Ahmedabad: બનાવટી ઘી બનાવતું ગોડાઉન ઝડપાયું, નકલી ઘી બનાવી બ્રાન્ડેડ નામે વેચતા હતા આરોપીઓ, 2ની થઈ ધરપકડ
Ahmedabad: સરખેજ સાણંદ સર્કલ નજીકના જગદીશ એસ્ટેટમાંથી બનાવટી અમૂલ ઘીનું ગોડાઉન પકડાયું છે. આરોપીઓ અમૂલ ઘીના ડબ્બામાં બનાવટી ઘી ભરીને અમૂલ ઘીનું લેબલ લગાવીને વેચાણ કરતા હતા.
Ahmedabad: સરખેજ સાણંદ સર્કલ નજીકના જગદીશ એસ્ટેટમાંથી બનાવટી અમૂલ ઘીનું ગોડાઉન પકડાયું છે. આરોપીઓ અમૂલ ઘીના ડબ્બામાં બનાવટી ઘી ભરીને અમૂલ ઘીનું લેબલ લગાવીને વેચાણ કરતા હતા.
બનાવટી ઘી તેઓ કડીથી લાવતા હતા અને નકલી અમૂલ ઘી રાજકોટમાં વેચતા હતા. પોલીસે ગોડાઉનમાંથી બનાવટી ઘીના 15 કિલોના 160 ડબ્બા, ગાડી સહિત રૂપિયા 8.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આરોપીઓ અહીંના ગોડાઉનમા માલ ભરી પેકિંગ કરતા હતા. પોલીસ રેડ કરી ગોડાઉન માંથી 15 કિલોના એક એવા ઘી ભરેલા 160 ડબ્બા, અમૂલના પૂઠા, અમૂલના માર્કાવાળા સ્ટીકર, ડબ્બા સીલ કરવાનું મશીન તેમજ એક બોલેરો પીકઅપ વાન મળી આવી હતી. આરોપી દેવ બાલુસિંગ વાઘેલા અને અલ્પેશ દવેરા ચાર પાંચ દિવસથી આ ધંધો કરતા હોવાનું સામે આવ્યું છે. પરતું પોલીસે શંકા છે કે ધણા સમયથી આરોપીઓ અમુલ ધીના નામે બનાવટી ઘી ભેળસેળ કરી વેચી રહ્યા છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, 15 કિલો બનાવટી ઘીનો એક ડબ્બો સીલ કરીને રૂપિયા 1500માં આરોપીઓ તૈયાર કરી દેતા હતા. તે ડબ્બો અમૂલ ઘીમાં ખપાવીને રૂપિયા.5 હજારમાં વેચતા હતા. જેથી આ લોકોએ અત્યાર સુધીમાં કેટલા કિલો બનાવટી ઘી મંગાવીને અમૂલ ઘીમાં ખપાવીને વેચ્યુ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપીઓ નકલી ઘી રાજકોટના માર્કેટમાં સપ્લાય કરતા હતાં. ત્યારે આ કેસમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે બાબતે પણ તપાસ શરૂ કરાઇ છે.
આ પણ વાંચો: BRO Recruitment 2021: બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનમાં અનેક જગ્યાઓ માટે ભરતી, અહીં જાણો વિગત
આ પણ વાંચો: નેશનલ ટેલેન્ટ સર્ચની મદદથી વિદ્યાર્થીઓને મળે છે PHD સુધીની સ્કોલરશિપ, જાણો કોણ લઈ શકે છે આ લાભ ?