Vadodara: ત્રણ માસમાં 2,883 રખડતા ઢોર પકડવામાં આવ્યા હોવાનો મેયરનો દાવો, વિપક્ષે દાવા ખોટા ગણાવ્યા

વડોદરાના મેયર ઢોરના ત્રાસ મુક્ત કરવા છેલ્લા ત્રણ મહિનામાં 2,883 ઢોર પકડવામાં આવ્યા હોવાનો દાવો કર્યો છે, જોકે બીજી તરફ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા અમી રાવતે આક્ષેપ કર્યો કે મેયર તરફથી શહેરને ઢોર મુક્ત કરવાની માત્ર વાતો કરવામાં આવે છે.

વડોદરા (Vadodara)માં રખડતા ઢોર (Stray cattle)નો ત્રાસ યથાવત છે. જાહેર રસ્તા પર ગમે ત્યાં રખડતા પશુઓ અડિંગો જમાવીને બેસી જાય છે. જેના કારણે વાહનચાલકોને અકસ્માત થવાનો ડર રહે છે. ત્યારે વડોદરાના મેયર (Mayor) ઢોરના ત્રાસ મુક્ત કરવા છેલ્લા ત્રણ મહિનામાં 2,883 ઢોર પકડવામાં આવ્યા હોવાનો દાવો કર્યો છે, જોકે બીજી તરફ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા અમી રાવતે આક્ષેપ કર્યો કે મેયર તરફથી શહેરને ઢોર મુક્ત કરવાની માત્ર વાતો કરવામાં આવે છે

વડોદરા શહેરમાં રખડતા ઢોરને લઈને મેયર કેયુર રોકડિયાએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે વડોદરાને ઢોરના ત્રાસ મુક્ત કરવા છેલ્લા ત્રણ મહિનામાં 2,883 ઢોર પકડવામાં આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં પશુપાલકો પાસેથી રૂપિયા 17.80 લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. તેમજ ત્રણ મહિના દરમિયાન 219 ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મેયરે દાવો કર્યો કે શહેરના ખટમબા વિસ્તારમાં પશુ હોસ્ટેલ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જ્યાં રખડતા પશુઓ મોકલવામાં આવશે અને ઢોરોથી થતાં અકસ્માતો ઓછા થશે.

બીજી તરફ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા અમી રાવતે આક્ષેપ કર્યો કે મેયર તરફથી શહેરને ઢોર મુક્ત કરવાની માત્ર વાતો કરવામાં આવે છે. હકીકતમાં રખડતા ઢોરોના ત્રાસથી અકસ્માતની સંખ્યાઓ પણ વધી રહી છે. વિપક્ષના નેતાએ પશુ દીઠ થતાં ખર્ચનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને કોર્પોરેશનની તિજોરી પર ખોટું આર્થિક ભારણ દૂર કરવા ચોક્કસ આયોજન ઘડવા માગ કરી છે.

આ પણ વાંચોઃ Valsad: અગસ્તક્રાંતિ ટ્રેન સાથે મોટી દુર્ઘટના થતી બચી, રેલવે ટ્રેક પર સિમેન્ટના થાંભલા સાથે અથડાઈને એન્જીન સહિત ટ્રેન પસાર

આ પણ વાંચોઃ Botad: બોટાદનાં સાળંગપુર હનુમાનજી મંદિર શ્રદ્ધાળુઓ ઉમટ્યા, હનુમાન દાદાને પતંગ, દોરી, ચીક્કી અને લાડુનો શણગારાયા, જુઓ VIDEO

 

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati