Indian Railway: ભારતીય રેલવેએ રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત AC કોચમાં ચોકલેટ અને નુડલ્સને ગોવાથી દિલ્હી મોકલાયા

8 ઓક્ટોબરના રોજ, ગોવાના વાસ્કો ડી ગામાથી દિલ્હીના ઓખલા સુધી 18 એસી કોચમાં 163 ટન વજનની ચોકલેટ અને નૂડલ્સ લોડ કરવામાં આવી હતી.

Indian Railway: ભારતીય રેલવેએ રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત AC કોચમાં ચોકલેટ અને નુડલ્સને ગોવાથી દિલ્હી મોકલાયા
Indian Railway
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2021 | 1:41 PM

Inidan Railway: ભારતીય રેલવેના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે કે, AC બોગીનો ઉપયોગ કરીને ચોકલેટ (Chocolate) અને નૂડલ્સ (Noodles) નું પરિવહન (Transportation) કરવામાં આવી રહ્યું છે. દક્ષિણ પશ્ચિમ રેલવે (SWR), હુબલી ડિવિઝને (Hoobli division) શુક્રવારે ચોકલેટ અને અન્ય ખાદ્ય ઉત્પાદનોના પરિવહન માટે નિષ્ક્રિય એસી કોચનો ઉપયોગ કર્યો હતો જેને ટ્રાન્સપોર્ટેશન દરમિયાન નીચા અને નિયંત્રિત તાપમાનની જરૂર હોય છે.

8 ઓક્ટોબરના રોજ, ગોવાના વાસ્કો ડી ગામાથી દિલ્હીના ઓખલા સુધી 18 એસી કોચમાં 163 ટન વજનની ચોકલેટ અને નૂડલ્સ લોડ કરવામાં આવી હતી. તે AVG લોજિસ્ટિક્સની ખેપ હતી. સાઉથ વેસ્ટર્ન રેલવે દ્વારા બહાર પાડવામાં આવેલા રિલીઝ મુજબ, આ એસી પાર્સલ એક્સપ્રેસ ટ્રેન 2115 કિલોમીટરનું અંતર કાપશે અને શનિવારે દિલ્હી પહોંચે તેવી અપેક્ષા છે. એટલે કે ટ્રેન શનિવારે દિલ્હી પહોંચી હશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

એસી ટ્રેનો દ્વારા ચોકલેટના ટ્રાન્સપોર્ટેશનથી રેલવેએ લગભગ 12.83 લાખ રૂપિયાની આવક મેળવી છે. હુબલી ડિવિઝનના બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ (BDU) ના માર્કેટિંગ પ્રયાસો સાથે, ટ્રાફિકનો આ નવો પ્રવાહ રેલવે દ્વારા પકડાયો છે, જે અત્યાર સુધી પરંપરાગત રીતે રોડ દ્વારા પરિવહન થતું હતું.

BDU ના પ્રયાસોની પ્રશંસા કરતા, હુબલી ડિવિઝનલ રેલવે મેનેજર અરવિંદ માલખેડે જણાવ્યું હતું કે, રેલવે ઝડપી, સરળ અને ખર્ચ અસરકારક સેવાઓનો ઉપયોગ કરવા માટે ગ્રાહકો સુધી સક્રિયપણે પહોંચી રહી છે. ઉદ્યોગો અને વેપારીઓ દ્વારા આ પહેલની પ્રશંસા કરવામાં આવી રહી છે.

નિવેદન અનુસાર, ઓક્ટોબર 2020 થી હુબલી ડિવિઝનની માસિક પાર્સલ કમાણી 1 કરોડ રૂપિયાને પાર કરી રહી છે. સપ્ટેમ્બર 2021 દરમિયાન હુબલી ડિવિઝનની પાર્સલ કમાણી 1.58 કરોડ રૂપિયા છે. વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન સપ્ટેમ્બર 2021 સુધી ડિવિઝનની સંચિત પાર્સલ કમાણી 11.17 કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો: EXCLUSIVE : શિવાંશની માતા અંગે મોટો ખુલાસો, જુઓ કોણ છે બાળકની અસલી માતા

આ પણ વાંચો: ગાંધીનગર શિવાંશ કેસમાં નવો ખુલાસો, સચિનની પ્રેમિકા વડોદરાની હોવાની આશંકા

g clip-path="url(#clip0_868_265)">