હિમાચલમાં મૃતકોના પરિવારજનો માટે મોરારીબાપુએ કરી સહાયની જાહેરાત, વરસાદ અને ભૂસ્ખલનમાં અનેક લોકોના થયા મોત

હિમાચલ પ્રદેશમાં જ 7000 કરોડ થી વધુ રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. સીમલા અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા થોડા દિવસોમાં ભારે વરસાદને કારણે જમીન અને મકાનોનું મોટે પાયે ધોવાણ થયું છે. અને એને લીધે 60 થી વધુ લોકોના મૃત્યુ પણ થયા છે.

હિમાચલમાં મૃતકોના પરિવારજનો માટે મોરારીબાપુએ કરી સહાયની જાહેરાત, વરસાદ અને ભૂસ્ખલનમાં અનેક લોકોના થયા મોત
Morari Bapu
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Aug 20, 2023 | 1:16 PM

Himachal News: હિમાચલમાં વરસાદે છેલ્લા કેટલાય દિવસોથી તબાહી મચાવી છે. ઉત્તર ભારતમાં અને ખાસ કરીને હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદને કારણે જાનમાલનું બહુ મોટા પાયાનું નુકસાન થયું છે. ભારે વરસાદ અને તેના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ સતત બની રહી છે, પરંતુ આ વખતે 13 થી 16 ઓગસ્ટ વચ્ચે આવી ઘટનાઓ વધુ જોવા મળી છે.

હિમાચલમાં ભૂસ્ખલનને કારણે અનેક લોકોના મોત થયા છે. રાજ્યમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઘણું નુકસાન થયું છે. ત્યારે પૂજ્ય મોરારીબાપુએ લોકો માટે સહાયની જાહેરાત કરી છે

હિમાચલમાં મોરારીબાપુએ સહાયતા જાહેર કરી

તાજેતરના અહેવાલો અનુસાર એકલા હિમાચલ પ્રદેશમાં જ 7000 કરોડ થી વધુ રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. સીમલા અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા થોડા દિવસોમાં ભારે વરસાદને કારણે જમીન અને મકાનોનું મોટે પાયે ધોવાણ થયું છે. અને એને લીધે 60 થી વધુ લોકોના મૃત્યુ પણ થયા છે. મૃત્યુનો કુલ આંકડો ઘણો વધે તેવી આશંકા પણ સેવાઈ રહી છે. પૂજ્ય મોરારીબાપુએ આ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ સમર્પિત કરી છે. અને પ્રત્યેક મૃતકના પરિજનોને 15,000 પ્રમાણે કુલ મળીને 9 લાખ રૂપિયાની સહાયતા રાશિ પણ અર્પણ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

હિમાચલ પ્રદેશના સ્થાનિક અધિકારીઓ પાસેથી મૃતક લોકોની અને તેમનાં નજીકના સ્વજનોની વિગતો મેળવવામાં આવી રહી છે. અને રામકથાના હિમાચલ પ્રદેશના શ્રોતાઓ દ્વારા આ સહાયતારા રાશિ પહોંચતી કરવામાં આવી રહી છે. પૂજ્ય બાપુએ આ તમામ મૃતકોના નિર્વાણ માટે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના પણ કરી છે.

વરસાદ અને ભૂસ્ખલનના કારણે ભારે તબાહી

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, 24 જૂને ચોમાસાની શરૂઆતથી હિમાચલ પ્રદેશમાં વરસાદ સંબંધિત ઘટનાઓ અને માર્ગ અકસ્માતોમાં 338 લોકોના મોત થયા છે અને 38 લોકો ગુમ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 338 મૃતકોમાંથી 221 લોકો વરસાદ સંબંધિત ઘટનાઓમાં મૃત્યુ પામ્યા હતા. ઈમરજન્સી સેન્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 11,600 ઘરોને સંપૂર્ણ અથવા આંશિક રીતે નુકસાન થયું છે અને લગભગ 560 રસ્તાઓ હજુ પણ અવરોધિત છે. તે જ સમયે, 253 ટ્રાન્સફોર્મર અને 107 પાણી પુરવઠા યોજનાઓ અવરોધિત છે.

રાષ્ટ્રીયના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">