પર અમે તમને જણાવીશુ કે ઉત્તર પ્રદેશની રાજનીતિમાંથી તે 8 રેકોર્ડ જે મહિલાઓએ બનાવ્યા છે અને પોતાની ક્ષમતા સાબિત કરી છે.
દેશને આઝાદી મળ્યાને 75 વર્ષ થઈ ગયા છે, પરંતુ મહિલા સમાજ હજુ પણ રાજકીય સ્તરે પુરતો દરજ્જો પ્રાપ્ત કરી શક્યો નથી. આ બાબતમાં આપણે હજી ઘણી લાંબી મજલ કાપવાની છે. ભારતની મહિલાઓના નામે અસંખ્ય રેકોર્ડ નોંધાયેલા છે, પરંતુ આજે અમે ઉત્તર પ્રદેશના રાજકારણ સાથે જોડાયેલા 8 રેકોર્ડ વિશે જણાવીશું જે મહિલાઓના નામે નોંધાયેલા છે.
દેશની પ્રથમ મહિલા મુખ્યમંત્રીનો રેકોર્ડ ઉત્તર પ્રદેશના નામે નોંધાયેલો છે. બંગાળના વતની અને કરનાલ માં જન્મેલા સુચેતા કૃપલાણીને (Sucheta Kripalani)દેશના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત થયેલુ છે. દેશની આઝાદી માટે લડનાર સુચેતા કોંગ્રેસમાં જોડાઈ હતી.1946માં તેઓ બંધારણ સભાના સભ્ય તરીકે ચૂંટાયા. ત્યારબાદ 1949માં તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પ્રતિનિધિ તરીકે ચૂંટાયા.આઝાદી મળ્યા બાદ તેઓ દિલ્હીથી સાંસદ બન્યા હતા.બાદમાં 1962માં કાનપુરથી ધારાસભ્ય બન્યા, ત્યારબાદ તેને રાજ્યમાં શ્રમ, સમુદાય વિકાસ અને ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા.
ત્યારબાદ વર્ષ 1963માં બદલાયેલી રાજકીય પરિસ્થિતિમાં સુચેતા કૃપલાણીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી. આ સાથે તેઓ દેશના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા અને લગભગ 4 વર્ષ સુધી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદે રહ્યા હતા.
આ રેકોર્ડ પણ ઉત્તર પ્રદેશના નામે નોંધાયેલો છે કે તેણે દેશને પ્રથમ મહિલા રાજ્યપાલ આપ્યા. આઝાદી પછી સરોજિની નાયડુને (Sarojini Naidu) ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા અને તેઓ આ પદ સંભાળનાર દેશના પ્રથમ મહિલા નેતા બન્યા.સરોજિની દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સતત સામેલ હતા અને ત્યારબાદ 1925માં કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. આઝાદી મળ્યા પછી વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ તેમને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બનાવવાનો નિર્ણય કર્યો અને 15 ઓગસ્ટ 1947ના રોજ તેમણે આ પદ સંભાળ્યુ.જો કે, 2 માર્ચ 1949 ના રોજ તેનું અવસાન થતાં તે લાંબા સમય સુધી ગવર્નર પદ પર રહી શક્યા નહીં.
દેશને પ્રથમ દલિત મહિલા મુખ્યમંત્રી આપવાનો રેકોર્ડ ઉત્તર પ્રદેશના ખાતામાં નોંધાયેલો છે. દેશના ઈતિહાસમાં વર્ષ 1995માં 3 જૂનનો દિવસ એ સોનેરી દિવસો તરીકે નોંધાયો હતો જ્યારે રાજ્યમાં પ્રથમ વખત કોઈ દલિત મહિલાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.બહુજન સમાજ પાર્ટીના નેતા માયાવતી(Mayavati) અત્યાર સુધીમાં ચાર વખત યુપીના મુખ્યમંત્રી બની ચૂક્યા છે.
બસપાના વડા માયાવતીના નામે વધુ એક રેકોર્ડ છે. તેઓ દેશના પ્રથમ મહિલા મુખ્યમંત્રી છે જેમણે આ પદ માટે 4 વખત શપથ લીધા છે. સૌથી વધુ 5 વખત શપથ લેવાનો રેકોર્ડ તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાના નામે છે, પરંતુ માયાવતીએ પ્રથમ 4 વખત શપથ લીધા હતા. આવી સ્થિતિમાં આ રેકોર્ડ પણ યુપીના નામે છે.
માયાવતીના નામે વધુ એક અજોડ રેકોર્ડ નોંધાયેલો છે, જે આવનારા વર્ષોમાં તૂટવાની શક્યતા નથી. દેશમાં સૌથી વધુ સમય સુધી મુખ્યમંત્રી રહેલા દલિત નેતાની વાત કરીએ તો તે માયાવતી છે. દેશના 75 વર્ષના ઈતિહાસમાં 8 દલિત મુખ્યમંત્રી બન્યા છે. ગયા વર્ષે ચરણજીત સિંહ ચન્નીના રૂપમાં પંજાબને પ્રથમ અને દેશને આઠમા દલિત મુખ્યમંત્રી મળ્યા હતા.4 વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા માયાવતીએ કુલ 2562 દિવસ મુખ્યમંત્રી પદનો કાર્યભાળ સંભાળ્યો હતો.
ઉત્તર પ્રદેશને દેશને પ્રથમ મહિલા દલિત મુખ્યમંત્રી આપવામાં ઘણો સમય લાગ્યો હશે. પરંતુ દેશને પ્રથમ મહિલા વડાપ્રધાન આપવામાં સમય નથી લાગ્યો. ઉત્તર પ્રદેશે આઝાદીના માત્ર 20 વર્ષમાં જ ઈન્દિરા ગાંધીના રૂપમાં દેશને પ્રથમ મહિલા વડાપ્રધાન આપ્યા. ઈન્દિરા ગાંધી દેશના ત્રીજા અને પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા.આયર્ન લેડી તરીકે પ્રખ્યાત ઈન્દિરા ગાંધીએ લગભગ 15 વર્ષ સુધી વડાપ્રધાન તરીકે સેવા આપી હતી.
સ્વતંત્ર ભારતમાં ઉત્તર પ્રદેશના રાજકારણમાં ઈન્દિરા ગાંધીના (Indira Gandhi) નામે વધુ એક રેકોર્ડ નોંધાયેલો છે. ઈન્દિરા ગાંધીને દેશના પ્રથમ મહિલા માહિતી અને પ્રસારણ મંત્રી બનવાનું ગૌરવ મળ્યુ હતુ. તે દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની કેબિનેટમાં સામેલ થયા હતા અને તેમને માહિતી અને પ્રસારણ મંત્રી બનાવવામાં આવ્યા. આ પદ સંભાળનાર તેઓ દેશના પ્રથમ મહિલા IB મંત્રી હતા. તેણે 9 જૂન 1964 ના રોજ આ પદ સંભાળ્યું અને લગભગ એક ક્વાર્ટર સુધી આ પદ પર રહી.
આઝાદી પહેલાની વાત કરીએ તો તે સમયે પણ રાજનીતિમાં વિજય લક્ષ્મી પંડિતનું નામ જોડાયેલુ છે. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની નાની બહેન વિજય લક્ષ્મી પંડિતે પણ આઝાદી માટે ઘણો સંઘર્ષ કર્યો હતો. 1935 માં બ્રિટિશ રાજ હેઠળ દેશમાં ભારત સરકારનો કાયદો અમલમાં આવ્યો. 1937 માં તે સંયુક્ત પ્રાંતની પ્રાંતીય એસેમ્બલી માટે ચૂંટાઈ અને સ્થાનિક સ્વ-સરકાર અને જાહેર આરોગ્ય મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવી.વિજય લક્ષ્મી પંડિત કેબિનેટ મંત્રી બનનાર પ્રથમ ભારતીય મહિલા હતા. 1946માં તેને ભારતની બંધારણ સભાના સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા હતા.