AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઝટકા ભૂલી જાઓ ! રેલવેના પાટા બદલાયા, 55,000 કિલોમીટરનું નેટવર્ક થયું સુપરફાસ્ટ, હવે 110ની સ્પીડે દોડશે ટ્રેનો

વડાપ્રધાન કાર્યાલય (PMO) ના તાજેતરના રિપોર્ટ અનુસાર, ભારતીય રેલવેએ છેલ્લા 10 વર્ષમાં 55,000 કિલોમીટર લાંબા ટ્રેકનું નવીનીકરણ કરીને સુરક્ષા અને ઝડપના નવા આયામો સર કર્યા છે. આધુનિક મશીનો અને મજબૂત પટરીઓના કારણે હવે દેશના 80 ટકા નેટવર્ક પર ટ્રેનો 110 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવા માટે સજ્જ છે, જેનાથી મુસાફરોનો સમય બચશે અને મુસાફરી વધુ સુરક્ષિત બનશે.

ઝટકા ભૂલી જાઓ ! રેલવેના પાટા બદલાયા, 55,000 કિલોમીટરનું નેટવર્ક થયું સુપરફાસ્ટ, હવે 110ની સ્પીડે દોડશે ટ્રેનો
Image Credit source: TV9 Network
| Updated on: Apr 23, 2026 | 8:10 PM
Share

ભારતીય રેલવે, જે દેશની જીવાદોરી ગણાય છે, તે અત્યારે ઈતિહાસના સૌથી મોટા પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે. પીએમઓ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, રેલવેએ તેના માળખાકીય સુવિધાઓમાં ક્રાંતિકારી સુધારા કર્યા છે, જેનો સીધો ફાયદો દરરોજ મુસાફરી કરતા 2.5 કરોડથી વધુ લોકોને થવાનો છે.

સુરક્ષામાં ઐતિહાસિક જીત: 90 ટકા જોખમ ઘટ્યું

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, 2014 પછી ટ્રેક આધુનિકીકરણ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. અદ્યતન ટેસ્ટિંગ અને મશીન દ્વારા જાળવણીને કારણે ટ્રેક અને વેલ્ડિંગ ફેલ થવાની ઘટનાઓમાં 90 ટકા જેટલો ધરખમ ઘટાડો થયો છે. આ સુધારાને કારણે ટ્રેન દુર્ઘટનાઓની શક્યતા નહિવત બની ગઈ છે અને ‘રાઈડ ક્વોલિટી’ એટલે કે મુસાફરીનો અનુભવ પણ શાનદાર થયો છે.

ટેકનોલોજીનો પાવર: ઝટકા મુક્ત મુસાફરી

રેલવેએ અત્યાર સુધીમાં 44,000 કિલોમીટર લાંબા રેલ પેનલ બિછાવ્યા છે. આ લાંબી પટરીઓનો ફાયદો એ છે કે તેમાં સાંધા (Joints) ઓછા હોય છે, જેથી ટ્રેન ચાલતી વખતે મુસાફરોને ઝટકા લાગતા નથી. આ સાથે જ 80,000 કિલોમીટરથી વધુ ટ્રેક પર હવે 60-કિલોગ્રામ વાળા ભારે અને અત્યંત મજબૂત પાટા નાખવામાં આવ્યા છે, જે વંદે ભારત જેવી હાઈ-સ્પીડ ટ્રેનો અને ભારે માલગાડીઓનું વજન સરળતાથી ખમી શકે છે.

મશીનોની સંખ્યામાં ડબલથી વધુ વધારો

પહેલા જે કામ માણસો દ્વારા થતું હતું, ત્યાં હવે આધુનિક મશીનોએ સ્થાન લીધું છે. 2014માં ટ્રેકની જાળવણી માટે માત્ર 748 મશીનો હતા, જે 2026 સુધીમાં વધીને 1,785 થઈ ગયા છે. આ મશીનો પટરીઓની સફાઈ અને ઘિસીને સરખી કરવાનું કામ સચોટતાથી કરે છે, જેના કારણે ટ્રેકની લાઈફ વધે છે.

80 ટકા નેટવર્ક હવે સુપરફાસ્ટ

આંકડાઓ કહે છે કે ભારતીય રેલવેનું લગભગ 80 ટકા નેટવર્ક હવે 110 કિમી પ્રતિ કલાક કે તેથી વધુ ઝડપ ઝીલવા માટે તૈયાર છે. આ મજબૂતીને કારણે જ હવે વંદે ભારત જેવી ટ્રેનો પોતાની પૂરી ક્ષમતા સાથે દોડી શકે છે.

1,37,000 કિલોમીટર લાંબી પટરીઓનું આ રિન્યુઅલ માત્ર ટેકનિકલ સુધારો નથી, પરંતુ વધતી જતી પેસેન્જર ડિમાન્ડ અને માલસામાનની હેરફેરની જરૂરિયાતોને પૂરી કરવા તરફનું એક ક્રાંતિકારી કદમ છે.

ક્રિકેટના મેદાનથી ક્રાઈમના રસ્તા સુધી : મહિલા ક્રિકેટર હવે જેલના સળિયા પાછળ ! સેક્સટોર્શનના નામે બિઝનેસમેન પાસેથી પડાવ્યા 63 લાખ

Follow Us
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
g clip-path="url(#clip0_868_265)">