EXCLUSIVE : શિવાંશની માતા અંગે મોટો ખુલાસો, જુઓ કોણ છે બાળકની અસલી માતા

EXCLUSIVE : શિવાંશની માતા અંગે મોટો ખુલાસો, જુઓ કોણ છે બાળકની અસલી માતા

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2021 | 12:24 PM

શિવાંશની માતા અંગે TV9 પાસે એક્સક્લુઝીવ માહિતી છે. તેમજ શિવાંશની માતાનું નામ મહેંદી હોવાનું સામે આવ્યું છે.

ગાંધીનગર શિવાંશ કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે. જેમાં સચિનની પ્રેમિકા વડોદરાની હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેવા સમયે શિવાંશની માતા અંગે TV9 પાસે એક્સક્લુઝીવ માહિતી છે. તેમજ શિવાંશની માતાનું નામ મહેંદી હોવાનું સામે આવ્યું છે.તેમજ શિવાંશની માતા વડોદરાની હોવાની શક્યતા છે. તેમજ ટીવી નાઇન પાસે તેની એક્સક્લુઝીવ તસવીરો પણ છે.

ગાંધીનગર(Gandhinagar)શિવાંશ (Shivansh)કેસમાં સચિનની પત્નીની છેલ્લા ચાર કલાકથી પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં તપાસ દરમિયાન પોલીસને મોટી માહિતી મળી છે. તેમજ સચિનની પ્રેમિકા વડોદરાની હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી છે. જેમાં સચિન અને તેની પ્રેમિકા એક જ કંપનીમાં કામ કરતા હતા. તેથી પોલીસે હવે આ દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

આ સમગ્ર કેસમાં સચિન દિક્ષિતની પણ પૂછપરછ ચાલી રહી છે. જેમાં ગાંધીનગર એસપી મયૂર ચાવડા સચિનની પૂછપરછ કરી રહ્યા છે.

મહત્વનું છે કે, ગાંધીનગરના સેક્ટર 26 સ્થિત ગ્રીન સિટી બંગલોમાં આરાધનાની પૂછપરછ ચાલી રહી છે.. પૂછપરછમાં તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.આરાધનાએ ઘટસ્ફોટ કર્યો છે કે તે ત્યજી દેવાયેલા શિવાંશ અને પતિના પ્રેમ સંબંધ બાબતે કશુ જ નથી જાણતી અને કોટા જવા બાબતે તે એવું રટણ કરી રહી છે કે સામાજિક પ્રસંગ હોવાથી તે પોતાના પરિવાર સાથે રાજસ્થાનના કોટા ગઈ હતી

મળતી માહિતી પ્રમાણે બંને વચ્ચે ઘણા સમયથી ઘરકંકાસ ચાલતો હતો. આ દરમિયાન રાજસ્થાનના કોટામાં લગ્નપ્રસંગમાં જવાનું થયું.. સચિન સિવાય ઘરના તમામ સભ્યો લગ્ન પ્રસંગમાં કોટા ગયા હતા ફક્ત સચિન એક દિવસ મોડો ગયો હતી. આ એક દિવસમાં જ તેણે પ્રેમિકા થકી થયેલા બાળકને તરછોડી દીધુ.

આ પણ વાંચો : અમદાવાદ કોર્પોરેશને વેક્સિન લેવાના બાકી લોકો માટે જાહેર કર્યા આ પ્રોત્સાહક ઇનામો

આ પણ વાંચો : વડોદરાના પુરાતત્વ વિભાગના ચાર અધિકારીઓ સહિત 6 લોકો સામે સીબીઆઇએ ફરિયાદ દાખલ કરી

Published on: Oct 10, 2021 12:22 PM
g clip-path="url(#clip0_868_265)">