AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: Maatrubhumi ને CBFC તરફથી ન મળી રાહત, સલમાન ખાનની બિગ બજેટ ‘વોર ડ્રામા’ અટકાઈ

દર્શકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે સલમાન ખાનની બિગ બજેટ વોર ડ્રામા ફિલ્મ 'Maatrubhumi' ની રિલીઝ પર સેન્સર બોર્ડ (CBFC) દ્વારા હજુ પણ બ્રેક લાગેલી છે. ગલવાન ઘાટીની ઘટના પર આધારિત અને અપૂર્વ લાખિયા દ્વારા નિર્દેશિત આ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર રાહત મળવાના અહેવાલો વહેતા થયા હતા પરંતુ તાજેતરના રિપોર્ટ્સ અનુસાર તે તમામ અફવાઓ પાયાવિહોણી સાબિત થઈ છે.

Breaking News: Maatrubhumi ને CBFC તરફથી ન મળી રાહત, સલમાન ખાનની બિગ બજેટ 'વોર ડ્રામા' અટકાઈ
| Updated on: Sep 15, 2026 | 5:07 PM
Share

સલમાન ખાનની બિગ બજેટ વોર ડ્રામા Maatrubhumi લાંબા સમયથી સેન્સર બોર્ડમાં અટવાયેલી પડી છે. આ ફિલ્મમાં સલમાન ખાને કર્નલ બી. સંતોષ બાબુનું પાત્ર ભજવ્યું છે. દર્શકો આ મુવી જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે પરંતુ મુવીના રિલીઝમાં સતત વિલંબ થઈ રહ્યો છે.

વીતેલા દિવસે એવા સમાચાર ઈન્ટરનેટ પર વાયરલ થયા હતા કે, માતૃભૂમિને સેન્સર બોર્ડ તરફથી થોડી રાહત મળી ગઈ છે. હવે જો તાજેતરના અહેવાલોનું માનીએ તો, આ સમાચાર તદ્દન પાયાવિહોણા છે અને સેન્સર બોર્ડનું વલણ હજુ સુધી માતૃભૂમિને લઈને નરમ પડ્યું નથી. એવામાં Maatrubhumi ક્યારે રિલીઝ થશે? તે હજુ સ્પષ્ટ નથી.

સૂત્રના જણાવ્યા અનુસાર, “માતૃભૂમિને સેન્સર બોર્ડ તરફથી કોઈ રાહત મળી નથી. કાશ જે સમાચાર ઈન્ટરનેટ પર ફેલાઈ રહ્યા છે, તે સાચા હોત પરંતુ તે ખોટા છે. માતૃભૂમિની રિલીઝ ડેટનો રસ્તો હજુ સુધી સાફ થઈ રહ્યો નથી, જેના કારણે મારું દિલ પણ દુખી થઈ રહ્યું છે. ફિલ્મની રિલીઝ પર અટકાયતનું કારણ ચાઇના કનેક્શન છે.”

CBFC તરફથી ક્યારે સર્ટિફિકેટ મળશે?

સૂત્રએ પોતાની વાત આગળ વધારતા કહ્યું છે, “માતૃભૂમિના મેકર્સ સતત પ્રયાસ કરી રહ્યા છે કે, તેની રિલીઝ ડેટનો રસ્તો સાફ થઈ જાય, જેના માટે તેઓ સરકાર સાથે સતત ચર્ચામાં છે. હવે જેવું સીબીએફસી (CBFC) માતૃભૂમિને પાસ કરશે, તે સાથે જ મેકર્સ તેને રિલીઝ કરવાની તૈયારીઓમાં લાગી જશે. CBFC તરફથી તેને ક્યારે સર્ટિફિકેટ મળશે, તે હજુ સ્પષ્ટ નથી.”

ભારત-ચીન યુદ્ધ પર આધારિત છે ‘Maatrubhumi’

ડાયરેક્ટર અપૂર્વ લાખિયા દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ Maatrubhumi ગલવાન ઘાટીમાં થયેલા ભારત-ચીન યુદ્ધ પર આધારિત છે. આ દિવસોમાં ભારત-ચીનના સંબંધો ખૂબ જ નાજુક છે, જેના કારણે સેન્સર બોર્ડ તરફથી તેને લીલી ઝંડી મળી રહી નથી. હવે જ્યાં સુધી સેન્સર બોર્ડ આ બાબતે એક પગલું આગળ નથી વધારતું, ત્યાં સુધી Maatrubhumi અટવાયેલી જ રહેશે.

Breaking News : આ અઠવાડિયે OTT પર ક્રાઇમ, રોમાંસ, થ્રિલર અને એક્શનનો ડોઝ જોવા મળશે, જોઈ લો લિસ્ટ

Follow Us
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
g clip-path="url(#clip0_868_265)">