ગાંધીનગર શિવાંશ કેસમાં નવો ખુલાસો, સચિનની પ્રેમિકા વડોદરાની હોવાની આશંકા

સચિન દીક્ષિતની પ્રેમિકા વડોદરાની હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી છે. જેમાં સચિન અને તેની પ્રેમિકા એક જ કંપનીમાં કામ કરતા હતા. તેથી પોલીસે હવે આ દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

ગાંધીનગર(Gandhinagar)શિવાંશ (Shivansh)કેસમાં સચિનની પત્નીની છેલ્લા ચાર કલાકથી પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં તપાસ દરમિયાન પોલીસને મોટી માહિતી મળી છે. તેમજ સચિનની પ્રેમિકા વડોદરાની હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી છે. જેમાં સચિન અને તેની પ્રેમિકા એક જ કંપનીમાં કામ કરતા હતા. તેથી પોલીસે હવે આ દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

આ સમગ્ર કેસમાં સચિન દિક્ષિતની પણ પૂછપરછ ચાલી રહી છે. જેમાં ગાંધીનગર એસપી મયૂર ચાવડા સચિનની પૂછપરછ કરી રહ્યા છે.

મહત્વનું છે કે, ગાંધીનગરના સેક્ટર 26 સ્થિત ગ્રીન સિટી બંગલોમાં આરાધનાની પૂછપરછ ચાલી રહી છે.. પૂછપરછમાં તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો છે..આરાધનાએ ઘટસ્ફોટ કર્યો છે કે તે ત્યજી દેવાયેલા શિવાંશ અને પતિના પ્રેમ સંબંધ બાબતે કશુ જ નથી જાણતી.. અને કોટા જવા બાબતે તે એવું રટણ કરી રહી છે કે સામાજિક પ્રસંગ હોવાથી તે પોતાના પરિવાર સાથે રાજસ્થાનના કોટા ગઈ હતી

મળતી માહિતી પ્રમાણે બંને વચ્ચે ઘણા સમયથી ઘરકંકાસ ચાલતો હતો. આ દરમિયાન રાજસ્થાનના કોટામાં લગ્નપ્રસંગમાં જવાનું થયું.. સચિન સિવાય ઘરના તમામ સભ્યો લગ્ન પ્રસંગમાં કોટા ગયા હતા ફક્ત સચિન એક દિવસ મોડો ગયો હતી. આ એક દિવસમાં જ તેણે પ્રેમિકા થકી થયેલા બાળકને તરછોડી દીધુ.

ત્યારબાદ સચિન પણ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા રાજસ્થાન ભાગી ગયો હતો.મહત્વનું છે કે ગાંધીનગર પોલીસ આજે સવારે જ સચિન દિક્ષીત અને તેની પત્ની આરાધનાને કોટાથી પકડી લાવી છે. તો બીજીતરફ સચિન દિક્ષીતની પ્રેમિકા વડોદરા હોવાની પોલીસને આશંકા છે. જે અંગે તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો : વડોદરા ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી અશોક જૈનનો પોટેન્સી ટેસ્ટ પોઝિટીવ, કરી આ કબૂલાત

આ પણ વાંચો : સુરત ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી, 6 વર્ષના ખોવાયેલા બાળકને હેમખેમ ઘરે પહોંચાડયો

Click on your DTH Provider to Add TV9 Gujarati