Breaking News : ઓનલાઈન લાડુ મંગાવ્યા પણ જે નીકળ્યું તે જોઈને લોકો ચોંકી ગયા..જુઓ Video
સુરતના પાંડેસરામાં ઓનલાઈન મંગાવેલા લાડુ સડેલા નીકળવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક વેપારીએ વીડિયો બનાવી વાયરલ કરતાં આરોગ્ય વિભાગ સક્રિય થયું છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર દ્વારા મંગાવવામાં આવેલા લાડુ સડેલા નીકળવાની ગંભીર ઘટના સામે આવી છે, જેણે શહેરભરમાં ખળભળાટ મચાવ્યો છે. એક સ્થાનિક વેપારી દ્વારા ઓનલાઈન એપ મારફતે મંગાવવામાં આવેલા મોતીચૂરના લાડુ ફૂગવાળા અને સડેલા હાલતમાં પહોંચતા તેમણે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. આ ચોંકાવનારી ઘટનાનો વેપારીએ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો, જેમાં તેમણે પોતાના બાળકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ફૂડ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વેપારીએ પ્રશ્ન કર્યો હતો કે, “માલ લેતી વખતે કેમ ધ્યાન નથી રાખતા? આ ખાઈને તમે મારા બાળકોને મારશો?”
આ વીડિયો ઝડપથી વાયરલ થતાં જ આરોગ્ય તંત્ર સફાળું જાગૃત થયું હતું અને તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે વાયરલ વીડિયોને ગંભીરતાથી લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આરોગ્ય વિભાગની ટીમે તુરંત જ ઓનલાઈન આઉટલેટ, ખાસ કરીને બિલિંકિટ (Blinkit)ના સંલગ્ન સ્થળ પર તપાસ હાથ ધરી હતી. અધિકારીઓએ આ પ્રકારની ઘટનાને “ખૂબ જ ગંભીર બાબત” ગણાવી હતી અને જણાવ્યું હતું કે તેમની કાર્યવાહી હાલ ચાલુ છે.
તંત્ર હવે વધુ સતર્ક બન્યું
આ ઘટનાએ ઓનલાઈન વેચાતી ખાદ્યચીજોની ગુણવત્તા અને ફૂડ સેફ્ટી અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ભૂતકાળમાં પણ ઓનલાઈન આઉટલેટ્સમાંથી ખાદ્યચીજોને લઈને ગેરરીતિ પકડાઈ હોવાની માહિતી સામે આવી હતી, જેના કારણે તંત્ર હવે વધુ સતર્ક બન્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા ફક્ત આ એકમ જ નહીં, પરંતુ ઓનલાઈન ફૂડ આઈટમ્સનું વેચાણ કરતા અન્ય એકમોની પણ વ્યાપક તપાસ હાથ ધરવામાં આવશે.
આરોગ્ય વિભાગે નાગરિકોને ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા પહેલા સાવચેતી રાખવા અને શક્ય હોય ત્યાં પ્રત્યક્ષ દુકાન પર જઈને ખાદ્યચીજો ખરીદવાની અપીલ કરી છે. વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, “ઘણી વખત એવું હોય છે કે લોકો નજીકમાં દુકાન હોય તો પણ ઓનલાઈન જ મંગાવે છે. ખરેખર લોકોએ નજીકમાં જો દુકાન હોય ત્યાંથી આપણી આંખોની સમક્ષ લઈ અને વસ્તુ જોઈને ખરીદી કરવી જોઈએ. ઓનલાઈન મંગાવશો તો તમને ઘરે લાવીને ખોલશો પછી જ ખબર પડશે.” આ અપીલ ગ્રાહકોના સ્વાસ્થ્ય સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
આ સમગ્ર મામલામાં હવે તપાસ દરમિયાન કયા નિયમોનું ઉલ્લંઘન થયું છે અને જવાબદાર વ્યક્તિઓ સામે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે, તે જોવું મહત્વનું રહેશે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે કોઈ બેદરકારી ન થાય તે માટે ફૂડ સેફ્ટી પર કડક નજર રાખવી અત્યંત આવશ્યક છે. સુરતમાં ઓનલાઈન ફૂડ ક્વોલિટીને લઈને સામે આવેલી આ ઘટનાએ ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મ્સ અને ખાદ્ય વેચાણ કરતા વેપારીઓની જવાબદારીઓ પર પુનર્વિચાર કરવા મજબૂર કર્યા છે.
આ નેતાને કારણે આખું પાકિસ્તાન શરમથી પાણી-પાણી, ચાર અક્ષર અંગ્રેજી વાંચવામાં થરથર કાંપ્યો MPA !