રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) 2+2 મિનિસ્ટ્રીયલ ડાયલોગ (2+2 Ministerial Dialogue) માં ચીની અતિક્રમણનો મુદ્દો ઉઠાવ્યો છે. રાજનાથ સિંહે જે રીતે પોતાના નિવેદનમાં રશિયાના વિદેશ અને રક્ષા મંત્રીઓ સમક્ષ ચીનના અતિક્રમણનો મુદ્દો ઉઠાવ્યો છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં, વર્ષ 2020માં ચીનના દુસાહસ બાદ ભારત અને તેના ઉત્તરી પાડોશી વચ્ચેનો તણાવ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. બંને દેશો વચ્ચે શંકા અને દુશ્મનાવટનું અંતર વધી રહ્યું છે.
1962ના ચીન-ભારત વચ્ચેના યુદ્ધ બાદ ભારતીય સેના તાજેતરના વર્ષોમાં અનેક પ્રસંગોએ ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) સાથે સામસામે આવી છે. કેન્દ્રીય રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટે રવિવારે કહ્યું કે, ભારતે 1962થી ચીન સાથે યુદ્ધ કર્યું ત્યારથી અત્યાર સુધી ઘણો આગળ વધ્યો છે. આજે ભારત દેશ દરેક ક્ષેત્રમાં પોતાના દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે. ભટ્ટે કહ્યું કે દેશના દરેક ખૂણા પછી તે પાણી, જમીન કે હવાઈ ક્ષેત્રે હોય તે અસરકારક રીતે સુરક્ષિત છે. તેમણે કોઈપણ દેશનું નામ લીધા વિના કહ્યું, ‘અમે દરેક ક્ષેત્રમાં અમારા દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા સક્ષમ છીએ.’
રાજનાથ સિંહે રશિયાના સંરક્ષણ મંત્રી સાથે મુલાકાત કરી
રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે રશિયાના રક્ષા મંત્રી સર્ગેઈ શોઇગુ સાથે મુલાકાત કરી હતી. નવી દિલ્હીમાં સુષ્મા સ્વરાજ ભવનમાં બંને દેશોના રક્ષા મંત્રીઓ વચ્ચે આ બેઠક થઈ. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં ઘણા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. પ્રાપ્ચ માહિતી અનુસાર, ચર્ચા કરવામાં આવેલ મુદ્દાઓમાં તમામ પાંચ S400 મિસાઇલોની સમયસર સપ્લાય સુનિશ્ચિત કરવી અને આગામી બે S400ની ડિલિવરીમાં રશિયા દ્વારા અસરકારક મદદનો સમાવેશ થાય છે.
અનેક કરારો પર હસ્તાક્ષર કર્યા
આ સિવાય AK 203 ડીલને અંતિમ સ્વરૂપ આપવા માટે પણ વાતચીત થઈ હતી. બેઠક બાદ રાજનાથ સિંહ અને સર્ગેઈ શોઇગુએ ભારત અને રશિયા વચ્ચેના કરારો પર હસ્તાક્ષર કર્યા. ભારત અને રશિયા વચ્ચે થયેલા કરારોમાં ઈન્ડો-રશિયા રાઈફલ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કુલ 6,01,427 7.63×39mm એસોલ્ટ રાઈફલ્સ AK-203ની ખરીદી માટેના કરારનો સમાવેશ થાય છે. ઈન્ડિયા-રશિયા રાઈફલ્સ પ્રાઈવેટ લિમિટેડ પ્રોગ્રામ 2021-2031 સુધીનો લશ્કરી-તકનીકી સહયોગ કાર્યક્રમ છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ