India Russia Deal: ભારતે રશિયા પાસેથી 70 હજાર AK-103 રાઇફલ્સ ખરીદવા માટે આટલા કરોડનો કર્યો કરાર

TV9 GUJARATI

|

Updated on: Aug 28, 2021 | 7:45 PM

ભારત અને રશિયાએ એક કરાર પર કર્યા છે જે સરકારની 'મેક ઇન ઇન્ડિયા' પહેલ હેઠળ એસોલ્ટ રાઇફલ્સના સ્વદેશી ઉત્પાદનનો માર્ગ મોકળો કરશે. AK-103 રાઇફલ AK-47 નું અપગ્રેડ વર્ઝન છે.

India Russia Deal: ભારતે રશિયા પાસેથી 70 હજાર AK-103 રાઇફલ્સ ખરીદવા માટે આટલા કરોડનો કર્યો કરાર
File Photo

Follow us on

ભારતે (india) ઇમરજન્સી હેઠળ રશિયા (Russia) પાસેથી 70 હજાર AK-103 રાઇફલ્સ(AK-103  Rifle)ખરીદવાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર સંરક્ષણ મંત્રાલય દ્વારા દેશના સશસ્ત્ર દળો માટે કરવામાં આવ્યો છે, પરંતુ એવું માનવામાં આવે છે કે મોટાભાગની રાઇફલો ભારતીય વાયુસેનાને આપવામાં આવશે. ભારતીય વાયુસેનાને 1.5 લાખથી વધુ નવી એસોલ્ટ રાઇફલ્સની જરૂર છે અને નવી AK-103 રાઇફલો આગામી કેટલાક મહિનાઓમાં સેવામાં આવે તેવી અપેક્ષા છે જે આતંકવાદી હુમલાઓ સાથે વધુ સારી રીતે સામનો કરવાની તેની ક્ષમતાને મજબૂત કરશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રશિયા પાસેથી 70,000 AK-103 એસોલ્ટ રાઇફલો ખરીદવા માટે કટોકટીની જોગવાઇઓ હેઠળ ગયા સપ્તાહે આશરે 300 કરોડ રૂપિયાના કરાર થયા હતા. . હકીકતમાં, ભારતે વર્ષ 2019 માં રશિયા સાથે અમેઠીમાં ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ એટલે કે OFB ના કોરબા પ્લાન્ટમાં સાડા સાત લાખ (7.50 લાખ) AK-203 રાઇફલ્સના ઉત્પાદન માટે કરાર કર્યો હતો. પરંતુ આજદિન સુધી પ્લાન્ટમાં રાઇફલ બનાવવાનું કામ શરૂ થયું નથી. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.

AK-103 રાઇફલ અપગ્રેડ વર્ઝન AK-47 આ જ કારણ છે કે ભારતે સીધા રશિયા પાસેથી 70 હજાર રાઇફલ્સ ખરીદવાનો નિર્ણય કર્યો છે. એવું માનવામાં આવે છે કે આ AK-103 શ્રેણીની રાઇફલ્સ ભારતની જૂની INSAS રાઇફલ્સનું સ્થાન લેશે. ભારત અને રશિયાએ એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે જે સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલના ભાગ રૂપે એસોલ્ટ રાઇફલ્સના સ્વદેશી ઉત્પાદનનો માર્ગ મોકળો કરશે. 6,50,000 કલાશ્નિકોવ 7.62 mm AK-103 એસોલ્ટ રાઇફલ્સ બનાવવાની યોજના છે, જે વર્તમાન INSAS અને AK-47 રાઇફલોને બદલશે.

AK-103 એક મજબૂત પાયદળ એસોલ્ટ રાઇફલ છે જે મજબૂત મિકેનિક્સ અને અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. ફોરહેન્ડની ડિઝાઇન સારી વર્સેટિલિટી પૂરી પાડે છે કારણ કે તે વ્યૂહાત્મક મહત્વના ઘણા એસેસરીઝ અને સાધનો ધરાવે છે. ફોલ્ડિંગ બટસ્ટોક ઓપરેટરની વ્યૂહાત્મક ક્ષમતાઓને વધારે છે અને પરિવહનની વિશાળ પસંદગી આપે છે.

હવે જ્યારે ભારતીય સેના INSAS ને 6,50,000 મેડ ઇન ઇન્ડિયા AK- 103 સાથે બદલવાની યોજના બનાવી રહી છે, ત્યારે આપણે એકે 103 અને તે સામાન્ય એકે 47 થી કેવી રીતે અલગ છે તે વિશે જાણવું જોઈએ. AK-103 રાઇફલ AK-47 નું અપગ્રેડ વર્ઝન છે. આ રાઇફલો ગરુડ સુરક્ષા દળોને પણ આપવામાં આવશે, જે દેશભરના એરબેઝ પર તૈનાત છે.

આ પણ વાંચો : Exclusive Interview : કાબુલ એરપોર્ટ પર હુમલા બાદ તાલિબાનએ આપી પહેલી પ્રતિક્રિયા

આ પણ વાંચો : Gujarat Top News: રાજ્યમાં ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિની ઉજવણી કે રાજકીય હલચલને લગતા મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati