AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan : ભારતના સેના પ્રમુખના નિવેદનથી પાકિસ્તાનમાં ખળભળાટ, ISPRએ આપી પરમાણુ ધમકી, જાણો વિગત

ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના નિવેદન બાદ પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાની સેનાના પ્રચાર વિભાગ ISPRએ ભારતને પરમાણુ શક્તિ હોવાની ધમકી આપી છે.

Pakistan : ભારતના સેના પ્રમુખના નિવેદનથી પાકિસ્તાનમાં ખળભળાટ, ISPRએ આપી પરમાણુ ધમકી, જાણો વિગત
| Updated on: May 17, 2026 | 3:55 PM
Share

ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના એક નિવેદનથી પાકિસ્તાનમાં ભારે પ્રતિક્રિયા જોવા મળી રહી છે. તેમના નિવેદન બાદ પાકિસ્તાની સેનાના પ્રચાર વિભાગ ISPRએ ભારતને નિશાન બનાવી પરમાણુ શસ્ત્રોનો ઉલ્લેખ કરતી ચેતવણીસભર પ્રતિક્રિયા આપી છે. જોકે, વિશ્લેષકો આ નિવેદનને માત્ર ખોખલી ધમકી તરીકે જોઈ રહ્યા છે.

પાકિસ્તાન પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ

નવી દિલ્હીમાં આયોજિત એક ઇન્ટરેક્ટિવ સત્ર દરમિયાન જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને પૂછવામાં આવ્યું હતું કે જો “ઓપરેશન સિંદૂર” જેવી પરિસ્થિતિ ફરી ઊભી થાય તો ભારતીય સેના કેવી રીતે જવાબ આપશે. તેના જવાબમાં તેમણે પાકિસ્તાન પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, “પાકિસ્તાને હવે નક્કી કરવું પડશે કે તે ભૂગોળનો ભાગ બનીને રહેવા માંગે છે કે પછી ઇતિહાસનો ભાગ બનવા તૈયાર છે.”

જનરલ દ્વિવેદીના આ નિવેદન બાદ પાકિસ્તાની સેના સ્પષ્ટપણે ઉશ્કેરાઈ ગઈ હતી. પાકિસ્તાની અખબાર ડોનના અહેવાલ મુજબ, ISPRએ રવિવારે એક સત્તાવાર નિવેદન જાહેર કર્યું, જેમાં ભારત પર “ઉશ્કેરણીજનક ભાષા” વાપરવાનો આરોપ લગાવવામાં આવ્યો. સાથે જ દક્ષિણ એશિયામાં તણાવ વધે તો તેના “વિનાશક પરિણામો” આવી શકે એવી ચેતવણી પણ આપવામાં આવી.

ISPRએ આપ્યું નિવેદન

ISPRએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે પાકિસ્તાન માત્ર દક્ષિણ એશિયાનો જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ મહત્વપૂર્ણ દેશ છે. નિવેદનમાં પાકિસ્તાનને “જાહેર કરાયેલ પરમાણુ શક્તિ” તરીકે રજૂ કરતાં કહેવામાં આવ્યું કે દેશને હળવાશથી લેવાની ભૂલ ન કરવી જોઈએ.

પાકિસ્તાની સેનાએ વધુમાં દાવો કર્યો કે ભારત તરફથી આવી પ્રકારની ટિપ્પણીઓ જ પ્રદેશમાં અસ્થિરતા અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓને જન્મ આપે છે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું કે જો પાકિસ્તાન પર કોઈ હુમલો થશે તો તેનો જવાબ “પરસ્પર અને વ્યાપક” હશે.

રાજકીય દબાણ ઊભું કરવાનો પ્રયાસ

આ નિવેદનમાં પરમાણુ શસ્ત્રોનો સંદર્ભ આપીને પાકિસ્તાને પોતાની તાકાત દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન પર લાંબા સમયથી આતંકવાદને આશરો આપવાના આરોપો લાગતા રહ્યા છે. આવી સ્થિતિમાં ISPRનું નિવેદન ઘણા લોકો માટે માત્ર રાજકીય દબાણ ઊભું કરવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યું છે.

ભારતીય સેના પ્રમુખના નિવેદન બાદ બંને દેશો વચ્ચેનો વાકયુદ્ધ ફરી તેજ બન્યું છે. જોકે, ભારત તરફથી અત્યાર સુધી પાકિસ્તાની નિવેદન પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

હોર્મુઝમાંથી પસાર થતા જહાજો માટે નવી સિસ્ટમ લાગુ કરશે ઈરાન

Follow Us
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી 2.56 કરોડની રોકડ ઝડપાઈ
વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી 2.56 કરોડની રોકડ ઝડપાઈ
ક્રિકેટ સટ્ટા બેટિંગમાં કોર્પોરેટરના પતિનું નામ સામે આવ્યું
ક્રિકેટ સટ્ટા બેટિંગમાં કોર્પોરેટરના પતિનું નામ સામે આવ્યું
રાજસ્થાનના પીપલાંત્રી ગામમાં પુત્રીના જન્મ પછી વાવવામાં આવે છે 111 ઝાડ
રાજસ્થાનના પીપલાંત્રી ગામમાં પુત્રીના જન્મ પછી વાવવામાં આવે છે 111 ઝાડ
નાણાકીય લાભ થવાની શક્યતા છે, માતા-પિતાને ભેટ આપો
નાણાકીય લાભ થવાની શક્યતા છે, માતા-પિતાને ભેટ આપો
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
g clip-path="url(#clip0_868_265)">