India Corona Update: દેશમાં ઝડપથી વધી રહ્યા છે કોરોનાના કેસ, સામે આવ્યા 2.68 લાખ નવા કેસ, ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા 6,000ને પાર

કોરોનાની સાથે સાથે દેશમાં ઓમિક્રોન (Omicron)ના કેસ પણ સતત વધી રહ્યા છે. હવે ઓમિક્રોનના કેસની સંખ્યા 6,000ને પાર થઈ ગઈ છે.

India Corona Update: દેશમાં ઝડપથી વધી રહ્યા છે કોરોનાના કેસ, સામે આવ્યા 2.68 લાખ નવા કેસ, ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા 6,000ને પાર
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2022 | 10:40 AM

દેશમાં કોરોના સંક્રમણ (Corona Virus)ના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાઈરસના 2,68,833 નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે જ સક્રિય કેસની સંખ્યા વધીને 14,17,820 થઈ ગઈ છે. દેશમાં હાલમાં ડેલી પોઝિટિવિટી રેટ વધીને 16.66 ટકા થઈ ગયો છે. શુક્રવાર કરતા આજે શનિવારે દેશમાં કોરોનાના 4,631 વધારે કેસ સામે આવ્યા છે. શુક્રવારે 2,64,202 કેસ સામે આવ્યા હતા. કોરોનાની સાથે સાથે દેશમાં ઓમિક્રોન (Omicron)ના કેસ પણ સતત વધી રહ્યા છે. હવે ઓમિક્રોનના કેસની સંખ્યા 6,000ને પાર થઈ ગઈ છે. અત્યાર સુધી દેશમાં ઓમિક્રોનના કુલ 6,041 કેસ આવી ચૂક્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ગુરૂવારે 1,22,684 દર્દીઓ સ્વસ્થ થયા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. દેશમાં અત્યાર સુધી કુલ 3,49,47,390 દર્દી સ્વસ્થ થઈ ચૂક્યા છે. તેની સાથે જ ભારતમાં એક્ટિવ કેસની ટકાવારી 3.85 થઈ ગઈ છે. ત્યારે રિક્વરી રેટ 94.83 ટકાની નજીક છે. ભારતમાં કોરોનાની ત્રીજી લહેર પર લગામ લગાવવા માટે ઘણા પ્રકારના પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે.

તેની સાથે જ રસીકરણ અને ટેસ્ટિંગના આંકડાઓ પર પણ જોર આપવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર મુજબ અત્યાર સુધી દેશમાં વેક્સિનની 156.02 કરોડ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં શુક્રવારે 16 લાખથી વધારે ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

પ્રજાસત્તાક દિવસની પરેડ પર કોરોનાનો ખતરો

દેશની રાજધાની દિલ્હીમાં (delhi) આ બીજી વખત બનશે જ્યારે પ્રજાસત્તાક દિવસ (Republic Day) કોરોના મહામારીના નિયમ મુજબ ઉજવવામાં આવશે. જ્યાં ગયા વર્ષની જેમ આ વર્ષે આ આયોજન કોરોના મહામારી વચ્ચે થઇ રહ્યું છે. તે જ સમયે, હવે આ સમારોહ એવા સમયે થશે જ્યારે કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.

આ સમય દરમિયાન ત્યાંના આયોજનની રીતમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં, સંરક્ષણ સંસ્થાનના સૂત્રોએ જણાવ્યું હતું કે ગયા વર્ષે પરેડમાં ભાગ લેનારા 25,000 લોકોની સરખામણીએ આ વખતે 24,000 લોકોને  જોવાની મંજૂરી આપવામાં આવશે.

આ પણ વાંચો: Vadodara: ત્રણ માસમાં 2,883 રખડતા ઢોર પકડવામાં આવ્યા હોવાનો મેયરનો દાવો, વિપક્ષે દાવા ખોટા ગણાવ્યા

આ પણ વાંચો: Ahmedabad: જાહેર માર્ગ પર કાર શીખનારા સાવધાન, કાર શીખી રહેલી આ મહિલાએ અનેકને લીધા હડફેટે, જુઓ VIDEO

g clip-path="url(#clip0_868_265)">